________________
૧૦૦
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨
નનુથી શંકા કરે છે. દિવસચરમ પ્રત્યાખ્યાન નિષ્ફળ છે; કેમ કે એકાસણા આદિના પ્રત્યાખ્યાનથી જ ગતાર્થપણું છે=સવારમાં એકાસણાદિનું પચ્ચખાણ લીધું છે. તેનાથી જ રાત્રિભોજનના ત્યાગનું પ્રાપ્તપણું છે. એ પ્રમાણે ન કહેવું=દિવસચરિમ પચ્ચકખાણ એકાસણા આદિથી પ્રાપ્ત હોવાને કારણે ફરી સાંજના દિવસચરિમ પચ્ચકખાણ કરવાની આવશ્યકતા નથી એમ ન કહેવું; કેમ કે એકાસણા આદિ આઠ આદિ આગારવાળા જ છે અને આ=દિવસચરિમ પચ્ચખાણ ચાર આગારવાળું છે. આથી આગારોનું સંક્ષેપકરણ હોવાથી સફળ જ છે. આથી જ એકાસણાદિ દેવસિક જ હોય છે; કેમ કે રાત્રિભોજનનું ત્રિવિધ-ત્રિવિધથી જાવજીવનું પ્રત્યાખ્યાતપણું છે અર્થાત્ સાધુએ સંયમ ગ્રહણ કર્યું ત્યારથી રાત્રિભોજનનું ત્રિવિધ-ત્રિવિધથી પચ્ચકખાણ ગ્રહણ કરેલ છે છતાં દિવસે એકાસણા આદિનું પચ્ચખાણ કરે છે. તેથી એકાસણા આદિનું પચ્ચકખાણ દિવસ સંબંધી જ છે. વળી, ગૃહસ્થની અપેક્ષાએ આ=દિવસચરિમ પચ્ચકખાણ આદિત્યના ઉદ્દગમના અંતવાળું છે=સૂર્યના ઉદયના અંતવાળું છે, તેથી આજે સાંજના લીધેલું દિવસચરિમ પચ્ચકખાણ સવારના સૂર્યનો ઉદય ન થાય ત્યાં સુધીની મર્યાદાવાળું છે.
અહીં પ્રશ્ન થાય કે દિવસચરિમ એટલે દિવસના અંતે ગ્રહણ કરેલું એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય એથી આખી રાત્રિનું પચ્ચખાણ છે તે કેવી રીતે નક્કી થાય ? અર્થાતુ આખી રાતના આહારત્યાગનું પચ્ચખાણ છે તે કેવી રીતે નક્કી થાય ? તેથી કહે છે –
દિવસ શબ્દ અહોરાત્ર એ પ્રકારના પર્યાયપણાથી પણ વપરાય છે. તેથી પ્રસ્તુતમાં દિવસચરિમ પચ્ચકખાણ ગ્રહણ કરનારને આખી રાતની મર્યાદા સુધીનું પચ્ચકખાણ છે તેવો અર્થ થઈ શકે છે. અને ત્યાં=રાત્રિભોજનના વિષયમાં, જેઓને રાત્રિભોજનનો નિયમ છે=રાત્રિભોજનના ત્યાગનો નિયમ છે તેવા શ્રાવકોને આકદિવસચરિમ પચ્ચખાણ સાર્થક છે; કેમ કે અનુવાદપણાથી સ્મારકપણું છે–રાત્રિભોજનના ત્યાગનો નિયમ કરેલો છે તેનું ફરી દિવસચરિમ પચ્ચખાણ વખતે અનુવાદ થાય છે. જેથી રાત્રિભોજનનો ત્યાગ છે તેનું સ્મરણ થાય છે. વળી ભવચરમ=ભવચરમ પચ્ચકખાણ, બે આગારવાળું પણ છે. જ્યારે જાણે છે=ભવચરમ પ્રત્યાખ્યાન કરનાર જ્યારે જાણે છે, મહત્તર અને સર્વસમાધિ પ્રત્યયરૂપ આગારનું પ્રયોજન નથી ત્યારે અનાભોગ-સહસાત્કાર બે આગારો હોય છે; કેમ કે અંગુલી આદિનું અનાભોગથી કે સહસાત્કારથી મુખ પ્રક્ષેપનો સંભવ છે. આથી જ, આ=ભવચમ પચ્ચકખાણ આગાર વગરનું પણ કહેવાય છે; કેમ કે આગાર બેનું અનાભોગ-સહસાત્કાર રૂપ આગાર બે નું અપરિહાર્યપણું છે. તેથી તે બે આગાર સિવાય બીજા કોઈ આગાર નહિ હોવાથી ભવચરિમ પચ્ચખાણ આગાર વગરનું પચ્ચખાણ કહેવાય છે.
હવે અભિગ્રહ પ્રત્યાખ્યાન અને તે=અભિગ્રહનું પચ્ચખાણ, દંડપ્રમાર્જતા આદિ નિયમરૂપ છે. તેમાં=અભિગ્રહના પચ્ચકખાણમાં, ચાર આગારો હોય છે. તે આ પ્રમાણે –
“अन्नत्थणाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरइ" ।