________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨
૭૭
ઈચ્છામિ ખમાસમણો ઈત્યાદિ યાવત્ લિસીહિયાએ સુધી “છંદેણ’ એ પ્રમાણે ગુરુવચનને સાંભળીને અવગ્રહની યાચના માટે ‘અણજાણહ મે મિઉગ્નહ' એમ બોલે છે. હું અનુજ્ઞા આપું છું એ પ્રમાણે ગુરુ વડે બોલાયે છતે અવગ્રહ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. સંડાસાનું પ્રમાર્જન કરે છે. નિસીહિ બોલે છે.” પ-૬iા.
“દસીઓ સહિત રજોહરણને પ્રમાર્જન કરીને ભૂમિમાં સંસ્થાપન કરીને મસ્તકના સ્પર્શથી કાર્ય થશે તેથી પ્રથમ જ.” IIકા
વાસ કરમાં ગૃહીત મુહપત્તિ વડે એક દેશથી નામ કર્ણથી માંડીને નિડાલને પ્રમાજિત કરીને યાવત્ દક્ષિણ કર્ણ સુધી અવિચ્છિન્ન પ્રમાર્જન કરે છે. બેસીને ડાબા ઢીંચણ ઉપર મુહપત્તિ મૂકે. રજોહરણની મધ્ય દસીઓમાં પૂજ્યપાદના યુગલને સ્થાપન કરે.” li૮-૯ll
જ શેષ ગાથા ૧૦થી ૩૦નો અર્થ પણ આ રીતે સ્વયં જાણવો.
અહીં યતિ જ વંદનાઁ કહેવાયો. શ્રાવક નહિ તોપણ યતિના કર્તાના કથનથી શ્રાવક પણ કર્તા જાણવો; કેમ કે પ્રાયઃ યતિક્રિયાનુસારથી જ શ્રાવકક્રિયાની પ્રવૃત્તિ છે. અને કૃષ્ણ-વાસુદેવ વડે ૧૮,૦૦૦ યતિઓને દ્વાદશાવર્ત વંદન કરાયું એ પ્રમાણે સંભળાય છે માટે શ્રાવક પણ વંદનનો કર્તા છે.
એ રીતે વંદન કરીને અવગ્રહમાં રહેલો જ શિષ્ય અતિચારના આલોચનને કરવાની ઈચ્છાવાળો, કંઈક નમાવેલી કાયાવાળો ગુરુ પ્રત્યે આ કહે છે. “હે ભગવન્! ઈચ્છાપૂર્વક આજ્ઞા આપો. દેવસિક આલોચન કરું" ઇચ્છાકારથી=પોતાની ઈચ્છાથી આજ્ઞા આપો. દેવસિક=દિવસમાં થયેલા અતિચારથી, આ રીતે રાત્રિક અને પાક્ષિકાદિમાં પણ જાણવું–દેવસિક આદિ અતિચારતી હું આલોચના કરું એ પ્રમાણે આજ્ઞા આપો એમ અવય છે. હું આલોચના કરું છું. તેનો અર્થ સ્પષ્ટ કરે છે. મર્યાદાથી અથવા સામસ્યથી હું પ્રકાશન કરું છું. અર્થાત્ આલોચનાની મર્યાદાથી હું પ્રકાશન કરું છું અથવા સમસ્ત અતિચારનું હું પ્રકાશન કરું છું. અને અહીં દેવસિકાદિનો આ કાલનિયમ છે જે પ્રમાણે દેવસિક આલોચના મધ્યાતથી માંડીને રાત્રિ સુધી થાય છે અને રાત્રિક આલોચના રાત્રિથી માંડીને મધ્યાહન સુધી થાય છે. પાક્ષિક-ચાતુર્માસિક-સાંવત્સરિકાદિ આલોચન પક્ષાદિ અંતમાં થાય છે.
અત્રાન્તરમાં હું આલોચના કરું ? એમ ગુરુને પૂછે ત્યારે “આલોચન કર એ પ્રમાણે ગુરુવચનને સાંભળીને આને જ=ગુરુવચનને જ, સમર્થન કરતો શિષ્ય કહે છે. ‘ઇચ્છે આલોએમિ'=ગુરુવચનનો હું સ્વીકાર કરું છું. અને હું આલોચન કરું છું=પૂર્વમાં સ્વીકારાયેલા અર્થવાળું આલોચન ક્રિયાથી પ્રકાશન કરું છું=આલોચનાની ક્રિયા દ્વારા પ્રગટ કરું છું. આ રીતે પ્રસ્તાવનાને કહીને આલોચનાને જ સાક્ષાત્કારથી કહે છે. વ્યાખ્યા :
જે મારા વડે દિવસમાં થયેલો દેવસિક અતિચાર=અતિક્રમ, કરાયો. તે વળી અતિચાર ઉપાધિના ભેદથી અનેક પ્રકારનો થાય છે=દેહ આદિ ઉપાધિના ભેદથી અનેક પ્રકારનો થાય છે. આથી જ કહે છે. કાયિક=કાયા, પ્રયોજન=પ્રયોજક. આ અતિચારનો એ કાયિક એ રીતે, વાચિક વાફ પ્રયોજન