________________
GO
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર અનુવાદના ભંગીથી વચન છે=ગુરુના કથનની અપેક્ષાએ વચન છે. વળી શિષ્ય પ્રત્યારવ્યામિ=પચ્ચકખામિ' એ પ્રમાણે કહે છે. એ રીતે=જે રીતે પચ્ચખાઈમાં કહ્યું એ રીતે, વોસિરડું ત્યાગ કરું છું એ સ્થાનમાં પણ કહેવું વોસિરઈ એ ગુરુ બોલે છે અને પચ્ચખ્ખાણ કરનાર “વોસિરામિ' એ પ્રમાણે બોલે છે. કેવી રીતે પ્રત્યાખ્યાન કરે છે ? એથી કહે છે. ચારે પ્રકારના પણ આહારનું પ્રત્યાખ્યાન કરે છે. પરંતુ એકવિધ આહારનો=અભિઅવહાર્યનોઃખાવા-પીવા યોગ્ય વસ્તુનો ત્યાગ કરતો નથી. એ પ્રકારે ઉત્તરની સાથે સંબંધ છે= વોસિરઈ'ની સાથે સંબંધ છે અને આ=નવકારશીનું પચ્ચખાણ, ચાર પ્રકારના આહારનું જ થાય છે. એ પ્રમાણે કહેવાયું જ છે=પૂર્વમાં સાક્ષીપાઠમાં કહેવાયું જ છે; કેમ કે આનું=નવકારશીલા પચ્ચકખાણનું રાત્રિભોજનના તીરણપ્રાયપણું છે=રાત્રિભોજનનો જે ત્યાગ હતો તેની સમાપ્તિ તુલ્ય છે. તથા મુહૂર્તમાન અને નમસ્કારના ઉચ્ચારના અવસાનવાળું છે=સૂર્યોદયથી એક મુહૂર્તનો કાળ અને નમસ્કારના ઉચ્ચારણપૂર્વક પચ્ચખાણની સમાપ્તિવાળું નવકારશીનું પચ્ચખાણ છે.
નનુથી શંકા કરે છે. કાલનું અનુક્તપણું હોવાથી=નવકારશીના પચ્ચકખાણમાં પોરિસી આદિતી જેમ કાલનું કથન કરેલું નથી તેથી, આ=નવકારશીનું પચ્ચખાણ સંકેત પચ્ચકખાણ જ છે. અર્થાત્ જેમ સંકેત પચ્ચખાણમાં કાલમાન નથી પરંતુ ગાંઠ છોડી વાપરવાનું છે તેમ તવકારશીના પચ્ચખાણમાં પણ નમસ્કાર બોલીને વાપરવાની ક્રિયાની અનુજ્ઞા છે માટે સંકેત પ્રત્યાખ્યાન જ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે. એ પ્રમાણે તે કહેવું અર્થાત્ નવકારશી સંકેત પચ્ચકખાણ છે એ પ્રમાણે ન કહેવું; કેમ કે સહિત શબ્દથી મુહૂર્તનું વિશેષણ છે=નમસ્કાર સહિત એ પ્રકારના વચનમાં જે સહિત શબ્દ છે તેનાથી એક મુહૂર્ત પછી નમસ્કાર સહિત આહાર વાપરવાની અનુજ્ઞા છે એ પ્રકારનું કથન છે ‘નથ’થી શંકા કરે છે. મુહૂર્ત શબ્દ સંભળાતો નથી=ઉચ્ચારણ કરાતા નવકારશીના પચ્ચખાણમાં મુહૂર્ત શબ્દ સંભળાતો નથી. તેથી કેવી રીતે તેનું મુહૂર્તતું, વિશેષ્યપણું થાય? અર્થાત્ નમસ્કાર સહિત મુહૂર્તનું પચ્ચખાણ કરું છું. એ પ્રકારે મુહૂર્ત કેવી રીતે વિશેષ થાય ? અર્થાત્ થઈ શકે નહિ. તેનો ઉત્તર આપતાં કહે છે. અદ્ધા પ્રત્યાખ્યાનમાં=કાલના પ્રત્યાખ્યાનમાં, આના પાઠનું બલ હોવાથી=નવકારશીના પચ્ચખાણના પાઠનું બલ હોવાથી=નવકારશીના પચ્ચખાણના પાઠનું કથન હોવાથી, અંતે પોરિટી પ્રત્યાખ્યાનનું વક્ષ્યમાણપણું હોવાથી=અદ્ધા પ્રત્યાખ્યાનમાં નવકારશી પછી ઉત્તરના પોરિસીના પ્રત્યાખ્યાનનું વસ્યમાણપણું હોવાથી તેના પૂર્વેકપોરિસીના પચ્ચકખાણની પૂર્વે, મુહૂર્ત જ અવશેષ રહે છે=એક મુહૂર્તનું જ પચ્ચખાણ અવશેષ રહે છે. એથી નમસ્કાર સહિત મુહૂર્તનું પચ્ચખાણ નવકારશીથી ગ્રહણ થાય છે એમ અત્રય છે. ‘અથ'થી શંકા કરે છે. મુહૂર્ત દ્વયાદિક પણ કેમ પ્રાપ્ત થતા નથી=સૂર્યોદયથી બે મુહૂર્ત આદિ એ પ્રકારે કેમ પ્રાપ્ત થતું નથી અર્થાત્ અધ્યાહારથી જેમ એક મુહૂર્ત ગ્રહણ કરી શકાય તેમ અધ્યાહારથી બે મુહૂર્ત આદિ પણ ગ્રહણ કરી શકાય તેનો ઉત્તર આપતાં કહે છે. આનું=નવકારશીના પચ્ચખાણનું અલ્પ આકારપણું હોવાથી=બે જ આગારો હોવાથી અન્નત્થણાભોગાણં, સહસાગારેણં બે જ આગારો હોવાથી, મુહૂર્ત પ્રમાણ કાલમાતપણું છે