________________
૯૯
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર તો પારિષ્ઠાપનિક આહાર ચઉવિહાર ઉપવાસમાં કહ્યું છે. વોસિરઈ=ભક્તાર્થ અને અશનાદિનો હું ત્યાગ કરું છું.
હવે પાનકતા આગારો બતાવે છે. ત્યાં=પાનકમાં, પોરિસી પૂર્વાર્ટ-એકાસણું-એકલઠાણું, આયંબિલ અને અભક્તાર્થ પ્રત્યાખ્યાનમાં ઉત્સર્ગથી ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન ચાય છે–પોરિસી આદિનું પચ્ચકખાણ કરીને ભોજન કર્યા પછી ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરવો તે ઉત્સર્ગમાર્ગ છે. વળી, જો ત્રિવિધ આહારનું પ્રત્યાખ્યાન કરે છે તો પાનકને આશ્રયી છ આગારો છે, જેનું સૂત્ર છે. “पाणस्स लेवाडेण वा अलेवाडेण वा अच्छेण वा बहुलेण वा ससित्थेण वा असित्थेण वा वोसिरइ” ।
અહીં પાનકતા છ આગારોમાં, અન્યત્ર' એ પ્રકારના શબ્દની અનુવૃત્તિ હોવાથી=સસિત્થણ વા અસિત્થણ પછી ‘અચત્ર' શબ્દ પચ્ચકખાણના પૂર્વના અંશમાંથી અનુવૃત્તિ રૂપે ગ્રહણ કરવાનો હોવાથી, તૃતીયાનું=લેવાડેણ ઈત્યાદિ શબ્દમાં વપરાયેલ તૃતીયા વિભક્તિનું પંચમીનું અર્થપણું હોવાથી ‘લેવાડેણ વા' એ છોડીને વોસિરાવું છું એમ અવય છે. ‘લેવાડણ વા'નો અર્થ કરે છે. કૃતલેપ હોવાથી=ભાજન આદિનું પિચ્છલપણું હોવાથી, શેનાથી પિચ્છલપણું ? તેથી કહે છે. ઉપલેપકને કરનારા ખજૂરાદિના પાણીનું પિચ્છલપણું હોવાને કારણે તેનાથી અન્યત્રકતેને છોડીને, ત્રિવિધ આહારનું હું પચ્ચખાણ કરું છું એમ અવાય છે. અર્થાત્ કોઈ ગૃહસ્થ ખજુરાદિનું પાનક જે ભાજનમાં કરેલું હોય અને તે ખજૂરાદિનું પાણી તેમાંથી કાઢીને અન્યત્ર તેનો ઉપયોગ કર્યો હોય છતાં ખજુરાદિના પાણીથી ભીના તે ભાજપમાં અચિત પાણી કોઈક રીતે મૂકાયેલું હોય તેથી તે અચિત્ત પાણી ખજૂરના પાણીવાળા લેપાયેલ ભાજપમાં હોવાથી અચિત્ત પાણી કંઈક લેપવાળું છે છતાં તેવું પાણી સાધુને તિવિહાર ઉપવાસમાં કહ્યું તે બતાવવા માટે લેપથી અન્યત્ર ત્રણ આહારનું પચ્ચકખાણ કરે છે. ‘હા’ શબ્દ લેપકૃત પાનકની અપેક્ષાએ અવર્જનીયત્વનું અવિશેષ ધોતા માટે છે=લેપવાળું પાણી જેમ અવર્જનીય છે તેમ અલેપવાળા ભાવમાં રહેલ પણ પાણી અવર્જનીય છે તે બતાવવાર્થે છે=અપકારી એવા ખરડાયેલા ભારતમાં મૂકાયેલ પાણી જેમ સાધુને ઉપવાસમાં કહ્યું તેમ લપકારી એવા પાણીથી પણ ઉપવાસ આદિનો ભંગ નથી એ ભાવ છે. એ રીતે અલેપકૃતથી= અવિચ્છલ એવા સૌવીર આદિથી અથવા અચ્છ એવા નિર્મલ ઉષ્ણ પાણી આદિથી અથવા બહુલ એવા ગંડુલ-તિલ-તંદુલના ધાવત આદિથી અથવા સસિકથથી=ભક્ત પુલાકથી યુક્ત અવશ્રાવણ આદિથી અથવા અસિન્થથી-સિક્તથી વજિત એવા પાનક-આહારને છોડીને અન્ય ત્રણ પ્રકારના આહારનો હું ત્યાગ કરું છું.
હવે ચરમ=ચરમ અંતિમભાગ છે. અને તે=ચરમ, દિવસનું અને ભવનું એમ બે પ્રકારે છે. તવિષયક=અંતિમભાગ વિષયક, પ્રત્યાખ્યાન પણ ચરમ પ્રત્યાખ્યાત છે. અહીં ભવચરમ જાવજીવ હોય છે. ત્યાં=ચરમ પ્રત્યાખ્યાનમાં, બંને પ્રકારમાં પણ દિવસચરમ અને ભવચરમ રૂપ બંને પ્રકારના પ્રત્યાખ્યાનમાં પણ, ચાર આગારો હોય છે. જે કારણથી સૂત્ર છે.
"दिवसचरमं भवचरमं वा पच्चक्खाइ, चउव्विहंपि आहारं असणं पाणं खाइमं साइमं, अन्नत्थणाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरइ" ।