________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-કર હોવાથી પ્રત્યાખ્યાનની ક્રિયા જ પ્રત્યાખ્યાન છે અથવા આ હોતે છતે=પ્રત્યાખ્યાનની ક્રિયા હોતે છતે, પ્રત્યાખ્યાન કરાય છે=કોઈક અનિષ્ટનું વિવર્તન કરાય છે એ પ્રત્યાખ્યાત છે અને તે=પ્રત્યાખ્યાન, બે પ્રકારનું છે. મૂલગુણરૂપ અને ઉત્તરગુણરૂપ. એક-એક પણ સર્વ અને દેશના ભેદથી બે પ્રકારનું છે. સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન સાધુનાં પાંચ મહાવ્રતો છે. દેશમૂલગુણ પ્રત્યાખ્યાન શ્રાવકોનાં પાંચ અણુવ્રતો છે. સાધુઓના સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાન અનેક પ્રકારનાં છે. જે ‘થા'થી બતાવે છે.
પિંડની જે વિશુદ્ધિ, સમિતિ, ભાવના, બે પ્રકારનો તપ, પ્રતિમા=સાધુની પ્રતિમા, અભિગ્રહ ઉત્તરગુણો જાણવા.” in૧II
શ્રાવકોના દેશોત્તરગુણ પ્રત્યાખ્યાન સાત શિક્ષાવ્રત છે. ત્યાં=મૂલગુણ પ્રત્યાખ્યાનમાં, મૂલગુણોનું પ્રત્યાખ્યાનપણું છે; કેમ કે હિંસાદિનું નિવૃત્તિરૂપપણું છે. વળી, પિંડવિશુદ્ધિ આદિ અને દિવ્રતાદિરૂપ ઉત્તરગુણોનું પ્રત્યાખ્યાનપણું છે; કેમ કે પ્રતિપક્ષનું નિવૃત્તિરૂપપણું છે. એ પ્રમાણે આવશ્યકવૃત્તિ - (આવશ્યકટારિભદ્ર-૫. ૮૦૩) અને યોગશાસ્ત્ર વૃત્તિમાં (પ. ૭૦૦) ઉભયનું પણ પ્રત્યાખ્યાનપણું કહ્યું છે. અર્થાત્ સાધુતાં પાંચ મહાવ્રતરૂપ મૂલગુણોમાં સર્વથી હિંસાદિની નિવૃત્તિ હોવાને કારણે અને શ્રાવકનાં પાંચ અણુવ્રતમાં દેશથી હિંસાદિની નિવૃત્તિ હોવાને કારણે પ્રત્યાખ્યાનપણું છે. અને સાધુના પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણોમાં પિંડવિશુદ્ધિના પ્રતિપક્ષ પિંડની અશુદ્ધિ, તેનું નિવૃત્તિરૂપપણું છે. અને શ્રાવકના દિવ્રતાદિમાં જે દિશાદિની મર્યાદાઓ કરી છે તેનાથી અધિક દિશામાં ગમતરૂપ પ્રતિપક્ષનું નિવૃત્તિપણું છે. તેથી ઉત્તરગુણોનું પણ પ્રત્યાખ્યાનપણું છે. સર્વ ઉત્તરગુણનું પ્રત્યાખ્યાન યથાયોગ્ય અનાગતાદિ દશ પ્રકારે છે. જે “યથા'થી બતાવે છે.
અનાગત, અતિક્રાંત, કોટિ સહિત અને નિયંત્રિત, આકાર, અનાકાર, પરિમાણકૃત, નિરવશેષ, સંકેત અને અદ્ધા પચ્ચખ્ખાણ સ્વયં જ અનુપાલનાથી ૧૦ પ્રકારનું હોય છે. દાન-ઉપદેશમાં યથા સમાધિ હોય છે.” (આવશ્યકનિર્યુક્તિ ૧૫૬૪-૧૫૬૫).
ત્યાં=૧૦ પ્રકારના પચ્ચખાણમાં, (૧) અનાગત પ્રત્યાખ્યાન - પર્યુષણાદિમાં ગ્લાન-વૈયાવૃત્યાદિ કારણનો સદ્ભાવ હોતે છતે તેનાથી અર્વાફ પણ=પર્યુષણાદિ પર્વની પૂર્વે પણ, જે અઠમાદિ કરાય છે તે અનાગત પ્રત્યાખ્યાન છે. (૨) અતિક્રાંત પ્રત્યાખ્યાન :- એ રીતે જે રીતે અનાગત પચ્ચખાણ કરાય છે એ રીતે, અતિક્રાંત પર્વ હોતે છતે-પર્યુષણાદિ પર્વ સમાપ્ત થયે છતે જે કરાય છે=જે અઠમાદિ તપ કરાય છે તે અતિક્રાંત પ્રત્યાખ્યાન છે. (૩) કોટિ સહિત પ્રત્યાખ્યાન - એકની નિષ્ઠાકાલમાં એક તપની સમાપ્તિકાળમાં અને અન્ય તપના ગ્રહણકાળમાંsઉત્તરના પચ્ચકખાણના ગ્રહણકાળમાં પ્રત્યાખ્યાનની આદિ અને અંત કોટિયનું મિલન થવાથી કોટિ સહિત પચ્ચખાણ કહેવાય છે અને આ કોટિ સહિત તપ છઠ-આઠમાદિ અને આયંબિલ લીવી-એકાસણાદિ સર્વ સદશમાં અને ચતુર્થ આદિ વિદેશમાં પણ ભાવન કરવું કોટિ સહિત પચ્ચકખાણ હોય છે તેમ જાણવું. (૪) નિયંત્રિત પ્રત્યાખ્યાન :- આ માસમાં અથવા દિવસમાં જે અઠમાદિ વિધેય છે તે હષ્ટ અથવા પ્લાનથી તે નિયંત્રિત તપ કહેવાય. આ ચૌદ પૂર્વધરમાં જિનકલ્પની સાથે જ વ્યવચ્છિન્ન છે=