________________
:
૬
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર કરવાની કામનાવાળો હોય=પાત્રોનું પડિલેહણ કરવાની કામનાવાળો હોય તો વંદન કર્યા વગર પાત્રાનું પડિલેહણ કરે. પડિલેહણ કરીને પાછળથી બોલે કાળવેળામાં વંદીને હું પ્રતિક્રમણ કરીશ. આ રીતે ત્રીજું વંદન છે= સ્વાધ્યાયમાં ત્રીજું વંદન છે.
આ ત્રણે પણ સ્વાધ્યાયમાં કરાતાં ત્રણેય પણ વંદનો, સામાન્યથી સ્વાધ્યાય વિષયક હોવાથી એક જ છે. આ રીતે પૂર્વાદનમાં સાત=પ્રતિક્રમણનાં ચાર અને સ્વાધ્યાયનાં ત્રણ એમ સાત વંદન અપરાતમાં પણ=ચોથા પહોરમાં પણ સાત જ થાય છે, કેમ કે અનુજ્ઞા વંદનોનું=ઉદ્દેશ-સમુદ્દેશ પછી અનુજ્ઞાનાં વંદનોનું, સ્વાધ્યાયનાં વંદનોમાં જ અંતર્ભાવ છે. આ ધ્રુવ કૃતિક=વંદનની ક્રિયાઓ, અભક્તાર્થને ચૌદ થાય છે. વળી ઈતરને=ભક્તાર્થને=આહાર કરનાર સાધુને, પ્રત્યાખ્યાનના વંદનથી અધિક વંદન થાય છે. જે કારણથી કહેવાયું છે –
પ્રતિક્રમણમાં ચાર કૃતિકર્મ થાય છે. સ્વાધ્યાયમાં ત્રણ થાય છે. પૂર્વાહ્ન-અપરાટ્સમાં કૃતિકર્મ ચૌદ થાય છે–પ્રતિક્રમણનાં ચાર, સ્વાધ્યાયનાં ત્રણ એમ સાત વંદન પૂર્વાહ્નમાં અને સાત વંદન અપરાસ્ત્રમાં થાય છે.” (આવશ્યકનિર્યુક્તિ-૧૨૦૧) એથી પ્રસંગથી સર્યું.
૩. અને કાયોત્સર્ગમાં=વિકૃતિની અનુજ્ઞારૂપ કાયોત્સર્ગમાં જે વિકૃતિના પરિભોગ માટે આચામ્ય વિસર્જન માટે કરાય છે તે કાયોત્સર્ગનું વંદન છે.
૪. અપરાધમાં=ગુરુવિનય બંધનરૂપ અપરાધમાં, જે કારણથી તેમને=ગુરુને વંદન કરીને ક્ષમાયાચના કરાય છે તે અપરાધ વંદન છે. પાક્ષિક વંદનો અપરાધમાં અંતર્ભાવ પામે છે.
૫. પ્રાપૂર્ણક-જ્યેષ્ઠ આવે છતે વંદન કરાય છે. અને અહીં=પ્રાપૂર્ણકના વંદતમાં આ વિધિ છે.
“સાંભોગિક અત્યસાંભોગિક અસાંભોગિક બે પ્રકારના પ્રાપૂર્ણક હોય છે. આચાર્યને પૂછીને સાંભોગિક પ્રાથૂર્ણકને વંદન કરાય છે.” II૧II
વળી ઈતર=અસાંભોગિક પ્રાપૂર્ણક, આચાર્યને વંદન કરીને સંદિસાપન કરીને તે પ્રમાણે જ આચાર્યને વંદન કર્યા પછી મોટા પર્યાયવાળા સાધુને વંદન કરે છે. જો ગત મોહવાળા હોય તો પાછળથી વંદન કરે છે અથવા વંદન કરાવે છે=પોતાનાથી અલ્પપર્યાયવાળા સાધુને વંદાવે છે.
૬. અને આલોચનામાં તે પ્રમાણે વંદન કરાય છે.
૭. સંવરણમાં–વાપર્યા પછી પચ્ચખાણ કરવામાં દિવસચરિમરૂપ પચ્ચકખાણ કરવામાં, વંદન કરાય છે. અથવા ભક્તાર્થીઓ કોઈક કારણથી અભક્તાર્થ પચ્ચકખાણમાં વંદન કરે છે તે સંવરણમાં વંદન છે.
૮. અને ઉત્તમાર્થમાં=મરણ સમયની આરાધનાકાળમાં વંદન કરાય છે તે ઉત્તમાર્થ વંદન છે. દોષો – દોષો ૬ છે.
૧. માન, ૨. અવિનય, ૩. ખિસા=પ્રવચનની હીલના, ૪. નીચગોત્ર, ૫. અબોધિની પ્રાપ્તિ, ૬. ભવની વૃદ્ધિ. અનમન કરનારને છ દોષો પ્રાપ્ત થાય છે=જેઓ ઉચિતકાલે વંદન કરતા નથી તેઓને માનકષાયની વૃદ્ધિ થાય છે.