________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર વિગઈમાંથી ચાર માંસ આદિ મહાવિગઈનો ત્યાગ હોવાથી, બધાને છે=વિકૃતિનું પચ્ચખાણ કરનાર બધાને છે. ૩. ત્રીજા સ્થાનમાં એક-બે આસન અને એક સ્થાનનો નિયમ છે=એક આસનમાં એકાસણું કરાય છે. બે આસનમાં બેસણું કરાય છે. અને એકલઠાણામાં કાયાને અત્યંત સ્થિર કરીને એક હાથ અને મુખ સિવાય અન્ય અવયવો ન હાલે તે રીતે એક સ્થાનમાં ભોજન કરવાનો નિયમ કરાય છે. અને ત્યારપછી દ્વિવિધ-ત્રિવિધ કે ચતુર્વિધ આહારનું પચ્ચકખાણ કરાય છે એકાસણુંબિયાસણું કે એકલઠાણું કરીને ઊડ્યા પછી પાણી લેવાનું હોય તો ત્રિવિધ આહારનું પચ્ચખ્ખાણ હોય અને પાણી ન પીવાનું હોય તો ચતુર્વિધ આહારનું પચ્ચકખાણ હોય અને કોઈકને આશ્રયીને દ્વિવિધતું પણ પચ્ચકખાણ હોવું જોઈએ. અર્થાત્ અશન અને આદિમનો ત્યાગ હોવો જોઈએ. જેથી મુખવાસના શોખીન ભોજન કર્યા પછી પણ તેની છૂટ રાખતા હોવા જોઈએ. તેને આશ્રયીને દ્વિવિધનો પ્રયોગ કરાયેલો જણાય છે. ૪. ચતુર્થ સ્થાનમાં=પચ્ચખાણના ઉચ્ચારવા ચોથા સ્થાનમાં, પાણસ્સ ઈત્યાદિ છે=પાણસ્મ, લેવેણ વા-અલેવેણ વા આદિ ઉચ્ચારણ છે. ૫. પાંચમા સ્થાનમાં-પચ્ચખાણના ઉચ્ચારના પાંચમા સ્થાનમાં, દેશાવકાશિક વ્રત પૂર્વમાં ગ્રહણ કરાયેલ સચિરાદિ ચૌદ નિયમના સંક્ષેપ રૂપ ઉચ્ચાર્ય છે. એ રીતે=પૂર્વમાં પચ્ચકખાણનાં પાંચ ઉચ્ચારસ્થાન બતાવ્યાં એ રીતે, ઉપવાસમાં ચાર સ્થાનો છે. પ્રથમ સ્થાનમાં અભક્તાર્થકરણ છે=આહાર ત્યાગનું પચ્ચકખાણ છે. બીજા સ્થાનમાં પાન આહારનું પ્રત્યાખ્યાન છે. ત્રીજા સ્થાનમાં પાણસ્સ ઈત્યાદિ છે=પાણસ્સ લેવેણ વા ઈત્યાદિ છે. અને ચોથા સ્થાનમાં દેશાવકાશિક છે અને કહ્યું છે.
પ્રથમ સ્થાનમાં તેર=પચ્ચકખાણના ઉચ્ચારણના પ્રથમ સ્થાનમાં નવકારશી આદિ પાંચ કાલ પ્રત્યાખ્યાન અને સંકેત આદિ આઠ એમ તેર સ્થાનો છે. બીજા સ્થાનમાં ત્રણ=પ્રત્યાખ્યાનના ઉચ્ચારણના બીજા સ્થાનમાં એકાસણું, બેસણું અને એકલઠાણું એમ ત્રણ સ્થાનો છે. ચોથામાં પાણસ્સ છે–પ્રત્યાખ્યાનના ઉચ્ચારણના ચોથા સ્થાનમાં પાણસ્સ લેવેણ વા અલેવેણ વા ઈત્યાદિ છે અને પાંચમાં સ્થાનમાં દેશાવગાશિક છે.” (પ્રત્યાખ્યાન ભાગ-૬)
અને અહીં પચ્ચકખાણમાં, ઉપવાસ-આયંબિલ-નીવિગઈ ઈત્યાદિ અને પોરિટી આદિ પ્રાય ત્રિવિધ-ચતુર્વિધ આહારના છે–પોરિસી-સાઢપોરિસી આદિ જે પચ્ચકખાણ હોય ત્યાં સુધી ત્રણ આહાર કે ચાર આહારનો ત્યાગ છે. વળી અપવાદથી વિવિગઈ આદિ અને પોરિટી આદિ પચ્ચકખાણમાં દ્વિવિધ આહાર પણ છે. અર્થાત્ અપવાદથી કોઈએ પોરિસી આદિનું પચ્ચકખાણ કરીને વિવિગઈ આદિનું પચ્ચકખાણ કરેલ હોય તેને પણ બે પ્રકારના આહારનો ત્યાગ હોય તો પોરિસી આદિના પચ્ચકખાણ પૂર્વે મુખવાસ આદિ વાપરે તેવું પચ્ચકખાણ હોવાથી દ્વિવિધ આહાર પણ થાય છે. પરંતુ ઉત્સર્ગથી તો પોરિસી આદિ પચ્ચખાણ સુધી ચાર આહારતો કે ત્રણ આહારનો ત્યાગ હોય છે. વળી તવકારથી સહિત=નવકારશીનું પચ્ચખાણ, ચાર પ્રકારના આહારના ત્યાગવાળું જ છે. એ પ્રમાણે સંપ્રદાય છે. અર્થાત્ નવકારશી કરનાર નવકારશીના સમય સુધી ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે જ છે, જે કારણથી કહેવાયું છે. - - સાધુનું નમો નવકારશીનું પચ્ચખ્ખાણ, રત્તિપિ=રાતનું પણ પચ્ચખાણ ચતુર્વિધ આહારનું છે. સેસ શેષને=શ્રાવકોને