________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨
૮૯
છે તે ગુણને કરનાર છે. તેથી આગાર વગરનું પચ્ચકખાણ વિસ્તૃત પચ્ચખાણ છે અને આગારવાળું પચ્ચકખાણ નાનું છે છતાં વિસ્તૃત પચ્ચકખાણનું સમ્યફપાલન ન થાય તો ગુરુ દોષ છે અને નાનું પણ પચ્ચકખાણ સમ્યફપાલન થાય તો મહાન લાભ છે. એ પ્રકારનો ગુરુ-લાઘવનો વિચાર કરીને ધર્મનાં કાર્યોમાં આગારપૂર્વક પચ્ચખાણ ગ્રહણ કરાય છે. આગાર કેમ રખાય છે ? તે બતાવ્યા પછી આગાર શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે.
પ્રત્યાખ્યાનના ભંગના પરિવાર માટે કરાય છે તે આકારો છે અને તેeતે આગારો, નમસ્કાર સહિત આદિ પચ્ચખાણોમાં=નવકારશી આદિ પશ્ચકખાણોમાં જેટલા થાય છે તેટલા બતાવાય છે.
“નવકારશીમાં બે જ આગારો છે. વળી પોરિસીમાં છ આગારો છે. વળી પુરિમુઢમાં સાત જ આગારો છે. એકાસણામાં આઠ જ આગારો છે.” ૧]
“એકલઠાણામાં સાત જ આગારો છે અને આયંબિલમાં આઠ જ આગારો છે. ઉપવાસમાં પાંચ જ આગારો છે. છ પાનકના પાણીના આગારો છે. અને ચરમમાં ચાર આગારો છેઃદિવસચરિમ અને ભવચરિમ પચ્ચખાણમાં ચાર આગારો છે.” રા. - “પાંચ અને ચાર આગારો અભિગ્રહમાં છે. વિવિગઈમાં આઠ અને નવ આગારો છે. અપ્રાવરણમાં–ચોલપટ્ટાના વિષયમાં, પાંચ આગારો છે. શેષમાં ચાર આગારો હોય છે ચોલપટ્ટા સિવાયના અભિગ્રહ અને દાંડા-પ્રમાર્જના આદિના વિષયમાં ચાર આગારો હોય છે.” (આવશ્યકનિર્યુક્તિ ૧૫૯-૧૬૦૧, પંચાશક-૫/૮-૧૦, પ્રવચનસારો ૨૦૩-૨૦૫). નિવિગઈમાં આઠ અને નવ આગારો કેવી રીતે છે ? તેથી કહે છે –
નવનીતમાં માખણમાં, ઓગાહિમમાં=પક્વ અન્નમાં, અદ્વ=કઠિન એવું દહીં, પિસિત-માંસ, ઘી, ગોળ તેમાં નવ આગારો હોય છે. શેષ દ્રવ્યોમાં આઠ આગારો હોય છે.” (આવશ્યકનિર્યુક્તિ ૧૬૦૨, પ્રવચનસારો. ૨૦૬, પંચાશક ૫/૧૧) * અપ્રાવરણમાં ચોલપટ્ટાના આગાર પાંચ છે. વળી વિવરણ સૂત્રની વ્યાખ્યા સહગત જ જાણવું. દ્વાર-૩=આગાર નામનું ત્રીજું દ્વાર પૂરું થયું છે.
હવે સૂત્ર-અર્થ રૂ૫ ચોથું અને પાંચમું દ્વાર બતાવે છે. “उग्गए सूरे नमुक्कारसहिअं पच्चक्खाइ, चउव्विहंपि आहारं असणं पाणं खाइमं साइमं, अन्नत्थणाभोगेणं सहसागारेणं વોસિર” (પ્રત્યાખ્યાન આવશ્યક સૂ.હરિભદ્રીવૃત્તિ ૫. ૮૪૯)
ઉદ્ગત સૂર્ય હોતે છત=સૂર્યના ઉદ્ગમથી માંડીને નમસ્કારથી=પરમેષ્ઠિના સ્તવથી સહિત યુક્ત, એવું નમસ્કાર સહિત પ્રત્યાખ્યાન કરે છે. સર્વ ધાતુઓ અર્થની સાથે વ્યાપ્ત કરે છે એ વ્યાયથી નમસ્કાર સહિત પ્રત્યાખ્યાન કરે છે=વિધેયપણાથી સ્વીકાર કરે છે. અર્થાત્ આત્માની જ્ઞાન-દર્શનચારિત્રની પરિણતિરૂપ સર્વ ધાતુઓ પ્રતિજ્ઞારૂપ અર્થની સાથે વ્યાપ્ત કરે છે સમ્યકજ્ઞાન, સમ્યફ રુચિ અને સમ્યફ પરિણતિપૂર્વક નવકારશી સહિત પ્રત્યાખ્યાન સ્વીકાર કરે છે. આFપચ્ચકખાઈ' ગુરુના