________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩
૧૩૯
આદિની ક્રિયા કરવા રૂપ ગોપ્ય પાપમાં, તીવ્ર કર્મબંધ છે; કેમ કે અસત્યમયપણું છે કૂટતોલમાપ આદિ સર્વત્ર પાપોમાં અસત્યમયપણું છે અને અસત્ય મોટું પાપ છે. જે કારણથી યોગશાસ્ત્રના અંતર શ્લોકમાં કહેવાયું છે.
“એકત્ર અસત્યથી થયેલું પાપ અને અન્યથી નિઃશેષ પાપ-અસત્ય સિવાયનાં સર્વપાપ, તુલામાં ધારણ કરાયેલાં બંને પાપોમાં આદ્ય જ અસત્યથી થયેલું જ પાપ, અતિશયવાળું છે.” (યોગશાસ્ત્રવૃત્તિ-૨/૬૪).
અને પ્રીતિપદમાં=જેની સાથે પ્રીતિ હોય તેવી વ્યક્તિમાં, સર્વ પ્રકારના અર્થના સંબંધ આદિનું વર્જન કરવું જોઈએ=ધન આપવા-લેવાના સંબંધો વગેરે વર્જવા જોઈએ; કેમ કે પ્રીતિભંગનું કારણ બને છે. અને સાક્ષી વગર મિત્રના ઘરમાં પણ સ્થાપબિકા મૂકવી જોઈએ નહિ થાપણ મૂકવી જોઈએ નહિ. મિત્રાદિના હાથમાં દ્રવ્ય પ્રેષણાદિ પણ યુક્ત નથી; કેમ કે અવિશ્વાસનું અર્થમૂલપણું છે. અને વિશ્વાસનું અનર્થમૂલપણું છે. અર્થાત્ થાપણ મિત્રાદિને ત્યાં મૂકતાં પણ અવિશ્વાસ રાખીને સાક્ષી રાખે તો નુકસાન થવાનો સંભવ રહે નહિ. અને વિશ્વાસ રાખે તો દ્રોહ થવા આદિનો પ્રસંગ પ્રાપ્ત થાય તો વિશ્વાસ અનર્થનું મૂલ બને છે. જે તે પ્રકારે સોગન આદિ ગ્રહણ કરવા જોઈએ નહિ. વિશેષ કરીને દેવ-ગુરુ આદિના વિષયમાં સોગન ગ્રહણ કરવા જોઈએ નહિ. વળી પરના પ્રતિભૂતાદિના સંકટમાં પ્રવેશ કરવો જોઈએ નહિ=આના તરફથી હું આ કાર્યનો ઉકેલ કરવા માટે ઉપસ્થિત થયો છું એ પ્રકારના સંકટમાં પ્રવેશ કરે નહિ; કેમ કે અનેક પ્રકારના ક્લેશનો સંભવ છે. અથવા સમુદિત ક્રયવિક્રયાદિના પ્રારંભમાં અવિદ્ધથી અભિમત લાભાદિ કાર્યની સિદ્ધિ માટે પંચપરમેષ્ઠિનું સ્મરણ, શ્રી ગૌતમાદિના નામનું ગ્રહણ કેટલીક તે વસ્તુ કે લક્ષ્મી દેવ-ગુરુ આદિના ઉપયોગી_કરણાદિ કરવા જોઈએ=વેપારમાં ક્રય-વિક્રય આદિના પ્રારંભકાળમાં વિદ્ધ વગર ઈચ્છિત ધનની પ્રાપ્તિ થાય તેવા માટે નવકારનું સ્મરણ, શ્રી ગૌતમાદિના નામનું ગ્રહણ, પોતાને લાભ થાય તેમાંથી કેટલીક વસ્તુ કે લક્ષ્મી દેવ-ગુરુ આદિના ઉપયોગમાં હું આપીશ એ પ્રમાણે કરવું જોઈએ; કેમ કે ધર્મના પ્રાધાન્યથી જ સર્વત્ર સાફલ્ય છે=સર્વ કૃત્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. અને ધન અર્ચન કરતા શ્રાવકે સાત ક્ષેત્રમાં વ્યય આદિ વિષયક ધર્મના મનોરથો મહાન જ નિત્ય કરવા જોઈએ. અર્થાત્ જો આ વેપારથી આટલો લાભ થશે તો આટલું ધન સાત ક્ષેત્રમાં વાપરીશ એ પ્રકારના ભાવો કરવા જોઈએ અને લાભ સંભવ હોતે છતેeતે પ્રમાણે લાભ થયે છતે, તેઓને=ધર્મના મનોરથોને, સફલ પણ કરવા જોઈએ=તે પ્રમાણે સાત ક્ષેત્રમાં ધનનો વ્યય કરવો જોઈએ.
વ્યવસાયના ફલવાળો વૈભવ છેઃધન અર્જનમાં વ્યવસાય કરે તેના ફલવાળો વૈભવ છે. વૈભવનું ફલ સુપાત્ર વિનિયોગ છે. તેના અભાવમાં=સુપાત્રમાં ધનના વ્યયના અભાવમાં, વ્યવસાય અને વૈભવ પણ દુર્ગતિનું નિમિત્ત છે.” II૧).
અને આ રીતે ધન અર્જન કર્યા પછી ઉચિત રીતે સ્વશક્તિ અનુસાર સાત ક્ષેત્રમાં વ્યય કરે એ રીતે, ધર્મની ઋદ્ધિ થાય છે. અન્યથા વળી ભોગની ઋદ્ધિ અથવા પાપની ઋદ્ધિ થાય છે અને કહેવાયું છે.