________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર
૧૦૩ ખાંડ, (૫) પાકગુડ=પક્વ ગોળ જેના વડે ખંજકાદિકખાજા આદિ લેપાય છે. એ પાંચ ગોળનાં નીવિયાતાં છે.
"(૧) એકને એકની ઉપર, (૨) ત્રણ ઉપર અને તે જ ઘી વડે બીજી વાર જે પક્વ, (૩) ત્રીજું ગુડધાણાદિ વગેરે, (૪) ચોથું પાણીથી સિદ્ધ લાપસી વળી, (૫) પાંચમું તુપ્પડિયતાવિયાએ= સુપ્પડિયાપિકામાં-ચીકાશથી લેપાયેલી તાવડીમાં પૂઅલિઓ=પોતિયાં, થેપલાં આદિ મિલિતના ત્રીસEછ વિગઈનાં કુલ લીવિયાતાં ત્રીસ છે.” (પ્રવચનસારોદ્ધાર-૨૩૩-૨૩૪)
(૧) તાવડીમાં નાંખેલા ઘી આદિમાં પૂરિત એવા એક પૂપક વડે=એક પુડલો થાય એટલા ઘીથી પૂરિત વડે બીજો પુડલો નંખાય તે બીજો પુડલો નીવિયાતો ગણાય. (૨) ત્રણ ઘાણની ઉપરમાં અપ્રક્ષિપ્ત બીજા ઘીવાળું જે તે જ ઘી વડે પકાયું તે પણ તીવિયાતું ગણાય. (૩) અને ગુડધાના એ પણ નીવિયાતું છે=ગોળનો પાયો કરી બનાવેલી વસ્તુ તે નીવિયાતું છે. (૪) સમુતારિત સુકુમારિક આદિમાં પાછળથી ઉદ્ધરિત ઘી વડે=વધેલા ઘીથી ખરડાયેલી તાવડીમાં પાણી વડે કરાયેલી લપતશ્રી લાપસી, લહિગટું એ પ્રમાણે પ્રસિદ્ધ છે. (૫) સ્નેહ=ચીકાશથી લેપાયેલી તપેલી તાવડીમાં પરિપક્વ એવો પોતત=પોતિયાં, થેપલાં આદિ. આ પક્વાન્નનાં તીવિયાતાં છે અને મિલિતા=બધી વિગઈનાં મિલિત તીવિયાતાં ૩૦ થાય છે એ પ્રમાણે જાણવું.
અને આ દશ વિગઈઓમાં મધ-માંસ-મધ-માખણ લક્ષણ ચાર વિગઈઓ અભક્ષ્ય છે. વળી બાકી શેષ છ ભક્ષ્ય છે. ત્યાં ભક્ષ્ય વિગઈઓમાં ભક્ષ્ય છ વિગઈઓમાં, એકાદિ વિગઈનું પચ્ચકખાણ અને છ વિગઈનું પચ્ચખાણ નિર્વિકૃતિક સંજ્ઞાવાળા વિકૃતિ પ્રત્યાખ્યાનથી સંગૃહીત છે. આગારો પૂર્વતી જેમ છે. ફક્ત “ગિહત્યસંસઠેણં’ એ આગારથી= ગૃહસ્થસંસર્ગથી' એ આગાર વડે, ગૃહસ્થ વડે સ્વ પ્રયોજન માટે દૂધથી સંસ્કૃષ્ટ ઓદત છે અને તેને અતિક્રમ કરીને=ઓદનને અતિક્રમ કરીને ઉત્કર્ષથી ચાર અંગુલ ઉપરમાં દૂધ વર્તે છે ત્યારે તે દૂધ અવિકૃતિ છે. અને પાંચમા અંગુલના આરંભમાં વિકૃતિ જ છે. આ વ્યાયથી અન્ય પણ વિકૃતિઓનું ગૃહસ્થસંસ્કૃષ્ટ આગમમાં કહેવાયું છે. જે આ પ્રમાણે છે.
દૂધ-દહીં-મધના ચાર અંગુલ સંસૃષ્ટ વિકૃતિ નથી. ફાણિત=ઢીલો ગોળ, તેલ અને ઘીથી મિશ્રિત કૂર-રોટિકા ઉપર એક અંગુલ સંસૃષ્ટ હોય તો તે ઢીલો ગોળ વિકૃતિ નથી.” IIII.
“મધ અને પુદ્ગલ=માંસ, તેના રસથી સંસૃષ્ટ અર્ધ અંગુલ છે તો વિકૃતિ નથી=સંસૃષ્ટ મધ અને માંસ વિકૃતિ નથી. વળી ગોળ, માંસ અને માખણના વિષયમાં અદ્દામલગસંસ્કૃષ્ટ વિકૃતિ નથી આÁ આમલક જેટલા સંસૃષ્ટ ગોળમાંસ-માખણ વિકૃતિ નથી.” (પ્રવચનસારોદ્ધાર ૨૨૨-૨૨૩)
આ બે ગાથાની વ્યાખ્યા – દૂધ, દહીં, મધની ચાર અંગુલ સંસ્કૃષ્ટ વિકૃતિ નથી. વળી, ઉપરમાં ચાર અંગુલની ઉપરમાં, વિકૃતિ છે એ પ્રમાણે અર્થ છે. ફણિત દ્રવ ગોળ છે=ઢીલો ગોળ છે. તેનાથી=ઢીલા ગોળથી અને તેલ-ઘીથી મિશ્રિત કૂર, રોટિકા આદિમાં જો એક અંગુલ ઉપર ચડેલું હોય તો વિકૃતિ નથી. મધમાં અને પુદ્ગલમાંકમાંસમાં, તેઓના રસો વડે સંસ્કૃષ્ટ અંગુલનું અર્ધ સંસ્કૃષ્ટ થાય છે. અર્ધ