________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૨
૭૩
શિષ્ય રજોહરણ ઉપર સ્થાપન કરાયેલા મસ્તકવાળો આને કહે છે. શું કહે છે ? તે સ્પષ્ટ કરે છે. તે ક્ષમાશ્રમણ ! દેવસિઅ વ્યતિક્રમને હું નમાવું છું અર્થાત્ હે ક્ષમાશ્રમણ ! દિવસમાં થયેલ દેવસિક તેને=વ્યતિક્રમને અવશ્વકરણીય એવા યોગની વિરાધના રૂપ અપરાધને તેને હું માનું છું. એ પ્રકારે અપરાધ ક્ષામણરૂપ છઠું સ્થાન છેઃવાંદણાનું છઠ્ઠઠું સ્થાન છે. અર્થાત્ દિવસ સંબંધી નિર્જરાને અનુકૂળ મન-વચન-કાયાના યોગો ઉચિત રીતે પ્રવર્તાવવા જોઈએ. તે મન-વચન-કાયાના યોગો સમ્યફ પ્રવર્તાવ્યા ન હોય તો તે અપરાધ સ્થાનને હું નમાવું છું. આ પ્રકારે અપરાધની ક્ષમાપનારૂપ વાંદણાનું છઠ્ઠુંઠું સ્થાન છે. અને અત્રાન્તરમાં શિષ્ય અપરાધની ક્ષમાપના કરે છે તે પ્રસંગમાં ગુરુ કહે છે. હું પણ ખમાવું છું-હું પણ પ્રમાદ ઉદ્ભવ અવિધિ શિક્ષણાધિરૂપ દેવસિક વ્યતિક્રમને ખમાવું . અર્થાત્ જેમ શિષ્યને અપ્રમાદ કરીને ગુરુની આજ્ઞા અનુસાર નિર્જરાને અનુકૂળ ઉચિત યોગોમાં પ્રમાદ થયો હોય તેની ક્ષમાપના કરવી આવશ્યક છે તેમ ગુરુએ પણ શિષ્યને નિર્જરા અનુકૂળ ઉચિત યોગોમાં પ્રવર્તાવવા માટે શિક્ષણાદિ આપવું જોઈએ અર્થાત્ સંવેગ ઉત્પન્ન થાય તે પ્રકારે ઉચિત અનુશાસન આપવું જોઈએ ઈત્યાદિ કૃત્યોનો વ્યતિક્રમ કરેલો હોય તેની ક્ષમાની યાચના ગુરુ કરે છે. જેથી અલ્પ પણ ઉચિત કૃત્યોનો ગુરુ દ્વારા કે શિષ્ય દ્વારા વ્યતિક્રમ થયેલો હોય તે બંનેની શુદ્ધિ થાય છે. ત્યારપછી શિષ્ય પ્રણામ કરતો ક્ષમા યાચીને ‘આવસ્સિઆએ ઈત્યાદિથી માંડીને જો મે આઈઆરો કઓ' એ અંત સુધી પોતાના અતિચારના નિવેદનમાં તત્પર આલોચના યોગ્ય પ્રાયશ્ચિત્તસૂચક એવા સૂત્રને અને તે ક્ષમાશ્રમણ ! તેનું હું પ્રતિક્રમણ કરું છું ઈત્યાદિક પ્રતિક્રમણ યોગ્ય પ્રાયશ્ચિત્તઅભિધાયક સૂત્રનેત્રપડિક્કમામિ લિંદામિ...વોસિરામિ સુધીના સૂત્રને, ફરી અકરણથી અભ્યસ્થિત થયેલો શિષ્ય પોતાને હું શોધન કરીશ એ બુદ્ધિથી અવગ્રહથી નીકળીને બોલે છે=આવસ્લિઆએથી માંડીને પૂર્ણ સૂત્ર બોલે છે. હવે ‘આવસ્સિઆએ' શબ્દનો અર્થ કરે છે. અવશ્ય કર્તવ્ય એવા ચરણકરણમાં થનારી ક્રિયા તેનાથી–તે રૂપ આવશ્યકીથી ક્રિયાથી=આસેવન દ્વારા હેતુભૂત એવી આવશ્યકી ક્રિયાથી, જે અસાધુ અનુષ્ઠાન કરાયું તેનાથી હું પ્રતિક્રમણ કરું છું–તેનાથી હું વિવર્તન પામું છું. આ પ્રમાણે સામાન્યથી અસાધુ અનુષ્ઠાનનું પ્રતિક્રમણ કરીને વિશેષથી કહે છે. ક્ષમાશ્રમણ સંબંધી દેવસિટી જ્ઞાનાદિ આયની શાતના=ખંડના, આશાતના. તેનાથી, કેવી વિશિષ્ટ આશાતનાથી ? એથી કહે છે. તેત્રીશ(૩૩)માંથી અન્યતર એવી આશાતનામાંથી, ૩૩ સંખ્યાની શાતનામાંથી અચતર એવી કોઈ આશાતનાથી, ઉપલક્ષણપણું હોવાથી=૩૩માંથી અન્યતરનું ઉપલક્ષણપણું હોવાથી બે કે ત્રણ પણ આશાતનાથી, જે કારણથી દિવસમાં સર્વ પણ આશાતના સંભવે છે. માટે ઉપલક્ષણથી ૨-૩ આશાતનાનું ગ્રહણ છે.
અને તે=૩૩ આશાતનાઓ, આ છે. (૧) ગુરુની આગળ શિષ્યનું નિષ્કારણ ગમત વિનયભંગનું હેતુપણું હોવાથી ગુરુની આશાતના છે. માર્ગદર્શનાદિ કારણે આગળ જાય તો દોષ નથી. (૨) ગુરુની બે બાજુમાંથી પણ ગમન ગુરુની આશાતના છે. (૩) ગુરુની પાછળમાં પણ નજીક ગમન ગુરુની આશાતના છે; કેમ કે વિશ્વાસ, છીંક, શ્લેષ્મપાતાદિ દોષનો સંભવ છે. અને તેથી જેટલા ભૂમિભાગથી