________________
૧૦૪
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૨ અંગુલથી ઉપરનું વિકૃતિ જ છે. ગોળ, માંસ, માખણના વિષયમાં આ બધાથી સંસ્કૃષ્ટ છે. યાવત્ આર્ટ આમલક. “તુ' શબ્દનું અવધારણ અર્થપણું હોવાથી=શ્લોકમાં “તુ' શબ્દ ‘ાવકાર અર્થમાં હોવાથી આÁ આમલક જ વિકૃતિ નથી-આર્દ્ર આમલક જેટલો જ ગોળ વગેરે પદાર્થથી સંસ્કૃષ્ટ હોય તો વિકૃતિ નથી. તેનાથી મોટા ટુકડા હોય તો વિકૃતિ છે. “આર્ટ આમલક' શબ્દથી પીલુ વૃક્ષ સંબંધી “મુહુર” એ પ્રમાણે કહેવાય છે. ‘ઉખિતવિવેગેણં' એ ઉક્લિપ્ત વિવેક આગાર આયંબિલની જેમ ઉદ્ધરણ માટે=ઉપરથી લઈ લેવા માટે, શક્ય વિકૃતિમાં જાણવું=જે વિગઈઓ ગ્રહણ કરી દૂર મૂકી શકાય તે જાણવી. વળી દ્રવ વિકૃતિમાં નથી=દ્રવ વિકૃતિમાં ઉખિતવિવેગેણં આગાર નથી; કેમ કે દ્રવ વિગઈને ઉપાડીને બહાર મૂકી શકાય નહિ. પડઍમખિએણ' આગારને કહે છે. પ્રતીત્ય સર્વથા રુક્ષ મંડક આદિની અપેક્ષાએ પ્રક્ષિત-ચોપડેલું, સ્નેહિત પદાર્થથી ઈષત્ સુકોમળતાના ઉત્પાદનથી પ્રક્ષણકૃત=ચોપડવાથી, વિશિષ્ટ સ્વાદુતાનો અભાવ હોવાથી ચોપડવા જેવું જે વર્તે છે તેને આશ્રયીને ચોપડેલું ચોપડેલાનો આભાસ છે. અર્થાત્ અલ્પમાત્રામાં સ્નિગ્ધ પદાર્થ લગાડેલ છે તેવી વસ્તુ નીવિયાતામાં કહ્યું છે. અને અહીં આ વિધિ છે=પડુચ્ચમફિએણે આગાર વિષયક આ વિધિ છે. જો આંગળીથી તેલાદિને ગ્રહણ કરીને મંડક આદિ ચોપડેલા હોય ત્યારે નીવિયાતાવાળાને કહ્યું છે. વળી ધારાથી ચોપડે તો કલ્પતું નથી. વ્યુત્સર્જન કરે છે=વિગઈનો ત્યાગ કરે છે. અને અહીં-તીવિના પચ્ચકખાણમાં, જે વિકૃતિઓમાં ઉક્લિપ્ત વિવેક સંભવે છે તેમાં નવ આગારો છે. અને અન્ય દ્રવરૂપ વિગઈઓમાં આઠ આગાર છે.
નનું'થી શંકા કરે છે. વિવિકૃતિક=તીવિયાતામાં જ, આગારનું કથન હોવાથી વિગઈઓના પરિમાણવા પ્રત્યાખ્યાનમાં આગારો ક્યાંથી જણાય ? તેનો ઉત્તર આપે છે. નીવિયાતાતા ગ્રહણમાં વિગઈના પરિમાણનો પણ સંગ્રહ છે. તેથી તે જ આગારો છેઃનીવિયાતાના આગારો વિગઈના પરિમાણમાં પણ છે.
અને એકાસણું,પોરિસી અને પૂર્વાર્ધનું જ શાસ્ત્રમાં કથન હોતે છતે પણ બેસણાનું, સાઢપોરિસીનું અને અપાઈનું પચ્ચખાણ અદુષ્ટ છે; કેમ કે અપ્રમાદની વૃદ્ધિનો સંભવ છે. આગારો પણ એકાસણા આદિ સંબંધી જ અત્યમાં પણ=બેસણા આદિમાં પણ વ્યાપ્ય છે; કેમ કે આસન આદિ શબ્દનું સામ્ય છે. ચાર પ્રકારના આહારના પાઠમાં પણ દ્વિવિધ-ત્રિવિધ આહારના પ્રત્યાખ્યાનની જેમ આગારો એકાસણા આદિ સંબંધી બેસણા આદિમાં છે એમ અવય છે.
નનુથી શંકા કરે છે. બેસણું આદિ અભિગ્રહ પચ્ચકખાણ છે તેથી તેમાં ચાર જ આગારો પ્રાપ્ત થાય. એ પ્રમાણે ન કહેવું; કેમ કે એકાસણા આદિની સાથે તુલ્ય યોગક્ષેમપણું છે=બેસણા આદિનું સમાનપણું છે.
વળી, અન્ય કહે છે. આ રીતે=બેસણાને પણ પચ્ચકખાણ તરીકે સ્વીકાર્યું એ રીતે, પચ્ચકખાણની સંખ્યા વિશીર્ણ થશે પ્રત્યાખ્યાનની સંખ્યાનો અપલાપ થશે. તેથી એકાસણા આદિ જ પચ્ચકખાણ