________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩ અનનુજ્ઞાત હોવાથી=સાધુને રહેવાનો નિષેધ હોવાથી પ્રણિધાનનો અસદ્ભાવ છે અર્થાત્ ચૈત્યવંદનના અંતમાં કરાતા પ્રણિધાન સૂત્રનો અસદ્ભાવ છે અને આગમમાં કહેવાયું છે વંદનના અંતમાં પ્રણિધાન. જે પ્રમાણે વંદન કરે છે, નમસ્કાર કરે છે એ પ્રમાણે સૂત્ર છે. વૃત્તિ=આગમના ઉદ્ધરણની વૃત્તિ છે તે પ્રતિમાઓને પ્રસિદ્ધ એવી ચૈત્યવંદનાદિની વિધિ વડે વંદન કરે છે પશ્ચાત્ પ્રણિધાનયોગથી નમસ્કાર કરે છે એથી ત્રણ સ્તુતિઓ અહીં=ચૈત્યવંદનમાં, પ્રણિધાન સ્વરૂપ જાણવી. અહીં=ચૈત્યવંદનના વિષયમાં, અભિનિવેશને છોડીને પૂર્વાપરના અવિરોધથી પ્રવચનનું ગાંભીર્ય સર્વથા પરિભાવન કરવું જોઈએ એ પ્રમાણે સંઘાચારની વૃત્તિમાં છે. અર્થાત્ ત્રણ થોય બોલવા સુધી ચૈત્યમાં રહેવાનું વિધાન છે. અને પ્રણિધાન અર્થવાળું ચૈત્યવંદન છે તેથી કોઈને પ્રશ્ન થાય કે ત્રણ થોય સુધી જ ચૈત્યમાં બેસાય તો ચૈત્યવંદન પૂર્ણ થાય નહિ તે વચનના વિરોધના અભિનિવેશને મૂકીને પ્રવચનના ગાંભીર્યનું પરિભાવન કરવું જોઈએ. જેથી પ્રણિધાનના અંત સુધી સૂત્ર સ્વીકારવામાં વિરોધ આવે નહિ. તાવત્કાલ જ જિનમંદિરમાં યતિઓને=સાધુઓને, અવસ્થાન અનુજ્ઞાત છે. વળી કારણથી ધર્મશ્રવણાદિ માટે ઉપસ્થિત ભવિકજનના ઉપકારાદિ કારણથી, પરથી પણ=ચૈત્યવંદનના આગળથી પણ=ચૈત્યવંદનના કાળથી અધિક પણ, સાધુઓને અવસ્થાન અનુજ્ઞાત છે. શેષકાલમાં સાધુઓને જિન આશાતના આદિના ભયથી તીર્થંકર-ગણધરો વડે અવસ્થાન અનુજ્ઞાત નથી. (વસ્તુતઃ ધર્મશ્રવણાદિ પ્રવૃત્તિ સાધુ ચૈત્યગૃહમાં શ્રાવકોને કરાવતા નથી પરંતુ રંગમંડપમાં જ ધર્મશ્રવણાદિની પ્રવૃત્તિ કરે છે. જ્યારે ત્રણ થોયથી અધિક ધ્યાન-જપ આદિના પ્રયોજનથી સાધુઓને ચૈત્યગૃહમાં અવસ્થાન અનુજ્ઞાત છે એમ યોજન કરવું ઉચિત જણાય છે. તત્ત્વ બહુશ્રુત જાણે.) તેથી વ્રતીઓ વડે પણ= સાધુઓ વડે પણ, આ રીતે=પ્રયોજન વગર ત્રણ થોયથી અધિક જિનમંદિરમાં બેસવાનો પરિહાર કરે છે એ રીતે, આશાતનાનો પરિહાર કરાય છે, તો વળી ગૃહસ્થો વડે અત્યંત પરિહાર કરાવો જોઈએ. તે કારણથી ચેત્યાલયથી યથાઉચિત સ્થાનમાં ગમન યુક્તિવાળું છે.
૧૩૪
અને અહીં=મૂળ શ્લોકમાં ધર્મથી અવિરુદ્ધ અર્થ-અર્જન કરવું જોઈએ એ વાક્યમાં, અર્થનું અર્જન એ અનુવાદ્ય છે. પરંતુ ઉપદેશ્ય નથી=અર્થ-અર્જન કરવાનો ઉપદેશ અપાયો નથી; કેમ કે તેનું સ્વયં સિદ્ધપણું છે. વળી, ‘ધર્માં’ એ વિશેષણ વિધેય છે=ઉપદેશ્ય છે; કેમ કે અપ્રાપ્તપણું છે. દિ=જે કારણથી અપ્રાપ્તમાં શાસ્ત્ર અર્થવાળું છે. દ્દિ=જે કારણથી, ગૃહસ્થ અર્થ અર્જન કરે. ભૂખ્યો આહાર કરે એ પ્રકારના કથનમાં શાસ્ત્રનો ઉપયોગ નથી જ. વળી, અપ્રાપ્ત એવા આમુષ્પિકમાર્ગમાં નૈસર્ગિક મોહરૂપી અંધકારને કારણે વિલુપ્ત અવલોકનવાળા લોકને શાસ્ત્ર જ પરમચક્ષુ છે. એ રીતે આગળમાં પણ અપ્રાપ્ત વિષયમાં ઉપદેશ સફલ છે એ પ્રમાણે ચિંતન કરવું જોઈએ. અર્થાત્ પ્રસ્તુત સ્થાન સિવાય અન્ય સ્થાનમાં પણ અપ્રાપ્ત વિષયમાં ઉપદેશ સફલ છે એ પ્રમાણે યોજન કરવું જોઈએ. અને સાવદ્ય આરંભમાં શાસ્ત્રકારોની વાચનિકી પણ અનુમોદના યુક્ત નથી. અર્થાત્ ધન-અર્જન કરવું જોઈએ એ પ્રમાણે વાચતિકી અનુમોદના શાસ્ત્રકારોને ઇષ્ટ નથી. પરંતુ ધર્મપૂર્વક ધન-અર્જુન કરવું જોઈએ એમાં ધર્મ અંશમાં જ વાચનિકી અનુમોદના શાસ્ત્રકારોને યુક્ત છે, જેને કહે છે –