________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨
૭૫ ભોજનવેલા છે ઈત્યાદિ દ્વારા શિષ્યથી પર્ષદાનું ભેદન એ ગુરુની આશાતના છે. (૨૯) ગુરુ ધર્મકથાને કહ્યું છતે હું કહીશ' એ પ્રકારે શિષ્યથી કથાનું છેદન એ ગુરુની આશાતના છે. (૩૦) અને આચાર્યથી ધર્મકથા કરાયે છતે અતુસ્થિત જ પર્ષદામાં પોતાના પાટવાદિને જણાવવા માટે શિષ્ય દ્વારા સવિશેષ ધર્મકથન એ ગુરુની આશાતના છે. (૩૧) ગુરુની આગળ, ઊંચા આસનમાં કે સમાન આસનમાં શિષ્યનું બેસવું એ ગુરુની આશાતના છે. (૩૨) ગુરુની શય્યા-સંથારાદિનું પગ વડે ઘટ્ટન, અથવા અનુજ્ઞાપત કર્યા વગર હાથ વડે સ્પર્શ કરવો, ભેગું કરીને અથવા સ્પર્શીને અક્ષામણકક્ષમાયાચના ન કરવી, એ ગુરુની આશાતના છે. જેને કહે છે. '
“કાયાથી આચાર્યનું સંઘથ્યન કરીને અને ઉપધિથી પણ સંઘટન કરીને પોતાના વસ્ત્રાદિથી આચાર્યનું સંઘટ્ટન કરીને મારો અપરાધ ક્ષમા કરો. ફરી હું આ કરીશ નહિ એ પ્રમાણે બોલે.” (દશવૈકાલિકસૂત્ર, અધ્યયન-૯ ઉદ્દેશ-૨ ગાથા-૧૮) (૩૩) ગુરુનાં શય્યા-સંથારાદિમાં ઊભા રહેવું, બેસવું અને શયત એ ગુરુની આશાતના છે. આ અર્થની સંવાદિની ગાથાઓગુરુની ૩૩ આશાતનાઓને કહેતારી ગાથાઓ આ પ્રમાણે છે. ઉદ્ધરણથી ગાથાઓનો ભાવાર્થ ઉપર ૩૩ આશાતનાઓના વર્ણનમાં કહ્યો તે પ્રમાણે સમજવો.
થતિ અનુસારથી સાધુ અનુસાર, યથાસંભવ શ્રાવકની પણ આશાતના કહેવી શ્રાવકમાં જે આશાતના સંગત થતી હોય એટલી જાણવી. હવે આમાં જ ગુરુની આશાતનામાં જ, કંઈક વિશેષથી કહે છે. જે કંઈ કદાલંબનને આશ્રયીને મિથ્યા યુક્ત એવા પોતાના વડે કૃતપણાથી મિથ્યાભાવ આમાં છે એ મિથ્યા એ પ્રમાણે “મિથ્યા'નો અર્થ જાણવો. એ રીત ક્રોધયા ઈત્યાદિ શબ્દોમાં અર્થ કરવો. અર્થાત્ ક્રોધભાવ આમાં છે એ ક્રોધ અર્થાત્ જે આશાતનામાં મિથ્યાભાવ છે, જે આશાતનામાં ક્રોધભાવ છે તેવી આશાતનાઓનું હું પ્રતિક્રમણ કરું છું એમ અવય છે. મન વડે દુષ્કૃત મનોદુષ્કૃત તેનાથી=પ્રદ્વેષ નિમિતપણાથી, એ પ્રમાણે અર્થ છે. વાસ્તુક્તપણાથી અસભ્યપરુષાદિ વચન નિમિત્તપણાથી, કાયદુષ્કૃતપણાથી=નજીક ગમન-નજીક રહેવાદિ નિમિત્તપણાથી, ક્રોધથી=ક્રોધયુક્તથી, માનથી=માનયુક્તથી, માયાથી=માયાયુક્તથી, લોભથી–લોભયુક્તથી આ પ્રકારનો ભાવ છે=ક્રોધાદિથી એમ કહ્યું એનો આ ભાવ છે. ક્રોધાદિ અનુગત એવા પોતાના વડે જે કંઈ વિનયભંગાદિ રૂપ આશાતના કરાઈ તેનાથી, એ રીતે દેવસિડી આશાતના કહેવાઈ.
હવે પક્ષ-ચાતુર્માસ-સંવત્સર કાલકૃત આ ભવમાં અત્યભવમાં કરાયેલી અથવા અતીત અને અનાગત કાલકૃત જે આશાતના તેના સંગ્રહ માટે કહે છે–તે સર્વ આશાતનામાં મિથ્યા દુષ્કૃત આપવા માટે કહે છે. સર્વકાલિકી આશાતનાથી=સર્વકાલમાં થનારી સર્વકાલિકી એવી તેનાથી આશાતતાથી અહીં પ્રશ્ન થાય કે ભવિષ્યકાળમાં કેવી રીતે આશાતનાનો સંભવ છે ? એથી કહે છે. કાલે આ ગુરુને આ અથવા આ અનિષ્ટને કરનારો હું થઈશ એ પ્રકારની ચિંતાથી અવાગત કાળની આશાતનાનો સંભવ છે એ રીતે ભવાંતરમાં પણ તેમના વધાદિના નિદાનતા કરણથી સંભવ જ છે =કોઈ સાધુને