________________
૧૦૬
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨ “અન્ય દેવતાનો ભક્ત જૈનેતર, જે ૧૦,૦૦૦ વર્ષ આયુષ્ય ભોગવે છે વળી જિનવરતપથી પલ્યોપમ કોટિ સ્થિતિ થાય છે.” IIII
આ રીતે મુહૂર્ત બુદ્ધિવાળો જે ઉપવાસમાં છઠ-આઠમ આદિને યથાશક્તિ કરે છે તેને તેવા પ્રકારનું ફલ કહેવાયું છે.” જા.
આ રીતે યુક્તિથી ગ્રંથિ સહિત પચ્ચકખાણનું ફલ અનંતર પણ કહેવાયું હમણાં કહેવાયું. અહીં પચ્ચખાણનું પાંચમું દ્વાર પૂરું થયું.
હવે શુદ્ધિ અને તે છ પ્રકારની છે. જે આ પ્રમાણે –
તે વળી=શુદ્ધિ વળી, ૧. સદ્હણા ૨. જાણણા=જ્ઞાપના ૩. વિનય ૪. અનુભાસના પ. અનુપાલનાની વિશુદ્ધિ ૬. ભાવવિશુદ્ધિ છઠી થાય. (આવશ્યકનિયુક્તિ ગા. ૧૫૮૬)
નદં=જ્યાં=સાધુધર્મ અને શ્રાવકધર્મમાં, જે કાલમાં જે પચ્ચખાણ સર્વજ્ઞકથિત છે તેને જે નર સદુહણા કરે છે તે-તે પચ્ચકખાણ, સદુહણાશુદ્ધ જાણવું. (૨)
તીર્થકરોએ પચ્ચકખાણોના અનેક ભેદો-કહ્યા છે. અને શ્રાવકધર્મમાં, સાધુધર્મમાં કે જિતકલ્પમાં જે પ્રકારનાં પચ્ચકખાણો કહ્યા છે તેનું યથાર્થ જ્ઞાન કરીને તે પચ્ચકખાણોની તે પ્રમાણે જ રુચિ કરે છે અર્થાત્ આ ભૂમિકાનો મારે શક્તિસંચય થાય તો આ પચ્ચકખાણ કરીને મારે હિત સાધવું જોઈએ, એ પ્રકારે સદુહણા કરે છે. તેને તે તે પચ્ચકખાણોમાં જિતવચનાનુસાર રુચિ હોવાથી અને સ્વભૂમિકા અનુસાર અને સ્વશક્તિ અનુરૂપ પચ્ચખાણ કરે તેનું સહણાશુદ્ધ પચ્ચકખાણ કહેવાય. (૨) જાણણા શુદ્ધિ – હવે જ્ઞાનશુદ્ધિ બતાવે છે.
કલ્પમાં=જિનકલ્પ આદિમાં, જે પચ્ચખાણને જાણે છે જે મૂલગુણ-ઉત્તરગુણમાં કર્તવ્ય છે તેને જાણણા શુદ્ધ જાણવું જ્ઞાનશુદ્ધ જાણવું.” man
જેઓ જિનકલ્પીઓનાં, સુસાધુઓનાં કે શ્રાવકોનાં સર્વ પચ્ચખાણ શક્તિના પ્રકર્ષ અર્થે ક્યારે કર્તવ્ય છે તેને યથાર્થ જાણે છે તેનું જાણણાશુદ્ધ પચ્ચખાણ કહેવાય છે. અર્થાત્ જ્ઞાનશુદ્ધ પચ્ચકખાણ કહેવાય છે. (૩) હવે વિનયશુદ્ધિ બતાવે છે.
જે મન-વચન-કાયાથી ગુપ્ત અહીણ-અતિરિક્ત કૃતિકર્મની વિશુદ્ધિને કરે છે યથાર્થ વિધિ અનુસાર વંદનની ક્રિયા કરે છે. તે પચ્ચખાણ વિનયશુદ્ધ જાણવું.”
હવે અનુભાસનાની શુદ્ધિ બતાવે છે. “હાથ જોડેલો અભિમુખ રહેલો-ગુરુને અભિમુખ રહેલો, અક્ષર-પદ-વ્યંજન વડે પરિશુદ્ધ ગુરુવચનને બોલે છે–ગુરુ પાસે પચ્ચખ્ખાણ ગ્રહણ કરતી વખતે પચ્ચખાણ મનમાં બોલે છે તે અનુભાસના શુદ્ધ પચ્ચખાણ જાણવું.” પા!