________________
૯૨
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર
દંતવÍ=દાંત સાફ કરવાનું કાષ્ઠ–દાતણ, ચિત્ર તંબોલ=વિવિધ પ્રકારના મુખવાસ, તુલસી, કુહેડક આદિ, મધુ=મધ, પિપ્પલી કાળી પિપર, સૂંઠ આદિ અનેક પ્રકારના સ્વાદિમ છે.” (પંચાશક૫/૩૦, પ્રવચનસારોદ્ધાર-૨૧૦).
અનેક પ્રકારે એ પ્રમાણે શ્રાદ્ધવિધિની વૃત્તિમાં (પ. ૪૫) શું બતાવ્યું છે? તે ‘રથા'થી બતાવે છે. જે પ્રમાણે – સુંઠ, હળદર, પિપ્પલી, મરી, જીરું, અજમો, જાયફળ, જાવત્રી, કસેલ્લક, કાથો, ખદિખટિકા=ખદિરાવટી, જેઠીમધ, તમાલપત્ર, ઇલાયચી, લવિંગ, કાઠી, વિહંગ, બિડલવણ, અર્જક, અજમોદ, કુલિંજણ, પિપ્પલીમૂલ, ચિણીકબાબા, કબૂરક, મુસ્તા, કંટાસેલિઆ, કપૂર, સૌર્વચલ, હરડે, બિમીતક, કુમેઠો, બબૂલ, ધવ, ખદિર, ખીચડાદિકછલ્લી, પત્ર, પગ, હિંગલાષ્ટક=હિંગાષ્ટક, હિંગુત્રેવીશી, પંચકુલ, જવાસકમૂલ, વાવચી, તુલસી, કપૂરી કંદાદિ છે.
જીરું સ્વભાષ્ય અને પ્રવચનસારોદ્ધારના અભિપ્રાયથી સ્વાદ્ય છે. વળી કલ્પવૃત્તિના અભિપ્રાયથી ખાદ્ય છે. અજમક ખાદ્ય છે એ પ્રમાણે કેટલાક કહે છે. સર્વ સ્વાદ્ય એલોકર્પરાદિ અને જલ બે પ્રકારના આહારના પ્રત્યાખ્યાનમાં કહ્યું છે. વેસણ, વિરહાલી, સોઆ, કોઠવડી, આમલાગંઠી, આંબાગોલી, કઉચિલી, ચુઈપુત્ર વગેરે ખાદ્યપણું હોવાથી બે પ્રકારના આહારમાં કલ્પતા નથી=બે પ્રકારના આહારના પ્રત્યાખ્યાનમાં કલ્પતા નથી.
વળી ત્રિવિધ આહારમાં ત્રિવિધ આહારના પ્રત્યાખ્યાનમાં, પાણી જ કલ્પે છે. શાસ્ત્રોમાં મધ, ગોળ, સાકર, ખાંડ આદિ (ખંડાદિ) પણ ખાદ્યપણું હોવાને કારણે દ્રાક્ષ-સાકર આદિનું પાણી અને છાશ આદિ પાનકપણાથી કહેવાયેલું પણ બે પ્રકારના આહારમાં કલ્પતું નથી=બે પ્રકારના આહારનો ત્યાગ કરેલો હોય તેને કલ્પતું નથી અને કહેવાયું છે.
દ્રાક્ષનાં પાણી આદિ પાન અને ગોળ આદિ સ્વાદિમ સૂત્રમાં કહેવાયું છે તોપણ તૃપ્તિજનક છે. તેથી આચરિત નથી દ્વિવિધ આહારના ત્યાગમાં ગ્રહણ કરાતું નથી.” (નાગપુરીયગચ્છ પ્રત્યાખ્યાન ભાષ્ય)
અનાહારપણાથી વ્યવહાર કરાતાં દ્રવ્યોને પણ પ્રસંગથી બતાવે છે. તે આ પ્રમાણે – પંચાંગલિંબ, ગુડૂચી, કડુકરિયાતું, અતિવિષ, ચીડિસૂકડિ, રક્ષા, હરિદ્રા, રોહિણી, ઉપલોટ, વજ, ત્રિફલા, બાઉલછલ્લી એ પ્રમાણે અન્ય કહે છે. ધમાસો, સાહિત્ય, સંધિરીંગણી, એળીયો, ગુગ્ગલ, હરડીદલ, ઉણિ, બદરી, કંથેરિકરીરમૂલ, પૂંઆડ, મજીઠ, બોલ, બીઉ, કુંઆરી, ચીત્રક, કુંદર વગેરે અનિષ્ટ સ્વાદવાળા રોગાદિ આપત્તિમાં ચતુર્વિધ આહારમાં પણ-ચતુર્વિધ આહારના ત્યાગમાં પણ, આ=પૂર્વમાં વર્ણન કર્યા એ અણાહારી પદાર્થો કલ્પ છે. (શ્રાદ્ધવિધિવૃત્તિ ૫. ૪૫) પ્રસંગથી સર્યું.
અહીં પચ્ચખાણમાં, નિયમભંગના ભયથી આકારોને કહે છે. “અન્નત્થણાભોગેણં સહસાગારેણં', અહીં=અન્નત્થણાભોગેણં સહસાગારેણ આગારમાં પંચમીના અર્થમાં તૃતીયા છે. અન્યત્ર= અન્નત્થણાભોગેણંમાં રહેલ અન્નત્થ શબ્દ પરિવર્જન માટે છે=એ આગારોને છોડીને એ પ્રમાણે બતાવવા અર્થે છે જે પ્રમાણે “દ્રોણ-ભીખથી અન્યત્ર સર્વ યોદ્ધા પરામુખ હતા=યુદ્ધમાં પરાક્ષુખ