________________
૮૦
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર આના દ્વારા દુશ્લેષ્ટિત શબ્દ દ્વારા કાયિક અતિચારતે કહે છે. આ અતિચારનું શું ? એથી કહે છે. ‘ઇચ્છાકારેણ થી આજ્ઞા આપો=આપની ઇચ્છાથી મને પ્રતિક્રમણની આજ્ઞા આપો. એ પ્રમાણે કહીને મૌન રહેલો શિષ્ય ગુરુમુખને જોતો રહે છે. ત્યારે ગુરુ કહે છે પ્રતિક્રમણ કર. હું ઇચ્છું છું=આ તમારું વચન હું ઇચ્છું . તેનું દેવસિક અતિચારનું મિચ્છામિ દુક્કડમ્ છે=પોતાનું દુષ્કૃત મિથ્યા છે એ પ્રકારની જુગુપ્સા છે. અને બીજા વાંદણામાં અવગ્રહના અંતમાં રહેલો જ શિષ્ય અર્ધઅવનતકાયવાળો પોતાના અપરાધની ક્ષામણાને કરવાની ઈચ્છાવાળો ગુરુ પ્રત્યે આ કહે છે. ઇચ્છાકારેણ સંદિસહ' એ પ્રમાણે કહે છે તેનો અર્થ સ્પષ્ટ કરે છે. ઇચ્છાકારથી=સ્વકીય અભિલાષથી પરંતુ બલાભિયોગાદિથી નહિ. તમે આજ્ઞા આપો. આજ્ઞાદાનના જ વિષયને બતાવતાં આ કહે છે=આગળમાં બતાવે છે તે કહે છે. - ‘અભુઠિઓડષ્ઠિ અભિતરદેવસિએ ખામેમિ' તેનો અર્થ સ્પષ્ટ કરે છે. અભ્યસ્થિત છું-હું પ્રારબ્ધ છું. આના દ્વારા અન્ય અભિલાષ માત્રના ત્યાગથી ક્ષમાપનાની ક્રિયાનો પ્રારંભ કહે છેઅન્ય ક્રિયાના ત્યાગપૂર્વક માત્ર ગુરુની સાથે ક્ષમાપનાની ક્રિયા માટે પ્રારંભવાળો હું છું એમ બતાવાયેલ છે. ‘અભિતરદેવસિએ=દિવસની અંદર સંભવતા અતિચારોની હું ક્ષમા યાચું છું. એ પ્રકારે એક વાચના છે એક આચાર્યના મતે કથન છે. વળી અન્ય આ પ્રમાણે કહે છે. “ઈચ્છામિ ખમાસમણો ! અભુઠિઓમિ અભિતરદેવસિઅં ખામેઉં તેનો અર્થ સ્પષ્ટ કરે છે. હું ઇચ્છું છું-ક્ષમા માંગવા માટે હું ઇચ્છું છું. હે ક્ષમાશ્રમણ ! હું કેવલ ઈચ્છતો નથી પરંતુ અમ્યુત્થિત થયો છું=તત્પર થયો છું. બાકીનું પૂર્વની જેમ જ=પૂર્વની એક વાચતાની જેમ જ અર્થ કરવો. આ પ્રમાણે સ્વઅભિપ્રાયનું પ્રકાશન કરીને શિષ્ય મૌન રહે છે. જ્યાં સુધી ગુરુ કહે છે 'ખમાવ' તેથી સરુના વચનને બહુ માનતો એવો શિષ્ય કહે છે. “ઇચ્છે ખામેમિ.’ આપની આજ્ઞાને હું ઈચ્છું . અને સ્વ અપરાધની ક્ષમા યાચું છું. આના દ્વારા='ખામેમિ’ એ પદ દ્વારા ક્ષમાપનાની ક્રિયાના પ્રારંભને કહે છે. ત્યારપછી વિધિવાળાં પાંચ અંગો વડે=શાસ્ત્રોક્ત વિધિની મર્યાદાપૂર્વક પાંચ અંગો વડે, સ્પર્શાવેલી ધરણીતલવાળો એવો શિષ્ય મુહપત્તિ વડે સ્થગન કરાયેલા મુખતા દેશવાળો આ કહે છે. વ્યાખ્યા :
‘જંકિંચિ' જે કંઈ સામાન્યથી અથવા નિરવશેષ અપ્રીતિકઃઅપ્રીતિ માત્રને કરનાર, પરપતિક=પ્રકૃષ્ટ અપ્રીતિક અથવા પરપ્રત્યય=પરહેતુક, અને આનું ઉપલક્ષણપણું હોવાથી આત્મપ્રત્યય એ પ્રમાણે જાણવું. તમારા વિષયમાં મારાથી થયેલું અથવા તમારી સાથે મારા વડે કરાયેલું એ પ્રમાણે વાક્ય અધ્યાહાર છેઃકરાયેલું એ પ્રમાણે વાક્ય સૂત્રમાં અધ્યાહાર છે. તેનું મિચ્છામિ દુક્કડમ્ હું આપું છું એ પ્રમાણે ઉત્તરની સાથે સંબંધ છે. આ પ્રકારે અત્યંત ઉપયોગપૂર્વક બોલવાથી શિષ્યને ઉપસ્થિત થાય છે કે જિતવચનથી વિપરીત પ્રમાદવશ પોતે જે કંઈ કર્યું હોય તે ગુણસંપન્ન ગુરુને અપ્રીતિકર છે અને તેવું અપ્રીતિકર પ્રમાદવશ પોતાનાથી જે થયું છે તેનું હું મિચ્છામિ દુક્કડમ્ આપું છું. જેથી ગુણવાન ગુરુના વચનાનુસાર અપ્રમાદથી સર્વ કૃત્યો કરવાને અનુકૂળ બલસંચય થાય છે.