________________
૧૦૭
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨ હવે અતુપાલનાની વિશુદ્ધિને બતાવે છે.
જંગલમાં, દુષ્કાળમાં, મહાસમુપન્ન એવા રોગમાં=મહારોગ ઉત્પન્ન થયે છતે, જે પાલિત છે, ભગ્ન નથી તે પચ્ચખ્ખાણને પાલવાશુદ્ધ જાણવું.” ing
હવે ભાવવિશુદ્ધિને બતાવે છે. રાગથી કે દ્વેષથી, પરિણામેન=પરિણામથી=આ લોક અને પરલોકની આશંસાથી, જે દૂષિત નથી=જે પચ્ચખાણ દૂષિત નથી તે પચ્ચખાણ ભાવવિશુદ્ધિ જાણવું. (આવશ્યકભાગ ૨૪૬થી ૨૫૧)
અથવા “સ્પેશિત, પાલિત, શોધિત, તીરિત, કીતિત અને આરાધિત. આવા પચ્ચખ્ખાણમાં યત્ન કરવો જોઈએ.” ૫૮ “ઉચિતકાલે વિધિ વડે પ્રાપ્ત જે=પચ્ચખ્ખાણ, સ્પેશિત છે. તે કહેવાયું છે="bસ' પચ્ચખ્ખાણ કહેવાયું છે. તથા અસકૃત=વારંવાર, સમ્યફ ઉપયોગથી પ્રતિચરિત આચરિત પચ્ચષ્માણ પાલિત છે.” III
ગુરુને આપ્યા પછી શેષ ભોજનના સેવનથી પચ્ચખાણ શોધિત જાણવું. વળી પણ થોડા કાલના વર્તનથી તરિત થાય છે=પચ્ચખ્ખાણનો કાલ પૂરો થયા પછી થોડા કાળના વિલંબનથી પચ્ચખ્ખાણ પારે તો તીરિત થાય છે.” ૧૦.
ભોજનકાલમાં અમુક પચ્ચકખાણ છે એ પ્રમાણે સ્મરણ કરે છે તે કીતિત છે. આ પ્રકારથી સમ્યફ પ્રતિચરિત= પચ્ચખાણના સમ્યફ સેવનથી, આરાધિત છે.” /૧૧ (પ્રવચનસારોદ્ધાર-૨૧૨ થી ૨૧૫)
પચ્ચકખાણ સ્પર્શત આદિ ગુણોથી યુક્ત સુપ્રત્યાખ્યાન થાય છે. આ પ્રમાણે અહીં પચ્ચકખાણનું છઠું દ્વાર પૂર્ણ થયું.
હવે ફલને કહે છે. અને તે= પચ્ચખાણનું ફલ અનંતર અને પરંપરાથી આ છે. “પચ્ચષ્માણ કરાયે છતે આશ્રવદ્વારો પિહિત થાય છે=બંધ થાય છે. આશ્રયદ્વાર બંધ હોતે છતે તૃષ્ણાનો ઉચ્છેદ થાય છે.” III
તૃષ્ણાના ઉચ્છેદથી મનુષ્યોને અતુલ ઉપશમ થાય છે. વળી અતુલ ઉપશમથી=અસાધારણ ઉપશમથી, પચ્ચકખાણ શુદ્ધ થાય છે.” રાા
તેનાથી=શુદ્ધ પચ્ચખાણથી, ચારિત્રધર્મ પ્રગટે છે. તેનાથી ચારિત્રધર્મથી કર્મનો વિવેક થાય છે-કર્મની નિર્જરા થાય છે. તેનાથી=કર્મના વિવેકથી અપૂર્વકરણ પ્રગટે છે=ક્ષપકશ્રેણી પ્રગટે છે. તેનાથી=અપૂર્વકરણથી, કેવલજ્ઞાન પ્રગટે છે અને તેનાથી કેવલજ્ઞાનથી, શાશ્વત સુખ વાળો મોક્ષ થાય છે.” li૩ાા (આવશ્યકનિર્યુક્તિ-૧૫૯૪થી ૧૫૯૬)
આ પ્રમાણે ગુરુવંદન અને પ્રત્યાખ્યાન કરણની વિધિ છે. એ રીતે અન્ય પણ જે કંઈ નિયમ ગુરુવંદનપૂર્વક તેમની પાસે જ=ગુરુ પાસે જ, ગ્રહણ કરવા જોઈએ. તેમાં પણ=ગ્રહણ કરાયેલા પચ્ચકખાણમાં પણ, અનાભોગ અને સહસાત્કાર આદિ ચાર આગારનું ચિંતન કરાય છે. તેથી અનાભોગ આદિથી નિયમિત વસ્તુના ગ્રહણમાં=પચ્ચકખાણથી નિષિદ્ધ વસ્તુના ગ્રહણમાં, ભંગ