________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર હોય અને પોરિસી કર્યા વગર પોતે જઈ શકે તેમ ન હોય ત્યારે પોરિસીનું પચ્ચકખાણ પૂર્ણ થતા પહેલાં વાપરવા બેસે તોપણ પચ્ચકખાણનો ભંગ નથી તે બતાવવા માટે સર્વસમાધિ પ્રત્યય આગાર રાખેલ છે. અને પોરિસીના પચ્ચખાણ પૂર્વે વૈદ્યાદિ વાપરવા બેસે અને સમાચાર મળે કે ગ્લાનને સ્વસ્થતા થઈ છે અથવા ગ્લાનનું મરણ થયું છે તો પોરિસીના પચ્ચખાણ સુધી અર્ધ વાપરેલા ભોજનનો ત્યાગ કરે અને પોરિટીનું પચ્ચકખાણ પૂર્ણ થાય ત્યારપછી શેષ આહાર વાપરે.
સાઢપોરિસી પચ્ચકખાણ પોરિસીના પ્રત્યાખ્યાનમાં જ અંતર્ભાવ પામે છે. અર્થાત્ પોરિસીના પ્રત્યાખ્યાનની જેમ જ સાઢપોરિસીનું પ્રત્યાખ્યાન ગ્રહણ થાય છે. ફક્ત પચ્ચખાણના સૂત્રમાં ‘પોરિસી’ શબ્દના બદલે ‘સાઢપોરિસી' શબ્દ બોલાય છે. અન્ય કોઈ આગારનો ભેદ નથી.
હવે પૂર્વાદ્ધ પ્રત્યાખ્યાનને કહે છે–પુરિમુઢના પચ્ચકખાણને કહે છે.
"सूरे उग्गए पुरिमटुं पच्चक्खाइ, चउव्विहंपि आहारं असणं पाणं खाइमं साइमं, अन्नत्थणाभोगेणं सहसागारेणं पच्छन्नकालेणं दिसामोहेणं साहुवयणेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तिआगारेणं वोसिरइ" ।
પૂર્વ એવું તે અર્ધ પૂર્વાદ્ધ દિવસના આદ્ય પ્રહરદ્વય પૂર્વાદ્ધ છે. તેનું પ્રત્યાખ્યાન કરે છે. તે પૂર્વાદ્ધ પ્રત્યાખ્યાત છે. છ આગારો પૂર્વની જેમ છે. મહત્તરાગારેણં' એ પ્રકારે સાતમો આગાર છે. તેનો અર્થ કરે છે. મહત્તર=પ્રત્યાખ્યાનના અનુપાલનથી લભ્ય જે નિર્જરા તેની અપેક્ષાએ બૃહત્તર નિર્જરા લાભના હેતુભૂત પુરુષાંતરથી અસાધ્ય ગ્લાન-ચૈત્ય અને સંઘાદિ પ્રયોજતવાળું મહત્તર છે. તે જ આગાર પ્રત્યાખ્યાનનો અપવાદ છે=પ્રત્યાખ્યાનનો અપવાદ મહત્તરાગાર છે. તેનાથી પણ અન્યત્ર તે આગારને પણ છોડીને પ્રત્યાખ્યાન કરું છું એ પ્રમાણે યોગ છે. અને જે આમાં જકપુરિમુઢના પચ્ચખાણમાં જ, મહારાકારનું કથન છે. નમસ્કાર સહિત આદિમાં નથી. તેમાં કાલનું અલ્પપણું અને મહત્પણું કારણ કહે છે=નવકારશી આદિ પચ્ચકખાણનો અલ્પકાળ છે. અને પુરિમુઢમાં દિવસનો અડધો ભાગ છે. તેથી મહાન ભાગ છે તેને કારણે નવકારશી આદિના પચ્ચકખાણમાં ‘મહત્તરાગારેણં આગાર નથી. અને પુરિમુઢમાં ‘મહત્તરાગારેણં આગાર છે. એમ શાસ્ત્રમાં કહ્યું છે.
હવે એકાશન પ્રત્યાખ્યાન બતાવે છે. ત્યાં આઠ આગારો છે=એકાશન પ્રત્યાખ્યાનમાં આઠ આગારો છે. જે કારણથી સૂત્ર છે.
“एगासणं पच्चक्खाइ, चउव्विहंपि आहारं असणं पाणं खाइमं साइमं, अन्नत्थणाभोगेणं सहसागारेणं सागारिआगारेणं માડંટણપસારોri ગુરુ૩ મુકાળ પરિટ્ટાવળયા રેvi મદત્તરી Iરે સવ્વસર્વિત્તિયારેvi વસ” | (પ્રત્યાખ્યાન આવશ્યકતરિભદ્રવૃત્તિ ૫. ૮૫૩)
એક=સકૃત, અશન=ભોજન અને એક એવું આસનપુતાચાલનથી=પુતના અચાલનથી, જેમાં છે તે એક અશન અને એક આસન, પ્રાકૃતમાં બંનેનું પણ=એક વખતનું ભોજન અને એક આસન એ બંનેનું પણ એગાસણ એ પ્રમાણે રૂપ છે. તેનું પ્રત્યાખ્યાન કરે છેઃએગાસણનું પ્રત્યાખ્યાન કરે છે. આમાં એકાસણામાં, આદ્ય અને અંતના બે આગારો પૂર્વની જેમ છે. વચ્ચેના આગારોનું સ્વરૂપ