________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨
૮૫
અને સર્વ ઉત્તરગુણના પ્રત્યાખ્યાનમાંsઉત્તરગુણના બધા પ્રત્યાખ્યાનમાં સંકેત પ્રત્યાખ્યાન અને અદ્ધા પ્રત્યાખ્યાન બે પ્રકારનાં પ્રત્યાખ્યાન પ્રતિદિન ઉપયોગી જાણવાં. દ્વાર=પૂર્વમાં પ્રત્યાખ્યાન, તેના ભાંગા ઈત્યાદિ ૭ દ્વારા કહીને તેના વિષે કંઈક કહેવાય છે એમ કહ્યું તેમાંથી પ્રત્યાખ્યાન દ્વાર અહીં પૂર્ણ થયું, તેને બતાવવા માટે દ્વાર-૧ એમ કહ્યું છે. - હવે બીજું દ્વાર બતાવતાં કહે છે. વળી ભાંગાઓ ૧૪૭ થાય છે. અને તે ભાંગા પૂર્વમાં વ્રતાધિકારમાં બતાવેલા છે. અને તેના જ્ઞાનપૂર્વક પ્રત્યાખ્યાન શુદ્ધ થાય છે=૧૪૭ ભાંગાના જ્ઞાનપૂર્વક પ્રત્યાખ્યાન શુદ્ધ થાય છે. જે કારણથી કહેવાયું છે.
“પચ્ચખ્ખાણમાં ૧૪૭ ભાંગા જેને પ્રાપ્ત થયા છે=જેના દ્વારા યથાર્થ જણાયા છે. તે ખરેખર પચ્ચખ્ખાણમાં કુશળ છે. વળી, શેષઃશેષ જીવો જેઓને પચ્ચખ્ખાણના ભાંગાનું જ્ઞાન નથી તેઓ, અકુશલ છે= પચ્ચખાણના વિષયમાં અકુશલ છે.” (શ્રાવકવ્રતભંગ પ્ર. ૮, પ્રવચનસારોદ્ધાર ૧૩૩૮).
અથવા આ પ્રમાણે છે.
“પ્રત્યાખ્યાતા એવા ગુરુ અને પ્રત્યાખ્યાન કરનારા એવા શિષ્યોના જાણનારાં અને નહિ જાણનારાં પદો વડે નિષ્પન્ન ચાર ભાંગાઓ જ્ઞાતવ્ય થાય છે.” (આવશ્યકનિર્યુક્તિ-૧૬૧૩)
અહીં ખરેખર સ્વયં કૃતપચ્ચખાણવાળો શ્રાવક કાલમાંsઉચિતકાલમાં, વિનયપૂર્વક સમ્યફ ઉપયુક્ત ગુરુવચનની સાથે અનુઉચ્ચાર કરતો=ગુરુ પચ્ચખાણ આપે ત્યારે મનમાં સ્વયં બોલતો, સ્વયં જાણતો=પ્રત્યાખ્યાનના વિકલ્પોને જાણતો, જાણકાર જ એવા ગુરુ પાસે પ્રત્યાખ્યાન કરે છે. ત્યાં ‘જ્ઞપણામાં પચ્ચકખાણના સ્વરૂપના જ્ઞાનપણામાં ચતુર્ભગી છે. બંનેના પચ્ચકખાણ લેનાર અને પચ્ચકખાણ આપનાર બંનેના, જ્ઞપણામાં=પચ્ચખાણના યથાસ્વરૂપના જાણકારપણામાં પ્રથમ ભાંગો પ્રાપ્ત થાય છે તે શુદ્ધ છે. ગુરુના જ્ઞપણામાં ગુરુ પચ્ચકખાણની મર્યાદાને જાણતા હોય અને શિષ્યના અજ્ઞાતપણામાં બીજો ભાંગો પ્રાપ્ત થાય છે. ત્યાં=બીજા ભાંગામાં, તત્કાલ શિષ્યને સંક્ષેપથી બોધ કરાવીને=પચ્ચકખાણ આપતાં પહેલાં શિષ્યને સંક્ષેપથી બોધ કરાવીને, જ્યારે ગુરુ પ્રત્યાખ્યાન કરાવે છે ત્યારે આ પણ=બીજો ભાંગો પણ શુદ્ધ છે. વળી, અન્યથા અશુદ્ધ છે=જાણકાર ગુરુ શિષ્યને સંક્ષેપથી પચ્ચકખાણની મર્યાદા બતાવ્યા વગર પચ્ચકખાણ કરાવે તો અશુદ્ધ છે. જ્ઞ=પચ્ચકખાણના સ્વરૂપને જાણનાર એવો શ્રાવક, અજ્ઞની પાસે ગુરુ આદિના અભાવમાં બહુમાનથી ગુરુના કાકા આદિ પાસે, પચ્ચકખાણ કરે. આ પણ શુદ્ધ છે. બંનેનું અજ્ઞપણું હોતે છતે=પચ્ચખાણ આપનાર કે લેનાર બંનેનું પચ્ચખાણના સ્વરૂપ વિષયક અજ્ઞપણું હોતે છતે, અશુદ્ધ જ છેઃગ્રહણ કરાયેલું પચ્ચકખાણ અશુદ્ધ જ છે. અને અહીં=પચ્ચખાણના વિષયમાં, ગુરુનું અથવા પોતાનું=પચ્ચખાણ લેનારનું જ્ઞાણું-પ્રત્યાખ્યાન તેનાં ઉચ્ચારસ્થાનો, ભાંગાઓ, આગાર, શુદ્ધિ, સૂત્રાર્થ=પચ્ચખાણનાં સૂત્રો અને તેનો અર્થ, ફલ=પચ્ચકખાણનું ફલ, કથ્થ-અકથ્યના વિભાગાદિનું જ્ઞાન હોતે છતે જ થાય છે.