________________
૯૪
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨ પૂર્વાર્ધના અગ્રમાં પ્રમાણપ્રસ્તાવથી વક્ષ્યમાણ પણ અહીં જ વિજ્ઞય છે.
પુરિમાઈમાંકપુરિમુઢ પચ્ચખાણમાં, પોષ માસમાં વિહત્યિ છાયા બાર અંગુલ પ્રમાણ છે. મહિને-મહિને બે અંગુલ હાનિ છે. અષાઢ માસમાં સર્વ નિષ્ઠિત છે–શૂન્ય છે.”
હવે સૂત્રશેષ વ્યાખ્યાન કરાય છે. પોરિસીનું પચ્ચકખાણ કરે છે. કેવી રીતે કરે છે ? તેથી કહે છે. ચાર પ્રકારના અશન, પાન, ખાદ્ય-સ્વાદ્ય લક્ષણ આહારને વાપરવાનો ત્યાગ કરે છે. એ પ્રમાણે ઉત્તરની સાથે સંબંધ છે=પચ્ચકખાણના અંતિમ ભાગ વોસિરઈ સાથે સંબંધ છે. અને અહીં=પોરિસીના પચ્ચખ્ખાણમાં છ આગારો છે. પ્રથમ બે પૂર્વની જેમ છે=નવકારશીના પચ્ચખાણની જેમ છે. પ્રચ્છન્નકાલ, સાધુવચન, દિમોહ અને સર્વસમાધિ પ્રત્યય આગારથી અન્યત્ર=એ આગારોને છોડીને, હું પચ્ચખાણ કરું છું એમ અવય છે. અને કાલની પ્રચ્છન્નતા જ્યારે વાદળ વડે, રજ વડે, પર્વત વડે, અંતરિતપણું હોવાને કારણે સૂર્ય દેખાતો નથી ત્યાં પોરિસીને પૂર્ણ જાણી=સંયોગ અનુસાર પૌરુષી પૂર્ણ થઈ છે એ પ્રમાણે નિર્ણય કરીને, અપૂર્ણ પણ તેમાં=પોરિસીમાં વાપરનારને ભંગ નથી=પોરિસીના પચ્ચકખાણનો ભંગ નથી. વળી જાણીને અર્ધ ખાધેલા વડે પણ તે પ્રમાણે જaખાધા વગર જ રહેવું જોઈએ અર્થાત્ પોરિસીનું પચ્ચકખાણ થયું છે એમ જાણીને વાપરવાનું શરૂ કર્યું હોય અને કોઈક રીતે જાણવામાં આવે કે પોરિસીનો સમય થયો નથી તો અર્ધ ખાધેલું જ મૂકીને પોરિટીના કાળ સુધી ખાવાનું છોડી દેવું જોઈએ. અર્થાત્ જ્યાં સુધી પોરિસી પૂર્ણ થાય ત્યાં સુધી તે પ્રમાણે જ બેસી રહેવું જોઈએ. પૂર્ણ થયે છ7=પોરિસી પૂર્ણ થયે છતે, ત્યારપછી વાપરવું જોઈએ. પૂર્ણ નથી એમ જણાયે છતે વાપરનારને ભંગ જ છે. વળી દિમોહ પણ જ્યારે પૂર્વમાં પણ=પૂર્વ દિશામાં પણ પશ્ચિમ દિશા છે એ પ્રમાણે જાણે છે ત્યારે, અપૂર્ણ પણ પોરિસીમાં મોહથી દિશામોહથી, વાપરનારને ભંગ નથી. વળી મોહવા વિગમમાં=દિશામોહના નિવર્તનમાં પૂર્વની જેમ જ અર્ધ વાપરેલા પણ રહેવું જોઈએ. નિરપેક્ષપણાથી વાપરનારને ભંગ જ છે પચ્ચકખાણનો ભંગ જ છે. સાધુવચન “ઉઘાટા પોરિસી' ઇત્યાદિક વિભ્રમનું કારણ છે. તેને સાંભળીને વાપરનારને ભંગ નથી. વળી, વાપરનાર વડે જ્ઞાત થયે છતે પોરિસી આવી નથી તે પ્રમાણે જણાયે છતે અથવા અન્ય વડે કહેવાય છતે પૂર્વની જેમ તે પ્રમાણે જ રહેવું જોઈએ=અર્ધ વાપરેલા જ રહેવું જોઈએ અને કૃત પોરિસી પચ્ચકખાણવાળાને સમુત્પન્ન તીવ્ર શૂલાદિ દુઃખપણાને કારણે ઉત્પન્ન થયેલા આર્ત-રૌદ્ર ધ્યાનમાં સર્વથા નિરાસ સર્વસમાધિ છે=આર્ત-રૌદ્ર ધ્યાનનું સર્વથા નિવારણ સર્વસમાધિ છે. તેનું પ્રત્યય=કારણ, તે જ આગાર છે=પ્રત્યાખ્યાનનો અપવાદ છે. તે સર્વસમાધિ પ્રત્યય આકાર છે. સમાધિ નિમિત ઓષધ પથ્યાદિ પ્રવૃત્તિમાં અપૂર્ણ પણ પોરિસીમાં વાપરે છે ત્યારે ભંગ નથી. એ પ્રમાણે અર્થ છે. અથવા કૃત પોરિસીવાળા વૈદ્યાદિ અવ્ય આતુરને અન્ય ગ્લાન સાધુને સમાધિ નિમિત્તે જ્યારે અપૂર્ણ પણ પોરિસીમાં વાપરે ત્યારે ભંગ નથી. વળી, અર્ધ મુક્ત અવસ્થામાં આતુરની સમાધિ થયે છતે અથવા મરણ ઉત્પન્ન થયે છતે તે પ્રકારે જ પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે જ, ભોજનનો ત્યાગ કરે=કોઈ વૈદ્ય કે વૈયાવચ્ચ કરનાર પોરિસીનું પચ્ચકખાણ કરેલું હોય અને કોઈ ગ્લાન સાધુની સમાધિ માટે જવાનું