________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર
અને તે અપ્રીતિકર શેના વિષયમાં થયું ? તે બતાવતાં કહે છે – ભક્તમાંeભોજનના વિષયમાં, પાણીના વિષયમાં, વિનયના વિષયમાં અવ્યુત્થાનાદિ રૂપ વિનયના વિષયમાં, વૈયાવચ્ચના વિષયમાં અથવા ઔષધ પથ્યાદિ દ્વારા અવષ્ટહ્મરૂપ વ્યાપારના વિષયમાં ગુરુના સ્વાથ્ય અર્થે ઉચિત ઔષધ-પથ્ય આહારાદિ આપવાના વિષયમાં, પોતે જે અપ્રીતિકર કર્યું હોય તેના વિષયમાં, આલાપમાં=સકૃત જલ્પનરૂપમાં, સંલાપમાં=પરસ્પર કથનરૂપ સંલાપમાં, ઉચ્ચાસનમાં= ગુરુના આસનથી ઊંચા આસનમાં, સમાસનમાંeગુરુના આસનની સાથે તુલ્ય આસનમાં, અંતરભાષામાં બોલતા ગુરુની વચમાં ભાષણરૂપ અંતરભાષામાં, ઉપરિભાષામાંeગુરુના કથન પછી તરત જ વિશેષ પ્રકારનું ભાષણ બોલવામાં જેનાથી ગુરુ કરતાં પોતાની અધિકતા જણાય તેવું બોલાય તેમાં, આ ભક્તાદિમાં જે કંઈ સમસ્ત અથવા સામાન્યથી મારું વિનયપરિહીન=શિક્ષાવિયુક્ત થયું હોય મનસ્વીપણાથી જે કર્યું હોય તેનું હું મિચ્છામિ દુક્કડમ્ આપું છું. એમ અવય છે. વિનયપરિહીન પછી સૂત્રમાં ‘સંજાત' શબ્દ અધ્યાહાર છે. વિનય પરિહીનના જ વૈવિધ્યને કહે છે. સૂક્ષ્મ અથવા બાદર વિનયપરિહીન થયું હોય એમ અવય છે. સૂક્ષ્મ=અલ્પ પ્રાયશ્ચિત્તથી વિશોધ્ય એવું વિનયપરિહીન બાદર=ઘણા પ્રાયશ્ચિત્તથી વિશોધ્ય એવું વિનયપરિહીન થયું હોય. સૂત્રમાં બે વા' શબ્દો બંનેનું પણ=સૂક્ષ્મ અથવા બાદર બંને પ્રકારના વિનય પરિહીનનું મિથ્યા દુષ્કૃતના વિષયપણાની તુલ્યતાના ઉલ્માવત માટે છે. અર્થાત્ સૂક્ષ્મ વિનયપરિહીન થયું હોય અથવા બાદર વિનયપરિહીન થયું હોય એ બંને મિથ્યા દુષ્કૃત આપવાનો વિષય છે એમ સૂચિત છે. તમે જાણો છો; કેમ કે સકલ ભાવનું વેદકપણું છે =કોની કઈ પ્રવૃત્તિ ઉચિત છે ? અનુચિત છે? એ સકલ ભાવોને ગુરુ જાણે છે; કેમ કે યોગક્ષેમ કરનારા ગુરુ શિષ્યના સર્વ ભાવોને જાણનારા હોય છે. હું જાણતો નથી'; કેમ કે મૂઢપણું છે અર્થાત્ આ પ્રવૃત્તિ વિનયપરિહીન છે. તેને જાણવામાં મૂઢપણું હોવાને કારણે જ મારાથી તેવી પ્રવૃત્તિ થઈ છે અથવા તમે જાણતા નથી; કેમ કે તમને ખ્યાલ ન આવે તે રીતે મારા વડે પ્રચ્છન્ન કરાયું છે અને હું જાણું છું; કેમ કે કષાયને વશ થઈને કે પ્રમાદને વશ થઈને વિનયપરિહીનની પ્રવૃત્તિ મારા વડે કરાઈ છે માટે હું જાણું છું અથવા તમે જાણતા નથી; કેમ કે બીજા વડે કરાયેલું છે. હું જાણતો નથી; કેમ કે વિસ્મરણ થયેલું છે. અને તમે જાણો છો. અથવા હું પણ જાણું છું; કેમ કે બંનેને વિનયહીન પ્રવૃત્તિ પ્રત્યક્ષ છે. આ પણ જાણવા=અન્ય વિકલ્પો સૂત્રમાં બતાવ્યા નથી તે સર્વ વિકલ્પો અર્થથી જાણવા. તેનું=ષષ્ઠી-સપ્તમીનો અભેદ હોવાથી તે અપ્રીતિકર વિષયમાં અને વિનયપરિહીનતા વિષયમાં હું મિચ્છામિ દુક્કડમ્ આપું છું. મિચ્છામિ દુક્કડમ્' એ શબ્દ પોતાના દુશ્વરિતના અનુતાપનું સૂચક છે. અથવા પોતાના દોષના સ્વીકારનું સૂચક છે. પ્રતિક્રમણ એ પ્રકારનું પારિભાષિક વાક્ય છે. પ્રયચ્છામિ એ અધ્યાહાર છે=મિચ્છામિ દુક્કડમ્ આપું છું એ પ્રકારે અંતે આપું છું' એ શબ્દ અધ્યાહાર છે. “અથવાથી તસ્સ મિચ્છામિ દુક્કડમ્'નો બીજી રીતે અર્થ કરે છે. “તસ્ય' એ શબ્દનો વિભક્તિ પરિણામ હોવાથીeષષ્ઠી અર્થમાં પરિણામ હોવાથી તેનું અપ્રીતિક અને વિનયપરિહીન=ભક્તપાતાદિ વગેરેનું અપ્રીતિક અને વિનયપરિહીન