________________
૯૧
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૨ એમ અવય છે. દિ=જે કારણથી, પોરિસીમાં છ આગારો છે તે કારણથી આકારદ્વયવાળા આ= નવકારશીના, પચ્ચખાણમાં સ્વલ્પ જ કાલ અવશેષ રહે છે અર્થાત્ અંતમુહૂર્ત જ કાલ અવશેષ રહે છે. અને તે અંતમુહૂર્તકાલ નમસ્કારથી સહિત છે; કેમ કે પૂર્ણ પણ કાલ થયે છત=સૂર્યના ઉદય થયા પછી અંતર્મુહૂર્ત કાલ પૂર્ણ થયે છતે નમસ્કારના પાઠ વગર પ્રત્યાખ્યાનનું અપૂર્યમાણપણું છે=પ્રત્યાખ્યાન પૂર્ણ થતું નથી. નમસ્કારનો પાઠ હોવા છતાં પણ મુહૂર્તના અંદરમાં પચ્ચકખાણ પારવામાં આવે તો પ્રત્યાખ્યાનનો ભંગ છે. તે કારણથી આ સિદ્ધ છે=નવકારશીનું પચ્ચખાણ મુહૂર્તમાન કાલવાળું નમસ્કાર સહિત પ્રત્યાખ્યાન છે એ સિદ્ધ છે.
હવે ચાર પ્રકારના આહારને જ વ્યક્તિથી=અભિવ્યક્તિથી બતાવે છે. ૧. અશન, ૨. પાન, ૩. ખાદિમ, ૪ સ્વાદિમ. ત્યાં=ચાર પ્રકારના આહારમાં ખવાય છે તે અશન; કેમ કે ભોજનમાં “અ” ધાતુ છે એનું ટુ અંતવાળું રૂપ અશન થાય છે. અને પિવાય છે એ પાન છે; કેમ કે “' ધાતુનું લ્યુટ અંતવાળું રૂ૫ પાન થાય છે. અને ખવાય છે એ ખાદિમ' છે; કેમ કે ભક્ષણ અર્થમાં “વત્' ધાતુ છે એનું વક્તવ્યાદિ મત્ પ્રત્યયાંતનું ખાદિમ' રૂપ છે. એ રીતે=જે રીતે “વાલિમ' રૂપ બન્યું એ રીતે, સ્વાદન કરાય છે એ સ્વાદિમ છે; કેમ કે આસ્વાદક અર્થમાં “સ્વ” ધાતુ છે. અને એથી એનું રૂપ છેઃસ્વાદિમ રૂપ છે. અથવા ખાદ્ય અને સ્વાદ્ય છે ખાદિમં અને સ્વાદિમ ના બદલે ખાદ્ય-સ્વાદ્ય એ પ્રકારનું રૂપ છે=વિધ્યર્થ કૃદંત રૂપ ખાવા યોગ્ય અને સ્વાદ કરવા યોગ્ય પદાર્થોને બતાવતાર રૂપ છે. અને અશનાદિ આહારનો વિભાગ શ્રાદ્ધવિધિની વૃત્તિમાં આ પ્રમાણે છે.
અશન શાલ્યાદિ, મગ આદિ, સક્ત આદિ, પયાદિ, મોદકાદિ, ક્ષીરાદિ, સૂરણાદિ અને મંડાદિ છે. જેને કહે છે – અશન ઓદન, સસુગ, મગ, જગારી આદિ રાબડી આદિ, ખાદ્યકવિધિ=સુખડી, મોદક આદિ પક્વાન્ન, ક્ષીરાદિ દૂધ, દહીં વગેરે, સૂરણ આદિ=સૂરણકંદ વગેરે, અંડક આદિ માલપુઆ, ખાખરા આદિ જાણવા.” (પંચાશક-પ/૨૭, પ્રવચનસારોદ્ધાર-૨૦૧૭)
અને પાન સૌવીર, યુવાદિનું ધોવાણ, સુરાદિ, સર્વ અપકાય, કર્કટ જલાદિ છે, જેને કહે છે – “પાન સૌવીર, જવના ધોવાણનું પાણી, અને ચિત્ર સુરાદિકઘણા પ્રકારના મઘવિશેષ, સર્વ અપકાય બધું પાણી અને તે પ્રમાણે કર્કટક જલાદિકખજૂર, દ્રાક્ષ આદિનાં પાનક પીણાં છે.” (પંચાશક-પ/૨૮, પ્રવચનસારોદ્ધાર૨૦૮).
ખાદ્ય ભૃષ્ટ ધા=ભુંજાયેલું ધાન્ય, ગોળ, પપૈટિકા, ખજૂર, નારિયેળ, દ્રાક્ષો, કર્કટી=કાકડી, આમ્ર=કેરી, પનસ આદિ જેને કહે છે – “ભરોસં=ભક્ત એવું ઓસ=ભોજન એવું દાહ્ય=શેકાયેલા ચણા-શિંગ વગેરે, દંતાદિ ગોળથી સંસ્કૃત કરાયેલા દંત પવન વગેરે, ખજૂર, નારિયેળ, દ્રાક્ષ આદિ=દ્રાક્ષ, દાડમ વગેરે, કાકડી, કેરી, પાસ વગેરે બહુ પ્રકારનું ખાદિમ જાણવું.” (પંચાશક-પ/૨૯, પ્રવચનસારોદ્ધાર૨૦૯).
સ્વાધ દંતકાષ્ઠ–દાતણ, તાંબૂલ, તુલસિકા, પિંડ અર્જક, મધુપિપ્પલી ઇત્યાદિ જેને કહે છે –