________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩
૧૩૩
ત્યાર પછી શું કરવું જોઈએ ? એથી કહે છે=મૂળ શ્લોકમાં ધર્મદેશના શ્રવણ આદિ ક્રિયા કર્યા પછી શું કરવું જોઈએ ? એથી કહે છે. ‘તથેત્યાદિ’=શ્લોકના અંતે રહેલો ‘તથા' શબ્દ ધર્માંતરના સમુચ્ચય અર્થ વાળો છે. યથાઉચિત=યથાયોગ્ય હટ્ટાદિ સ્થાનમાં જઈને, ‘ધર્માં’=ધર્મથી, અવિરુદ્ધ=સ્વયં સ્વીકૃત વ્રત અભિગ્રહ આદિ રૂપ ધર્મથી અથવા વ્યવહારશુદ્ધિ આદિથી અનપેત=તેની મર્યાદાથી યુક્ત, એ પ્રકારની વ્યુત્પત્તિ હોવાથી ધર્મ અવિરુદ્ધ અર્થ અર્જન=દ્રવ્ય ઉપાર્જન કરવું જોઈએ. અન્વય પૂર્વની જેમ છે. યથાઉચિત એ કથનથી જો રાજાદિ છે તો ધવલગૃહ છે, જ્યારે અમાત્ય આદિ ત્યારે કરણ=જો રાજાદિ શ્રાવક હોય તો ધવલગૃહ=રાજસભામાં જાય, જો અમાત્ય આદિ હોય તો કરણ સ્થાને જાય. હવે વણિક આદિ હોય તો આ પણ=બજાર એ યથાઉચિત સ્થાન છે.
વળી બહુકાલ ચૈત્ય આયતનમાં અવસ્થિતિ દોષ માટે છે. જે કારણથી સાધુને ઉદ્દેશીને વ્યવહારભાષ્યમાં કહેવાયું છે.
“જો કે આધાકર્મ નથી=જિનાલય આધાકર્મ નથી. ભક્તિ માટે કરાયેલું છે=શ્રાવકોએ ભગવાનની ભક્તિ અર્થે કરેલ છે. તોપણ વર્જન કરતા એવા સાધુ વડે=ચૈત્યમાં નિવાસનું વર્જન કરતા એવા સાધુ વડે, જિનેશ્વરોની ભક્તિ કરાયેલી થાય છે. લોકમાં પણ વળી દૃષ્ટાંત જોવા મળે છે.” ।।૧।
“આઠ પડવાળા શુદ્ધ વસ્ત્રથી મુખને બાંધીને હજામ પાર્થિવને=રાજાની, વૃત્તિ નિમિત્તે અથવા ભયાદિથી, ઉપાસના કરે છે=હજામત આદિ કરે છે.” ।।૨।।
પાર્થિવ સ્થાનીય=રાજા સ્થાનીય, તીર્થંકરની પ્રતિમાની ભક્તિ નિમિત્તે જિનાલયમાં સાધુઓ પ્રવેશે છે પરંતુ ત્યાં જ રહેતા નથી. એ પ્રમાણે તેની વૃત્તિ છે. કેમ ? એથી કહે છે=કેમ સાધુ
જિનાલયમાં રહેતા નથી ? એથી કહે છે.
“દુભિગંધ પરિશ્રાવી, અપ્પેસણ્યાણિ=અપાનવાયુ=બે પ્રકારના વાયુને, વહન કરનાર શરીર છે. તે કારણથી ચૈત્યમાં સાધુઓ રહેતા નથી.” ।।૩।।
“અથવા જ્યાં સુધી ત્રણ શ્લોકવાળી ત્રણ થોય બોલે છે ત્યાં સુધી જિનાલયમાં અનુજ્ઞા છે=સાધુને રહેવાની અનુજ્ઞા છે. કારણથી પર વડે પણ=વધારે કૃત્ય વડે પણ, અનુજ્ઞાત છે.” ।।૪।
આવો આ=આ બે શ્લોકોનો, ભાવાર્થ છે. સાધુઓ ચૈત્યગૃહમાં રહેતા નથી. અથવા ચૈત્યવંદન અંત્ય શક્રસ્તવ આદિ અનંતર ત્રણ સ્તુતિ શ્લોક ત્રણ પ્રમાણ પ્રણિધાન માટે જ્યાં સુધી કરે છે, પ્રતિક્રમણ પછી મંગલ માટે સ્તુતિત્રય પાઠની જેમ ત્રણ સ્તુતિ કરે છે એમ અન્વય છે. ત્યાં સુધી ચૈત્યગૃહમાં સાધુને અનુજ્ઞાત છે. નિષ્કારણ વધુ અનુજ્ઞાત નથી=વધુ રહેવાની અનુજ્ઞા નથી. વળી ‘સિદ્ધાણં’ ઇત્યાદિ શ્લોકત્રય માત્રના અંતપાઠમાં=સિદ્ધાણં-બુદ્ધાણં સૂત્રની માત્ર ત્રણ ગાથા સુધીના અંતપાઠમાં, સંપૂર્ણ વંદનનો અભાવ જ પ્રાપ્ત થશે. અર્થાત્ સંપૂર્ણ વંદન પ્રણિધાન સૂત્ર=જયવીયરાય સૂત્ર, સુધી છે. તેથી સિદ્ધાણં-બુદ્ધાણંની પ્રથમ ત્રણ ગાથા બોલ્યા પછી સાધુ ચૈત્યગૃહમાં ન રહે તો સંપૂર્ણ વંદનનો જ અભાવ પ્રાપ્ત થાય; કેમ કે શ્લોકત્રયના પાઠ અનંતર ચૈત્યગૃહમાં અવસ્થાનનો