________________
૮૨
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૨ મિથ્યા વર્તે છે=મોક્ષસાધનના વિપર્યયભૂત વર્તે છે. મારું તે પ્રકારનું દુષ્કૃત પાપ છે=તસ્સ મિચ્છા શબ્દથી તે અપ્રીતિક અને વિનયપરિહીન મિથ્યા વર્તે છે એ પ્રકારનો અર્થ છે અને મિચ્છામિ દુક્કડમ્માં રહેલા મિ દુક્કડથી મારું તે પ્રકારે દુષ્કૃત પાપ છે એ પ્રકારે પોતાના દોષના સ્વીકારરૂપ અપરાધનું ક્ષમણ છે=પોતાના અપરાધની ક્ષમાયાચના છે અને ક્ષમાયાચના કરીને ફરી વંદન આપે છે. અને વંદનપૂર્વક આલોચના અને ક્ષમાપના છે. એથી કરીને વંદન પછી તે=આલોચના અને ક્ષમાપના, વ્યાખ્યાન કરાયાં છે. અને અન્યથા પ્રતિક્રમણના અવસરમાં તેનો અવસર છે=આલોચના અને ક્ષમાપનાનો અવસર છે. આ પ્રકારે દ્વાદશાવર્ત વંદનની વિધિ છે. અને હવે ગુરુના વ્યાક્ષિપ્તપણાદિના કારણે બૃહદ્ વંદનનો અયોગ હોતે છતે છોભવંદનથી પણ ગુરુને વંદન કરે છે. અને વંદનનું ફલ કર્મનિર્જરા છે=દૃઢ પ્રણિધાનપૂર્વક પ્રવર્ધમાન સંવેગથી યુક્ત કરાતા વંદનનું ફલ. સ્વઅધ્યવસાયના પ્રકર્ષાનુસાર કર્મનિર્જરા છે, જેને કહે છે.
“હે ભગવન્ ! વંદનથી જીવ શું અર્જન કરે છે તેનો ઉત્તર આપતાં ભગવાન કહે છે. હે ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિઓ નિબિડ બંધનથી બંધાયેલી શિથિલ બંધનથી બંધાયેલી કરે છે. ચિરકાલ સ્થિતિવાળું થયેલું કર્મ અલ્પકાલ સ્થિતિવાળું કરે છે. તીવ્ર અનુભાવવાળું કર્મ-મંદ અનુભવવાળું કરે છે. ઘણા પ્રદેશ અગ્રવાળું કર્મ અલ્પપ્રદેશ અગ્રવાળું કરે છે. અનાદિ અનવદગ્ર=અનાદિ અનંત સંસાર રૂપી જંગલમાં પરિવર્તન પામતો નથી અર્થાત્ પરિમિત સંસારભ્રમણવાળો થાય છે. અને
હે ભગવન્ ! વંદનથી જીવ શું અર્જન કરે છે ? ભગવાન ઉત્તર આપે છે. હે ગૌતમ ! વંદનથી જીવ નીચગોત્ર કર્મનો ક્ષય કરે છે. ઉચ્ચગોત્ર કર્મ બાંધે છે. અપ્રતિહત આજ્ઞા ફલવાળું સૌભાગ્ય નિવર્તન કરે છે=જન્માંતરમાં જેમની આજ્ઞા કોઈ ઓળંગે નહિ તેવા શ્રેષ્ઠ સૌભાગ્યને પ્રાપ્ત કરે છે.” (ઉત્તરાધ્યયન ૩૦-૧૦)
આ રીતે બૃહદ્વંદનથી ગુરુને વંદન કરીને શ્રાવક તેમના મુખથી સ્વશક્તિ અનુસાર પ્રત્યાખ્યાનને કરે છે=ગુરુ પાસેથી ઉપવાસાદિનું સ્વશક્તિ અનુસાર પચ્ચક્ખાણ ગ્રહણ કરે છે. અહીં=પચ્ચક્ખાણના વિષયમાં
“પ્રત્યાખ્યાનો, તેના ભાંગા, આકાર=પચ્ચક્ખાણતા આગારો, સૂત્ર, અર્થ, શુદ્ધિ, પ્રત્યાખ્યાનનું ફલ અને હવે કંઈક જ કહેવાય છે.”
..
ત્યાં પ્રત્યાખ્યાન શબ્દનો વ્યુત્પત્તિ અર્થ કરે છે. પ્રત્યાખ્યાનમાં ‘હ્યા’ ધાતુ પ્રકથનના અર્થમાં છે. એથી આનું=‘હ્યા' ધાતુનું પ્રતિ અને આત્ પૂર્વક લ્યુટ અંતવાળું રૂપ છે. ‘પ્રતિ' શબ્દનો અર્થ પ્રતિકૂલપણાથી છે. ‘આ’ શબ્દ મર્યાદાપણાથી છે. ‘ધ્યાનં’ શબ્દ પ્રકથન અર્થમાં છે. તેથી પ્રતિકૂલપણાથી મર્યાદાથી પ્રકથન એ પ્રત્યાખ્યાન. અર્થાત્ મોહના પ્રતિકૂલપણાથી શાસ્ત્રમર્યાદાપણાથી પાપની નિવૃત્તિનું કથન તે પ્રત્યાખ્યાન છે. કૃત્ય અને લ્યુટ પ્રત્યય બહુલ અર્થમાં છે એ પ્રકારનું વચન હોવાથી અન્યથા પણ=‘ધ્યાન' શબ્દનો અન્ય પ્રકારે અર્થ કરવામાં આવે તોપણ, અદોષ છે. અથવા આના દ્વારા મનોવાકાયજાલથી પ્રત્યાખ્યાન કરાય છે=કંઈક અનિષ્ટ નિષેધ કરાય છે. એ પ્રત્યાખ્યાન ક્રિયા અને ક્રિયાવાનનો=પ્રત્યાખ્યાનની ક્રિયા અને પ્રત્યાખ્યાન ક્રિયા કરનાર જીવનો સ્થંચિત્ અભેદ