________________
૧૪૩
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩ ધર્મલિંદાની ઉપપત્તિ હોવાથી ધર્મવિરુદ્ધતા જ છે=જેઓ દેશ-કાલાદિની વિરુદ્ધ આચરણા કરતા હોય અને ધર્મની પ્રવૃત્તિ કરતા હોય તેઓની દેશકાળાદિ વિરુદ્ધ આચરણાથી ધર્મની નિંદા થતી હોવાને કારણે તેઓની દેશકાળાદિ વિરુદ્ધ આચરણામાં ધર્મવિરુદ્ધતાની જ પ્રાપ્તિ છે. સર્વ કથનનું નિગમન તત્વથી કરે છે. આ રીતે પાંચ પ્રકારના વિરુદ્ધનો શ્રાવકે પરિહાર કરવો જોઈએ. એ દેશાદિવિરુદ્ધનો ત્યાગ છે.
અને ઉચિત જીવોનાં ઉચિત કાર્યોનું આચરણ કરણ ઉચિત આચરણ છે. અને તે પિત્રાદિ વિષયક નવ પ્રકારનું છે=ઉચિત એવાં પિત્રાદિ વિષયક ઉચિત કાર્ય નવ પ્રકારનાં છે. અહીં પણ સ્નેહવૃદ્ધિ કીર્તિ આદિનો હેતુ છે. તે હિતોપદેશમાલાની ગાથાઓ વડે બતાવાયું છે.
“અહીં=સંસારમાં, સામાન્ય મનુષ્યપણું હોતે છતે=બધા મનુષ્યોમાં મનુષ્યપણું સમાન હોવા છતાં, કેટલાક જે કીર્તિને પ્રાપ્ત કરે છે તે નિર્વિકલ્પ ઉચિત આચરણાનું માહાભ્ય તું જાણ=વિકલ્પ રહિત તે જીવની ઉચિત આચરણાનું માહાસ્ય જાણ.” I૧/
“તે વળી પિતામાં, માતામાં, ભાઈમાં, પત્નીમાં, અવચ્ચમાં અને સ્વજનમાં-પુત્રમાં અને સ્વજનમાં, ગુરુજનમાં, નાયકમાં અને પરતીર્થિકોમાં પુરુષ વડે કરવું જોઈએ=ઉચિત વર્તન કરવું જોઈએ.” રા.
ત્યાં=નવ જન વિષયક, ઔચિત્યમાં પિતૃ વિષયક કાયા, વાણી અને મનને આશ્રયીને ત્રિવિધ ઔચિત્યના ક્રમને કહે છે.
“પિતાના શરીરની શુશ્રુષા કિકરની જેમ સ્વયં વિનયથી કરે. તેમનું વચન પણ વચનથી અપ્રતિપતિત સ્વીકારે=લેશ પણ વિકલ્પ કર્યા વગર તે તેમજ છે તે પ્રમાણે સ્વીકારે.” man
ચરણનું ધોવું, દબાવવું, ઉત્થાપત=ઊભા કરવા, બેસાડવા આદિ રૂપ શરીરની શુશ્રષાને સ્વયં કરે એમ અવાય છે. દેશ-કાલના સાભ્યના ઔચિત્યથી ભોજન, શયન, વસ્ત્ર અંગ રાગાદિ સંપાદનરૂપ શરીરની શુશ્રષાને વિનયથી કરે પરંતુ પરના આગ્રહથી કે અવજ્ઞાદિથી નહિ પરંતુ વિનયથી સ્વયં કરે=પિતાની સેવા સ્વયં કરે પરંતુ માણસો પાસે કરાવે નહિ. જે કારણથી કહેવાયું છે.
બેઠેલા ગુરુની આગળ=પિતાની આગળ, પુત્રની જે શોભા થાય છે તે ઊંચા સિહાસનમાં બેઠેલા પુત્રની શતાંશથી પણ ક્યાંથી હોય ! અર્થાત્ હોઈ શકે નહિ.” I/૧
ઉદ્ધરણના શ્લોક-૩માં રહેલા ‘પદ'નો અર્થ કરે છે. મુખથી અપતિત ઉચ્ચારણ કરાતો જ આદેશ પ્રમાણ આ કરે છે–પુત્ર કરે છે. એ પ્રમાણે સાદર સ્વીકારે છે પરંતુ તહિ સાંભળેલાની જેમ શિરોધૂનન, કાલક્ષેપ, અર્ધ=અડધું કાર્ય કરવું આદિ વડે અવજ્ઞા કરતો નથી.
ચિત્ત પણ સર્વ પ્રયત્નથી સર્વ કાર્યોમાં અનુવર્તન કરે છે. જેનાથી શું પ્રાપ્ત થાય ? તે બતાવે છે. બુદ્ધિના ગુણોને પ્રાપ્ત કરે છે પિતા પાસેથી વિનયસંપન્ન પુત્ર શુશ્રુષા આદિ બુદ્ધિના ગુણોને પ્રાપ્ત કરે છે. કેમ પ્રાપ્ત કરે છે? એથી કહે છે. પુત્રના વિનયગુણને અવધારણ કરીને વિવેકસંપન્ન પિતા નિજ સદ્ભાવનું પ્રકાશન કરે છે–પોતે જીવનમાં જે બુદ્ધિગુણોને પ્રાપ્ત કર્યા છે તે સર્વ વિનયસંપન્ન પુત્રને પ્રાપ્ત થાય તે અર્થે પ્રકાશન કરે છે. માટે વિવેકી પુત્રે સર્વ કાર્યમાં પિતાનું અનુવર્તન કરવું જોઈએ.” Indi