________________
૧૩૮
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩
લક્ષણ ક્રમથી આવેલો=પ્રાપ્ત થયેલો જે ઉત્કર્ષ અર્થવૃદ્ધિ રૂપ ઉત્કર્ષ, તેને છોડીને શેષ દ્રવ્ય ગ્રહણ કરે નહિ. શું અર્થ છે ? એથી કહે છે. જો કોઈક રીતે સોપારી આદિ દ્રવ્યોનો ક્ષય થવાથી–તે દેશમાં ઉપલબ્ધિ અલ્પ થવાથી દ્વિગુણાદિનો લાભ થાયaખરીદેલી વસ્તુના ભાવ કરતાં બે ગણો કે ત્રણ ગણો લાભ થાય ત્યારે તેને અદુષ્ટ આશયપણાથી=સારું થયું કે સોપારી આદિ દ્રવ્યની અછત થઈ ઈત્યાદિ કુવિકલ્પરૂપ દુષ્ટ આશયના વર્જનથી, ગ્રહણ કરે. પરંતુ આ પ્રમાણે વિચારે નહિ, સુંદર થયું. જે કારણથી સોપારી આદિ ફલોનો ક્ષય થયો. અને પડેલું પરસત્ય જાણતો પણ=આ ધન પડ્યું છે તે પ્રમાણે જાણતો પણ, ગ્રહણ કરે નહિ. કલાતર આદિમાં=વ્યાજ આદિમાં અને ક્રય-વિક્રય આદિમાં દેશકાળાદિની અપેક્ષાએ જે ઉચિત, શિષ્ટજતથી અનિંદિત લાભ થાય તે જ ગ્રહણ કરવું જોઈએ. એ પ્રમાણે આ પંચાશકની વૃત્તિમાં કહેવાયું છે. અને ફૂટતોલ, ફૂટમાપ, ભૂત-અધિક વાણિજ્ય આપતી વખતે ચૂત આપવું અને લેતી વખતે અધિક લેવું એ રૂપ વાણિજ્ય, રસમલ=સારા-ખરાબ રસની ભેળસેળ કરવી, વસ્તુનો મેલ=સારી ખરાબ વસ્તુની ભેળસેળ કરવી, અનુચિત વ્યાજથી ગ્રહણ, વંચાતા પ્રદાનથી ગ્રહણઃલાંચ આપીને ગ્રહણ કરવું, કૂટકરકર્ષણ ક્રૂર રીતે કરવું ગ્રહણ કરવું, કૂટ વૃષ્ટનાણકાદિનું અર્પણaખોટા નાણાદિનું આપવું, પરકીય ક્રય-વિક્રયનું ભંજન=કોઈ ખરીદ-વેચાણ કરતો હોય તેમાં વિધ્ધ કરવું, પરકીય ગ્રાહકનું ઍડ્વાહણ=બીજાના ઘરાકને ગ્રહણ કરી પોતાના કરવા, વણિકાંતર દર્શન=જે વસ્તુ આપે તેના કરતાં અન્ય વર્ણવાળી વસ્તુ બતાવે, સાંધકાર સ્થાન વસ્ત્રાદિ વાણિજ્ય અંધકારવાળા સ્થાનમાં વસ્ત્રાદિનું વાણિજ્ય, મસીભેદાદિથી=અક્ષરભેદાદિથી, સર્વથા પરનું વંચન વર્જવું જોઈએ=ફૂટતોલમાપાદિ સર્વ પ્રકારે બીજાને ઠગવાનો ત્યાગ કરવો જોઈએ. જે કારણથી કહેવાયું છે.
“વિવિધ ઉપાયો દ્વારા માયા કરીને જે પરને ઠગે છે. તેઓ સ્વર્ગ અને મોક્ષનાં સુખોનું વંચન કરે છે. અહો મોહથી કરાયેલાં કાર્યો કેવાં છે ?” II૧TI ‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
સ્વામી, મિત્ર, વિશ્વત, દેવ, ગુરુ, વૃદ્ધ, બાલનો દ્રોહ, વ્યાસનો અપહાર કોઈકે થાપણ આપી હોય તો તેનો અપલાપ કરવો આદિ તેની હત્યા પ્રાયઃ=તેની હત્યા જેવાં મહાપાતકો સર્વથા વિશેષ કરીને વર્જવાં જોઈએ. અહીં પાપ બે પ્રકારનાં છે. ગોપ્ય અને સ્પષ્ટ. ગોપ્ય પણ બે પ્રકારનું છે. નાનું અને મોટું. ત્યાં નાનું ફૂટતોલ માન આદિ છેઃખોટા તોલમાપ આદિ નાના પ્રકારનાં ગુપ્ત પાપો છે. મહાન વિશ્વાસઘાતાદિ છેઃવિશ્વાસઘાત કરવો આદિ મોટા પ્રકારનાં ગુપ્ત પાપો છે. સ્પષ્ટ પણ પાપો બે પ્રકારના છે. કુલાચારથી અને નિર્લજ્જત્વ આદિપણાથી. કુલાચારથી ગૃહસ્થોના આરંભ-સમારંભમાં સ્પષ્ટ પાપો છે અને પ્લેચ્છ આદિમાં હિંસાદિ સ્પષ્ટ પાપો છે. વળી નિર્લજ્જપણાથી સાધુવેશવાળા મુનિના હિંસાદિ પાપો છે. ત્યાં સાધુવેશમાં, નિર્લજ્જત્વાદિ દ્વારા સ્પષ્ટ અનંત સંસારીપણું પણ છે; કેમ કે પ્રવચનના ઉડાહ આદિનું હેતુપણું છે. વળી કુલાચારથી સ્કૂટમાં=કુલાચારથી સ્પષ્ટ પાપોમાં થોડો કર્મબંધ છે=ગૃહકાર્યના આરંભ-સમારંભમાં થોડો કર્મબંધ છે. વળી ગોપ્યમાં બીજાને ઠગવા