________________
૧૦૮
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨
થાય નહિ પરંતુ અતિચાર માત્ર થાય. વળી જાણીને=આ વસ્તુ પચ્ચખાણથી નિષિદ્ધ છે તેમ જાણીને અંશ માત્રના ગ્રહણમાં પણ ભંગ જ છે. વળી દુષ્કર્મના પારવશ્યથી જાણીને પણ નિયમભંગ થાય. આગળથી ધર્માર્થીએ તેeત્યાગ કરેલું પચ્ચકખાણ પાલન જ કરવું જોઈએ કર્મને પરવશ જાણવા છતાં અતિ લાલસાને વશ પચ્ચખાણનો ભંગ કર્યો હોય તોપણ એક વખત ભંગ કર્યા પછી ધર્માર્થીએ આગળમાં તે પચ્ચખાણનું પાલન જ કરવું જોઈએ. સ્વીકારાયેલા પંચમી, ચૌદશ આદિના તપવિશેષથી પણ તપના દિવસમાં લિવ્યંતરની ભ્રાંતિ=બીજી તિથિના ભ્રમ, આદિને કારણે સચિત્ત જલપાન=કાચું પાણી પીધું હોય, તાંબૂલભક્ષણ કેટલુંક ભોજન આદિ કરાયે છતે તપોદિનના જ્ઞાનમાં આજે તપનો દિવસ છે તેનું જ્ઞાન થયે છતે, મુખમાં રહેલું પણ ગળવું જોઈએ નહિ, પરંતુ તેનો ત્યાગ કરીને પ્રાણુક પાણીથી મુખશુદ્ધિ કરીને તપની રીતિથી જ રહેવું જોઈએ. અને જો તે દિવસે-પચ્ચકખાણના દિવસમાં, પૂર્ણ વપરાયું અનાભોગ આદિથી પૂર્ણ વપરાયું તો બીજા દિવસે દંડ નિમિત્તે તે તપ કરવું જોઈએ અને તપસમાપ્તિમાં તે તપ વધારે કરવો જોઈએતપના દિવસમાં ભૂલથી ખાધું હોય તેટલું તપ, તપસમાપ્તિ થયે છતે તે તિથિમાં વધારે કરવું જોઈએ. અને આ રીતે પૂર્વમાં જણાવ્યું એ રીતે, અનાભોગ આદિમાં ઉચિત યતના કરવામાં આવે તો, અતિચાર થાય, ભંગ ન થાય. અને તપના દિવસનું જ્ઞાન થયા પછી કણિયો માત્ર ગળવામાં ભંગ જ છે. દિવસના સંશયમાં અથવા કથ્થ-અકથ્યના સંશયમાં કણ્યના ગ્રહણમાં પણ ભંગ થાય=પચ્ચખાણમાં આ કથ્ય છે કે અકથ્ય છે તેવો નિર્ણય ન હોય ત્યારે કપ્ય વસ્તુ પણ ગ્રહણ કરે તો પચ્ચખ્ખાણનો ભંગ છે. આગાઢ માંદગીમાંeગાઢ માંદગીમાં ભૂતાદિ દોષતા પારવશ્યમાં અને સર્પદંશ આદિ અસમાધિમાં જો તે તપ કરવા માટે શક્ય નથી ત્યારે પણ ચોથા આગારનો ઉચ્ચાર હોવાથી=સવ્વસમાવિત્તિયાગારેણં” આગારનો ઉચ્ચાર હોવાથી ભંગ નથી. ઈત્યાદિ વિવેક ‘શ્રાદ્ધવિધિગત જાણવું=શ્રાદ્ધવિધિ ગ્રંથથી જાણવું. વિસ્તારથી સર્યું. li૬રા ભાવાર્થ
શ્રાવકે જિનાલય સંબંધિત આશાતનાનો અત્યંત પરિહાર કરવો જોઈએ. તેથી પ્રસ્તુત ગાથામાં જે આશાતનાઓ બતાવી છે. તે સર્વ આશાતનાનું જ્ઞાન કરીને જિનાલય સંબંધિત અને જ્ઞાનાચાર આદિ સંબંધિત સર્વ આશાતનાનો ત્યાગ કરવો જોઈએ. જેથી જન્માંતરમાં માર્ગની પ્રાપ્તિ દુર્લભ થાય નહિ. વળી સ્વશક્તિથી જિનાલયનાં સર્વ કાર્યોનું ઉચિત ચિંતન કરવું જોઈએ. જેથી ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય. વળી, વિનયપૂર્વક ગુરુ પાસે પચ્ચખ્ખાણ ગ્રહણ કરવું જોઈએ અને પચ્ચખાણની શુદ્ધિ અર્થે પ્રસ્તુત ટીકામાં જે પચ્ચખાણના આગારો વગેરે કહ્યા છે અને તે પચ્ચખાણની શુદ્ધિનું જ સ્વરૂપ બતાવ્યું છે તે સર્વનું યથાર્થ જ્ઞાન કરીને સુવિશુદ્ધ પચ્ચખાણના પાલન માટે યત્ન કરવો જોઈએ. જેથી પચ્ચખાણના સમ્યક પાલન દ્વારા તૃષ્ણા વગેરેનો ઉચ્છેદ થાય. જેના કારણે ગુણસ્થાનકની વૃદ્ધિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય. IIકરવા