________________
૮૪
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | બ્લોક-૨
વર્તમાનમાં આ તપ વિચ્છિન્ન છે. (૫) સાકાર પ્રત્યાખ્યાન - મહત્તરાદિ-સહકાર વડે જે વર્તે છે=આકારો સહિત વર્તે છે તે સાકાર તપ છે. (૬) નિરાકાર પ્રત્યાખ્યાન - મહત્તરાદિ સાકારથી નિર્ગત નિરાકાર છે. નિરાકારમાં પણ=નવકારથી આદિ નિરાકારરૂપ તપમાં પણ અનાભોગ-સહસાત્કાર રૂપ આકારદ્વયનો અવયંભાવ હોવાથી મહત્તરાકારાદિ આકારના વર્જનનું આશ્રયણ છે. અર્થાત્ જેમ અનાભોગસહસાત્કારરૂપ બે આગારો છે તેવા નવકારથી આદિ પચ્ચકખાણ નિરાકાર છે. અને જેમાં મહત્તરાગારેણં આદિ આકારો છે=આગારો છે, તે સાકાર તપ છે. તે પ્રકારનો સાકાર-નિરાકાર પ્રત્યાખ્યાનનો વિભાગ છે. (૭) પરિમાણકૃત પ્રત્યાખ્યાન - દત્તી કે ક્વલાદિની મર્યાદાથી પરિમાણકૃત જે એકાસણાદિ તપ હોય તે પરિમાણકૃત પ્રત્યાખ્યાન છે. (૮) નિરવશેષ પ્રત્યાખ્યાન :- સર્વ અસન-પાનના ત્યાગથી નિરવશેષ પચ્ચખાણ થાય છે. (૯) સંકેત પ્રત્યાખ્યાન - અંગૂઠો, મુઠી કે ગ્રંથિ આદિ ચિકનથી ઉપલક્ષિત એવો સંકેત અને તે=સંકેત પચ્ચકખાણ, શ્રાવક પોરિસી આદિ પ્રત્યાખ્યાન કરીને ક્ષેત્રાદિમાં ગયેલો અથવા ઘરે રહેલો ભોજનકાળની પ્રાપ્તિ પૂર્વે પ્રત્યાખ્યાન રહિત ન રહું એથી અંગૂષ્ઠાદિનો સંકેત કરે છે તે સંકેતને જ સ્પષ્ટ કરે છે. જ્યાં સુધી અંગૂઠાને, મુષ્ટિને કે ગ્રંથિને ન મૂકું અથવા ઘરમાં પ્રવેશ ન કરું અથવા સ્વેદબિંદુ જ્યાં સુધી-સુકાય નહિ અથવા આટલા ઉચ્છવાસો જ્યાં સુધી થાય નહિ, જલાદિ મંચિકામાં જ્યાં સુધી આ બિંદુઓ સુકાય નહિ અથવા દીવો જ્યાં સુધી બુઝાય નહિ ત્યાં સુધી હું ખાઈશ નહિ, જેને કહે છે –
“અંગૂઠો, મુઠી, ગ્રંથિ, ઘર, સેત્રસ્વેદબિંદુ, ઉશ્વાસ, સિબુક પાણીનું બિંદુ, જ્યોતિષ્ક=દીવો. તેઓને ચિહ્ન કરીને જે કરાય છે એ સંકેત પચ્ચખાણ ધીર એવા અનંતજ્ઞાની વડે કહેવાયું છે.” (આવશ્યકનિર્યુક્તિ ૧૫૭૮)
(૧૦) અદ્ધા પ્રત્યાખ્યાન - અદ્ધા=કાલ, તદ્ વિષય પ્રત્યાખ્યાન ૧૦ પ્રકારનું છે. જેને કહે છે. “નવકારશી, પોરિસી, પરિમુઠ, એકાસણું, એકલઠાણું, આયંબિલ, અભક્તાર્થsઉપવાસ અને ચરમ અભિગ્રહ=દિવસચરિમ રૂ૫ ચરમ અભિગ્રહ, ભવચરિએ રૂપ ચરમ અભિગ્રહ એમ બે ચરમ અભિગ્રહ છે. અને વિગઈ. આ દસ અદ્ધા પચ્ચખાણ છે.” (આવશ્યકતિયુક્તિ-૧૫૯૭, પ્રવચનસારોદ્ધાર ગાથા ૨૦૨).
નનુ'થી શંકા કરે છે. એકાસણાદિ પ્રત્યાખ્યાન કેવી રીતે અદ્ધા પચ્ચખાણ છે?=અદ્ધા પચ્ચકખાણ નથી. દિ=જે કારણથી, ત્યાં=એકાસણાદિમાં કાળનો નિયમ નથી. તેને ઉત્તર આપતાં કહે છે. તારી વાત સાચી છે. અદ્ધા પ્રત્યાખ્યાનપૂર્વક એકાસણાદિ પ્રાયઃ કરાય છે. અર્થાત્ પોરિસી-સાઢપોરિસી આદિ રૂપ અદ્ધા પચ્ચકખાણપૂર્વક એકાસણા-આયંબિલ આદિ પ્રત્યાખ્યાન પ્રાયઃ કરાય છે. એથી અદ્ધા પ્રત્યાખ્યાનપણાથી કહેવાય છે=એકાસણાદિને પણ અદ્ધા પચ્ચકખાણ કહેવાય છે. જે કારણથી પંચાશકવૃત્તિમાં કહેવાયું છે.
“એકાસણું-આયંબિલાદિ પચ્ચકખાણ જો કે પરિમાણકૃત છે તોપણ અદ્ધા પ્રત્યાખ્યાનપૂર્વકપણાથી અદ્ધા પ્રત્યાખ્યાનમાં જ ગણાય છે.”
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.