________________
૧૬૦
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૪
સત્પાત્રદાનપૂર્વક જ શ્રાવકે ભોજન કરવું જોઈએ એ પ્રમાણે નિષ્કર્ષ છે. વળી અત્રય કહેવાયેલો જ છે=વિશેષથી ગૃહસ્થધર્મ છે એ પ્રમાણે અવય પહેલાં કહેવાયેલો જ છે. અને અહીં ભોજન કરવું એ અનુવાદ છે અર્થાત્ કર્તવ્ય નથી પરંતુ શ્રાવક ભોજન કરે છે તે મધ્યાહનની અર્ચા પછી કરવું જોઈએ એ પ્રકારે અનુવાદકકથન છે. મધ્યાતની પૂજા અને ભોજનનો કાલનિયમ નથી. દિ=જે કારણથી, તીવ્રબુભક્ષાવાળાની ભૂખનો કાલ ભોજનકાલ છે એ પ્રકારની રૂઢિ હોવાથી મધ્યાતથી પૂર્વમાં પણ ગ્રહણ કરાયેલ પ્રત્યાખ્યાનને પૂર્ણ કરીને દેવપૂજાપૂર્વક ભોજનને કરતો શ્રાવક દોષ પામતો નથી. અને અહીં સુપાત્રદાનના વિષયમાં આ વિધિ છે. ભોજનવેલામાં સાધુઓને નિમંત્રણ કરીને તેઓની સાથે ઘરે આવે છે અથવા સ્વયં મુનિને આવતા જોઈને સન્મુખ ગમતાદિ કરે છે. દિ=જે કારણથી, સાધુઓને પ્રતિપત્તિપૂર્વક સત્કારપૂર્વક, વહોરાવવું શ્રાવકોને વ્યાપ્ય છે. અને તે=પ્રતિપતિ, યોગશાસ્ત્રમાં આ પ્રમાણે છે.
અભ્યત્થાન=સાધુ આવે ત્યારે ઊભા થવું અને ત્યારે સાધુ આવે ત્યારે આલોકમાં સાધુના અવલોકનમાં અભિયાન=સમ્મુખ ગમન, તેના આગમનમાં=સાધુના આગમનમાં, મસ્તક ઉપર અંજલિનો સંશ્લેષ=હાથ જોડવા, સ્વયં આસન આપે.” (યોગશાસ્ત્ર-૩-૧૨૫)
“ભક્તિથી આસનનું ગ્રહણ, વંદના, પર્યાપાસના તેમના જવામાં સાધુના જવામાં, અનુગમ=સાધુની પાછળ જવું, એ ગુરુની પ્રતિપત્તિ છે-ગુરુની ભક્તિ છે.” (યોગશાસ્ત્ર-૩-૧૨૬) દિનકૃત્યમાં પણ કહેવાયું છે.
“આસનથી નિમંત્રણ કરે=સાધુઓને બેસવા નિમંત્રણ કરે ત્યાર પછી પરિજનથી સંયુક્ત એવો શ્રાવક ક્ષમાદિ ગુણયુક્ત મુનિના ચરણમાં વંદન કરે." (શ્રાદ્ધદિનકૃત્ય-૧૭૩)
શ્લોકમાં ‘તાદે' શબ્દના સ્થાને “પાદે પાઠ છે.
આ પ્રમાણેકપૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, સવિનય પ્રતિપત્તિને કરીનેaઉચિત ભક્તિ કરીને, સંવિગ્ન-અસંવિગ્ન ભાવિત ક્ષેત્રનો, સુભિક્ષ-દુભિક્ષ આદિ કાલનો, સુલભ-દુર્લભ આદિ દેય દ્રવ્યનો=આપવા યોગ્ય દ્રવ્યનો વિચાર કરીને આચાર્ય-ઉપાધ્યાય-ગીતાર્થ-તપસ્વી-બાલવૃદ્ધ-ગ્લાનસહ=સમર્થ, અસહ=અસમર્થ આદિ પુરુષાદિની અપેક્ષાથી સ્પર્ધા-મહત્વ-મત્સર-સ્નેહ-લજ્જા-ભયદાક્ષિણ્ય-પરાનુવર્તના=બીજાનું અનુસરણ, પ્રત્યુપકારની ઈચ્છા, માયા, વિલંબ, અનાદર, વિપ્રિયઉક્તિ= કટુવચનો, પશ્ચાત્તાપ, દીનતા આદિ દોષના વર્જનવાળું એકાંત આત્મા અનુગ્રહ બુદ્ધિથી ભિક્ષાના ૪૨ દોષાદિથી અદૂષિત સંપૂર્ણ પોતાનું અન્ન-પાન-વસ્ત્ર-ભોજન આદિના અનુક્રમથી સ્વયં દાન આપે અથવા પાસે રહીને પત્ની આદિ પાસેથી અપાવે, જે કારણથી દિનકૃત્યમાં કહેવાયું છે.
“વળી દેશ-ક્ષેત્રને જાણીને તે પ્રકારે પુરુષ અવસ્થાને જાણીને જેમ રોગીની વૈદ્ય ચિકિત્સા કરે છે તેમ ત્યાર પછી ક્રિયાનો પ્રયોગ કરે છે=શ્રાવક સાધુને આહારદાનાદિની ક્રિયા કરે છે.” (શ્રાદ્ધદિનકૃત્ય-૧૭૪)
દેશ મગધ, અવંતી આદિ સાધુ વિહાર યોગ્યાયોગ્ય રૂપ છે. ક્ષેત્ર સંવિગ્ન ભાવિત અથવા