________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨
“આત્મપ્રમાણપ્રમિત ચાર દિશામાં ગુરુનો અવગ્રહ હોય છે. અનનુજ્ઞાતને તેમાં પ્રવેશ કરવાની અનુજ્ઞા નહિ અપાયેલાને, સદા ત્યાં પ્રવેશ કરવાને માટે કલ્પતું નથી.”
એથી અનુજ્ઞાપન=મને મિતાવગ્રહમાં પ્રવેશ કરવાની અનુજ્ઞા આપો એ પ્રકારનું અનુજ્ઞાપન, બીજું સ્થાન છે= વાંદણાનું બીજું સ્થાન છે. ત્યારપછી શિષ્ય અવગ્રહ માટે અનુજ્ઞા માંગે છે ત્યારપછી, ગુરુ કહે છે. “હું અનુજ્ઞા આપું છું.” ત્યારપછી–ગુરુ અનુજ્ઞા આપે છે ત્યારપછી, શિષ્ય ભૂમિને પ્રમાર્જીને૦ અવગ્રહમાં પ્રવેશ કરવાની ભૂમિનું પ્રમાર્જન કરીને, વૈધિકીને કરતો='નિશીહિ' એ પ્રમાણે બોલતો, ગુરુ અવગ્રહમાં પ્રવેશે છે. 'કિસીહિ'નો અર્થ કરે છે. નિષિદ્ધ સર્વ અશુભ વ્યાપારવાળો છતો=ગુણવાન ગુરુના ગુણોના સ્મરણ સિવાય અન્ય સર્વ અશુભ વ્યાપારનો નિષેધ કરાયો છતો, હું પ્રવેશ કરું છું. એ પ્રમાણે અર્થ છે. અર્થાત્ દઢઉપયોગપૂર્વક લિસીહિ બોલી પ્રવેશ કરે તો વંદન કરનાર શિષ્યનું ચિત્ત ક્ષમાશ્રમણના ગુણો માત્રમાં પ્રતિબંધવાળું રહે, અન્યત્ર નિષિદ્ધ વ્યાપારવાનું થાય. ત્યારપછી=લિસીહિ કરીને અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી, સંડાસાના પ્રમાર્જનપૂર્વક બેસે છે. જેથી જીવરક્ષાને અનુકૂળ દયાળુ ચિત અખ્ખલિત પ્રવર્તે છે અને ગુરુ પાદાંતિક ભૂમિમાં રજોહરણ સ્થાપન કરીને અને તેના મધ્યમાં ગુરુ ચરણયુગલનું સંસ્થાપત કરીને કરજોહરણના મધ્યમાં માનસિક વ્યાપાર દ્વારા ગુરુ ચરણયુગલનું સંસ્થાપન કરીને, મુખવસ્ત્રિકાને ડાબા કર્ણથી આરંભીને ડાબા હાથથી જમણા કર્ણ સુધી યાવત્ લલાટને અવિચ્છિન્ન પ્રમાર્જન કરીને અને વામ જાતુકડાબા પગને, ત્રણ વખત પ્રમાર્જન કરીને મુહપત્તિને ડાબા ઢીંચણ પર સ્થાપન કરે છે. ત્યારપછી ‘r'કારના ઉચ્ચારણના સમકાલ રજોહરણને બે હાથ વડે સંસ્પર્શન કરીને="અહોકાયં શબ્દોમાં રહેલ ‘આકાર ઉચ્ચારણના સમાનકાલમાં રજોહરણને બે હાથ વડે સંસ્પર્શન કરીને, “હો'કારના ઉચ્ચારણના સમકાલમાં="અહોકાયં' શબ્દમાં રહેલા હો'કારના ઉચ્ચારણના સમકાલમાં લલાટને સંસ્પર્શ કરે. ત્યારપછી ‘કાકારના ઉચ્ચારણના સમકાલમાં રજોહરણને સ્પર્શ કરીને ‘યંકારના ઉચ્ચારણના સમકાલમાં લલાટને સ્પર્શે છે. અને વળી ‘કા'કારના ઉચ્ચારણના સમકાલમાં રજોહરણને સ્પર્શ કરીને ‘યકારના ઉચ્ચારણના સમકાલમાં લલાટને સ્પર્શ કરે છે. અર્થાત્ આ પ્રકારે “અહોકાયં કાય’ એ પ્રકારે ઉચ્ચારણ કરીને ગુરુના ચરણરૂપ અધો કાયને હસ્ત દ્વારા સ્પર્શીને પોતાના મસ્તકને તે હાથથી સ્પર્શ કરે છે. જેનાથી ગુરુના ક્ષમાદિ ગુણો પ્રત્યે પોતાની ભક્તિનો પરિણામ અતિશય અતિશયતર થાય છે. ત્યારપછી સંકાસ’ એ પ્રમાણે બોલતો મસ્તકથી અને બે હાથથી રજોહરણને સ્પર્શે છે. ત્યારપછી મસ્તક ઉપર બદ્ધ અંજલિવાળો બોલે છે. શું બોલે છે ? તે સ્પષ્ટ કરે છે –
ખમણિજ્જો બે કિલામો' એ પ્રકારથી આરંભીને “દિવસો વઈઝંતો' ત્યાં સુધી ગુરુ મુખ પર તિવિષ્ટ દૃષ્ટિવાળો બોલે છે. હવે “અહોકાયં કાય' આદિનો અર્થ કરે છે. નીચેની કાયા અધાકાય છે. પાદલક્ષણ છે. તેના પ્રત્યે=પાદલક્ષણ રૂપ અધઃકાય પ્રત્યે કાયાથી=હસ્ત-લલાટ લક્ષણ પોતાના દેહથી, સંસ્પર્શને આમર્શને, હું કરું છું તમારી અધિકાયને મારા હાથ અને લલાટરૂપ કાયાથી સંસ્પર્શ કરું છું. સૂત્રમાં કરોમિ' એ શબ્દ અધ્યાહાર છે. આ પણ=હું મારા હસ્ત-લલાટ વડે તમારી અધઃકાયને