________________
૧૪૭
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩
ભાઈઓની જેમ મિત્રમાં પણ આ રીતે જ અનુસરવું જોઈએ ધર્મકાર્યતા વિષયમાં સ્મારણ આદિ કરાવવા રૂપે અનુસરણ કરવું જોઈએ.
આ રીતે ભાઈ વિષયક ઉચિત છે-પૂર્વમાં કહ્યું એ રીતે ભાઈ વિષયક ઉચિત છે. પત્ની વિષયક પણ કંઈક અમે કહીએ છીએ. સપ્રણયવચનના સન્માનથી=લાગણીપૂર્વકના વચનના સન્માનથી, તેણીને-પત્નીને સન્મુખ કરે=ધર્મને અભિમુખ કરે.” I૧૩મા
“શુશ્રુષાદિમાં પ્રવર્તાવે. વસ્ત્ર-આભરણ આદિ સમુચિત આપે. જનસંમર્દવાળા=લોકોના સમૂહવાળા, નાટકપ્રેક્ષણ આદિમાં વારણ કરે પત્નીને વારણ કરે.” [૧૪
“રાત્રિમાં પ્રચારને કરે=રાત્રિમાં બહિર્ગમનને રોકે. કુશીલ પાખંડીના સંસર્ગ અપનયન કરે કુશીલ-પાખંડીના સંસર્ગથી દૂર રાખે. ગૃહકાર્યોમાં નિયોજન કરે. પોતાની સાથે વિયોગ ન કરાવે=પોતાની સાથે પત્નીને વિયોગ ન કરાવે.” II૧૫ા.
ઉદ્ધરણના શ્લોકના કેટલાક શબ્દોનો અર્થ કરે છે.
રાત્રિમાં રાજમાર્ગ, બીજાનાં ઘરોમાં ગમન આદિ રૂપ પ્રચારનો વિરોધ કરે અને ધર્મ આવશ્યકાદિ પ્રવૃત્તિ નિમિત્ત માતા-ભગિની આદિ સુશીલ, લલિત સમૂહ એવા સ્ત્રીના મધ્યગત જવા માટે અનુજ્ઞા આપે જ, વિયોગ કરાવે નહિ. જે કારણથી દર્શનાચાર પ્રાયઃ પ્રેમ છે–પ્રતિદિન પરસ્પરના દર્શનથી પ્રેમ સચવાય છે, જે કારણથી કહેવાયું છે. - “અવલોકનથી, આલાપનથી, ગુણના કીર્તનથી, દાનથી, છંદથી=ઈચ્છાથી, વર્તમાનને નિર્ભર પ્રેમ થાય છે અત્યંત પ્રેમ થાય છે.” II૧II.
અદર્શનથી, અતિદર્શનથી, જોયેલાને નહિ બોલાવવાથી, માનને વશ અને અપમાનથી પાંચ પ્રકારે પ્રેમ દૂર થાય છે.” રા.
“અપમાનને પ્રકાશિત ન કરે=પોતાનું વડીલ આદિ કોઈનાથી થયેલા અપમાનનું પત્ની આગળ પ્રકાશન કરે નહિ. ખ્ખલિતમાં=કોઈક અપરાધમાં, શિક્ષા આપે=પત્નીને ઉચિતબોધ કરાવે. કુપિત એવી પત્નીને અનુનયન કરે=શાંત કરે. ધનહાનિના અને વૃદ્ધિના સ્થાન અંતરંગ વ્યતિકરને પ્રગટ કરે નહિ.” ૧૬ાા
ઉદ્ધરણ-૧૬ના કેટલાક શબ્દોનો અર્થ સ્પષ્ટ કરે છે. વિહેતુક અપમાનને કોઈનાથી થયેલ અપમાનને આનેત્રસ્ત્રીને, પ્રદર્શિત કરે નહિ. સ્મૃતિમાં કોઈક અપરાધમાં, અત્યંત શિક્ષા આપે. અને કુપિત એવી સ્ત્રીને અનુનયત કરે=શાંત કરે. અવ્યથા સહસાકારીપણાને કારણે કૂવામાં પાતાદિ પણ અનર્થ કરે. ધનહાનિના વ્યતિકર=વ્યવસાયમાં ધનાદિની હાનિ થઈ હોય તે પ્રસંગને પત્ની પાસે પ્રગટ કરે નહિ. વળી ધનહાનિના પ્રસંગને પ્રગટ કરાયે છતે તુચ્છપણાને કારણે સર્વત્ર તે વૃતાંતને
સ્ત્રી અભિવ્યક્ત કરે છે. અને ધનવૃદ્ધિતા વ્યતિકરને વ્યક્ત કરાયે છતે =કોઈક રીતે વિશેષ ધન પ્રાપ્ત થાય અને પત્નીને કહેવામાં આવે તો નિરર્ગલવ્યયમાં પ્રવર્તે છે=અત્યંત ધનવ્યયમાં સ્ત્રી પ્રવર્તે છે. તેથી જ ઘરમાં સ્ત્રીનું પ્રાધાન્ય કરવું જોઈએ નહિ.