________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨
૯૩
હતા. એ પ્રમાણે અનાભોગ અને સહસાકારથી અન્યત્ર=આ બે ને છોડીને પ્રતિજ્ઞા છે એ પ્રકારનો અર્થ છે. ત્યાં=અનાભોગ અને સહસાકારમાં અનાભોગ અત્યંત વિસ્મૃતિ છે. સહસાકાર અતિપ્રવૃત્ત યોગનું અનિવર્તન છે=પૂર્વમાં જે યોગ પ્રવર્તતો હોય તેનું અતિવર્તન થવાથી વ્રત ભંગ ન થાય. માટે સહસાકાર આગાર છે.”
હવે પોરિટીનું પ્રત્યાખ્યાન બતાવે છે – 'पोरुसिं पच्चक्खाइ, उग्गए सूरे चउब्विहंपि आहारं असणं ४, अण्णत्थणाभोगेणं सहसागारेणं पच्छन्नकालेणं दिसामोहेणं સાદૂવયli સવ્યસાહિત્તિયારે વસર' ! (પ્રત્યાખ્યાન આવશ્યક, હારિભદ્રીવૃત્તિ ૫. ૮૫૨)
પોરિસીનો અર્થ કરે છે. પુરુષ પ્રમાણ આવી તે પોરિસી છાયા કેવી રીતે ? એથી કહે છે. કર્ક સંક્રાંતિમાં પૂર્વાલમાં અથવા અપસતમાં જ્યારે શરીર પ્રમાણ છાયા થાય ત્યારે પોરિસી, તેનાથી યુક્તeતે છાયાથી યુક્ત કાલ પણ પૌરુષી=પ્રહર એ પ્રમાણે અર્થ છે. જેનાથી ઉત્તરાયતા એવી તેની રેખાનેત્રછાયાની રેખાને, જ્યારે દેહછાયા પર્યત સ્પર્શે છે ત્યારે સર્વ દિવસોમાં પોરિસી છે અથવા ઊભા રહેલા પુરુષના દક્ષિણ કર્ણમાં નિવેશિત એવા સૂર્યના દક્ષિણ આયતના આદ્ય દિનમાં જયારે જાનુ છાયા બે પદવાળી થાય છે ત્યારે પૌરુષી. જે પ્રમાણે –
“અષાઢ માસમાં દ્વિપદા, પોષ માસમાં ચાર પદા, ચૈત્ર અને આસો માસમાં ત્રણ પદા પોરિસી હોય છે.” (ઓઘનિર્યુક્તિ-૨૮૪),
‘તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. વળી હાનિ-વૃદ્ધિ આ પ્રમાણે છે –
“સાત રાતથી એક અંગુલ, વળી પક્ષથી=પખવાડિયાથી બે-અંગુલ વૃદ્ધિ અથવા હાનિ કરવી જોઈએ. માસથી ચાર અંગુલ છે.” (ઓઘનિર્યુક્તિ-૨૮૫) ‘તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
અને સાધુના વચનથી એ પ્રકારના આગારના વચનમાં પાદોન પ્રહરથી પણ અધિકાર છે. અર્થાત્ પોરિસીના સમય પહેલા પચ્ચકખાણ પારે તોપણ વ્રતભંગ નથી; કેમ કે સાધુના વચનથી અર્થાત્ ‘બહુપડિપન્ના પોરિસી’ એ પ્રકારના સાધુના વચનથી પોરિસી થઈ એમ માની પચ્ચકખાણ પારે છે. તેથી આગારને કારણે ભંગ નથી. આથી ત્યાં પૌરુષીની છાયાની ઉપરમાં આ પ્રક્ષેપ છે.
જેઠ-અષાઢ-શ્રાવણ રૂ૫ જિઠામૂલમાં છ અંગુલથી પ્રતિલેખના થાય છે. બીજી ત્રિકમ=ભાદરવો-આસો-કારતક રૂપ બીજી ત્રિકમાં આઠ અંગુલ વડે પ્રતિલેખના થાય છે. તeત્રીજી ત્રિકમાં માગસર-પોષ-મહા રૂપ ત્રીજી ત્રિકમાં ૧૦ અંગુલ વડે પ્રતિલેખના થાય છે. ચોથી ત્રિકમાં ફાગણ-ચૈત્ર-વૈશાખ રૂ૫ ચોથી ત્રિકમાં આઠ અંગુલ વડે પ્રતિલેખના થાય છે.” (યતિદિનચર્યા-૪૮)
પોરિસી પ્રત્યાખ્યાન સમાન પ્રત્યાખ્યાનવાળી સાઢપોરિસી વળી આ પ્રમાણે છે. “પોષ માસમાં દેહની છાયામાં નવ પદ વડે વળી સાઢપોરિસી તે બેની એક હાનિ યાવત્ અષાઢ માસમાં ત્રણ પદો"