________________
૭૮
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-ઉર છે આને એ વાચિક અતિચાર છે. એ રીતે મત પ્રયોજન છે અને એ માનસિક અતિચાર છે. ઉસૂત્ર સૂત્રથી ઉત્ક્રાંત ઉત્સુત્ર સૂત્રને અતિક્રમીને કરાયેલો છે એ ઉસૂત્ર છે=જે મારા વડે અતિચાર કરાયેલો છે તે ઉસૂત્ર છે. ઉન્માર્ગ છે=જે મારા વડે અતિચાર કરાયેલો છે એ ઉન્માર્ગ છે. માર્ગ ક્ષાયોપથમિકભાવ, તેનાથી અતિક્રાંત ઉન્માર્ગ =ક્ષાયોપશમિકભાવના ત્યાગથી ઔદાયિકભાવના સંક્રમવાળો કરાયો છે એ પ્રમાણે અર્થ છે. અકલ્પ છે=જે મારા વડે અતિચાર કરાયેલો છે એ અકલ્પ છે. કલ્પ=ચાય=વિધિ= ચરણકરણના વ્યાપારરૂપ આચાર. કલ્પ નહિ તે અકલ્પ અતદ્રપ છે, વિધિરૂપ નથી, અવિધિરૂપ છે. એ પ્રમાણે અર્થ છે. કરણીય સામાન્યથી કર્તવ્ય. ન કરણીય અકરણીય છે=જે મારા વડે અતિચારો કરાયા તે અકરણીય છે. હેતુ-હેમુમતભાવ=કાર્ય-કારણભાવ અહીં છે=ઉસૂત્રાદિ વચનોમાં છે. જે કારણથી જ ઉત્સુત્ર છે આથી જ ઉન્માર્ગ છે ઈત્યાદિ હેતુ-હેતુમતભાવ સર્વત્ર યોજન કરવો અર્થાત્ ઉસૂત્ર છે, આથી જ ઉન્માર્ગ છે. ઉન્માર્ગ છે આથી જ અકલ્પ છે. અકલ્પ જ છે આથી જ અકરણીય છે. એ રીતે સર્વત્ર કાર્ય-કારણભાવ છે. કાયિક-વાચિક અતિચાર કહેવાયોઃઉત્સુત્રાદિ શબ્દો દ્વારા કાયિક-વાચિક અતિચાર કહેવાયો. હવે માનસિકતે કહે છે. દુજકાઓ'=દુર્થાત દુષ્ટ ધ્યાત દુર્થાત છે. એકાગ્ર ચિતપણાથી આર્ત-રૌદ્ર સ્વરૂપ-છે. દુધ્વિચિંતિઓ'=દુર્વિચિંતિત=દુષ્ટ વિચિંતિત અશુભ જ ચલચિતપણાથી છે.
“જે સ્થિર અધ્યવસાય છે તે ધ્યાન છે. જે ચલ છે તે ચિત્ત છે.” (ધ્યાનશતક ગાથા-૨) એ પ્રકારનું વચન છે.
જે કારણથી આવા પ્રકારનું છે=દુષ્ટ ધ્યાત છે અને દુર્વિચિંતિત છે એવા પ્રકારનું છે, તેથી જ અનાચાર છે=આચરણીય શ્રાવકોનો આચાર છે આચાર નથી તે અનાચાર છે. જે કારણથી જ અનાચરણીય છે આથી જ “અણિચ્છિઅબો=અષ્ટવ્ય છે થોડું પણ મનથી પણ ઈચ્છવા યોગ્ય નથી. કર્તવ્ય દૂર રહો. જે કારણથી આવા પ્રકારનું છે–અષ્ટવ્ય છે આથી જ અશ્રાવક પ્રાયોગ્ય છે. સ્વીકાર્યું છે સમ્યક્ત અને પ્રતિપન્ન અણુવ્રતવાળો પ્રતિદિવસ સાધુઓ પાસેથી શ્રાવક અને સાધુની સામાચારી સાંભળે છે એ શ્રાવક, તેને પ્રાયોગ્ય=ઉચિત, શ્રાવકપ્રાયોગ્ય છે તેવું નથી તે શ્રાવકને અનુચિત છે. એ પ્રકારનો અર્થ છે=અશ્રાવક પ્રાયોગ્યનો અર્થ છે. અને આ અતિચાર ક્યા વિષયમાં છે એથી કહે છે. ‘નાણે-દંસણ-ચરિતાચરિત્તે'=જ્ઞાનમાં, દર્શનમાં અને ચારિત્રાચારિત્રમાં અર્થાત્ જ્ઞાનવિષયમાં, દર્શનવિષયમાં, પૂલ સાવદ્ય યોગની નિવૃત્તિનો ભાવ હોવાથી ચારિત્ર છે અને સૂક્ષ્મ સાવદ્ય યોગની નિવૃત્તિનો અભાવ હોવાથી અચારિત્ર છે એ ચારિત્રાચારિત્ર છે તેમાં દેશવિરતિના વિષયમાં, એ પ્રકારનો અર્થ છે.
હવે ભેદથી=પૂર્વના જ્ઞાન-દર્શન-ચારિત્રના વિષયમાં જે અતિચારો કહ્યા તે જ અતિચારોને ભેદથી કહે છે. હવે ભેદથી શેમાં અતિચારો છે ? તે કહે છે, શ્રતના વિષયમાં અતિચાર છે એમ અત્રય છે. શ્રતનું ગ્રહણ અત્યાદિજ્ઞાનનું ઉપલક્ષણ છે. તેથી શ્રુતજ્ઞાનમાં, મતિજ્ઞાનમાં, અવધિજ્ઞાનમાં ઈત્યાદિ પાંચ જ્ઞાનના વિષયમાં અતિચાર છે. ત્યાં શ્રુતજ્ઞાનાદિ વિષયમાં અતિચાર છે તેમાં, વિપરીત