________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨ પ્રયોજન છે આને એવી તનુ વૈષધિકી શરીરની તૈષધિની ક્રિયા, તેના વડે=પ્રાણાતિપાતાદિની નિવૃત્તિવાળા શરીરથી હું વંદન કરવા ઇચ્છું એમ અવય છે. અર્થાત્ પ્રાણાતિપાતાદિ સર્વ દોષોની નિવૃત્તિ સમભાવના ઉપયોગથી થાય છે અને સમભાવનો ઉપયોગ સમભાવવાળા મહાત્મામાં વર્તતા ક્ષમાદિ ભાવો પ્રત્યેના રાગથી થાય છે. તેથી ગુણવાન ગુરુના ક્ષમાદિ ગુણો પ્રત્યે રાગ પ્રવર્તે છે. જેથી મન-વચન-કાયાની ગુપ્તિની પ્રાપ્તિ થાય તે રૂપ પ્રાણાતિપાતાદિની નિવૃત્તિથી હું વંદન કરવા ઈચ્છું છું એમ અવય છે. કેવા પ્રકારના પ્રાણાતિપાતાદિની નિવૃત્તિથી હું વંદન કરવા ઇચ્છું છું ? એથી કહે છે – યાપલીકાથી યાપનીકામાં. “યા' ધાતુ પ્રાપણ અર્થમાં છે. અને તેનું પ્રેરકરૂપ આગમમાં “ચાપતીતિ થાપનીયા' એ પ્રમાણે થાય છે. તે પાપનીકાથીશક્તિસમન્વિતપણાથી મારામાં જે સમભાવને અનુકૂળ યત્ન કરવાની શક્તિ છે તે શક્તિસમન્વિતપણાથી, હું પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ કરીને તેનાથી વંદન કરવાને ઇચ્છું છું એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય છે. તેથી અત્યંત ઉપશાંતપૂર્વક અપ્રમાદથી વંદન કરવા ઈચ્છું છું એ અર્થ ફલિત થાય છે.
આ સમુદાય અર્થ છે અત્યાર સુધીના કથનનો આ સમુદાય અર્થ છે. તે શ્રમણગુણથી યુક્ત મહાત્મા ! હું શક્તિસમન્વિત શરીરવાળો=ગુણવૃદ્ધિને અનુકૂળ દઢયત્ન થાય એવી શક્તિથી સમન્વિત શરીરવાળો અને પ્રતિષિદ્ધ પાપક્રિયાવાળો-ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને પાપક્રિયાનો પ્રતિષેધ કર્યો છે એવો, તમને વંદન કરવાને ઇચ્છું છું. અહીં ‘છામિ ... નિસીરિઝ' સુધીના કથનમાં વિશ્રામસ્થાન છે= વાંદણાં દેતી વખતે અટકવાનું સ્થાન છે. અને આ=પ્રથમ વિશ્રામસ્થાન સુધીનું કથન ઈચ્છા નિવેદનરૂપ પ્રથમ સ્થાન છે=આ પ્રકારે અપ્રમાદપૂર્વક હું વંદન કરવા ઈચ્છું છું. એ રીતે પોતાની ઈચ્છાના નિવેદનરૂપ પ્રથમ સ્થાન છે. અને અહીં પ્રથમ ઈચ્છાનિવેદનાસ્થાન બતાવ્યું તેમાં અંતરમાં=વચમાં, ગુરુ જો વ્યાક્ષેપ બાધાદિ યુક્ત છે તો કહે છે. પ્રતીક્ષસ્વ'=રાહ જો. હમણાં વંદન કર નહિ. અને તે બાધાદિ કારણ કથાયોગ્ય હોય તો ગુરુ કથન કરે, અન્યથા કરે નહિ એ પ્રમાણે ચૂણિકારનો મત છેઃ પ્રતીક્ષા કર એ પ્રમાણે ચૂણિકારનો મત છે. વળી વૃત્તિકારનો મત ત્રિવિધથી="પ્રતીક્ષસ્વ'ને બદલે ત્રિવિધેન' એ પ્રમાણે કહે. મતથી-વચનથી-કાયાથી પ્રતિષિદ્ધ તું છોહમણાં તને વંદન કરવાનો નિષેધ છે. તેથી શિષ્ય સંક્ષેપથી વંદન કરે છે=મથએણ વંદામિ કહે છે. વ્યાક્ષેપાદિ રહિત જો ગુરુ હોય તો વંદન કરવા માટે અનુજ્ઞા આપવાની ઈચ્છાવાળા ગુરુ “ઇન્ટેન' એ પ્રમાણે કહે છે. “છંદેન'= અભિપ્રાયથી=મને પણ આ અભિપ્રેત છે=શિષ્ય ગુણવાન ગુરુને વંદન કરીને નિર્જરાતી પ્રાપ્તિ કરે તે પોતાને અભિપ્રેત છે તે બતાવવા માટે ગુરુ “છત્યેન' એ પ્રમાણે કહે. ત્યારપછી શિષ્ય અવગ્રહાદિ બહિર રહેલો જ આ પ્રમાણે કહે છે. મને અનુજ્ઞા આપો.' શેની ? તેથી કહે છે. મિત એવો અવગ્રહ એ મિતાવગ્રહ અહીં આચાર્યનો ચાર દિશાઓમાં આત્મપ્રમાણ અવગ્રહ છે. તેમાં તે અવગ્રહમાં, આચાર્યની અનુજ્ઞા વગર પ્રવેશ કરવો કલ્પતો નથી, જેને કહે છે –