________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર આચાર્ય સાથે હમણાં મૈત્રી થાય એથી વંદન કરે. (૧૪) ગૌરવથી વંદનક-સામાચારી કુશલ હું છું એ પ્રમાણે ગર્વથી અવ્ય પણ મને જાણો એ પ્રકારે યથાવત્ આવર્તાદિની આરાધના કરતો=વિધિપૂર્વક વંદન કરતો વંદન કરે તે ગૌરવ દોષ છે. (૧૫) કારણથી=જ્ઞાનાદિ વ્યતિરિક્ત વસ્ત્રાદિના લાભના હેતુથી વંદન કરે તે કારણ દોષ છે. અથવા જ્ઞાનાદિ નિમિત્ત પણ લોકપૂજ્ય થવું અથવા અન્યથી અધિકતર લોકપૂજ્ય થવું એ અભિપ્રાયથી વંદન કરે અથવા વંદનક મૂલ્ય વશીકૃત એવા આચાર્ય મારી પ્રાર્થનાનો ભંગ કરશે નહિ એ બુદ્ધિથી વંદન કરે છે કારણ દોષ છે. (૧૬) સૈનિક-વંદન કરનારા એવા મારો લાઘવ થશે એથી બીજાથી પોતાને છુપાવતો વંદન કરે તે ઑનિક દોષ છે. આ અર્થ છે આ રીતે શીઘ વંદન કરે છે જે પ્રમાણે ચોરની જેમ કોઈક વડે જોવાયો, કોઈક વડે ન જોવાયો. (૧૭) પ્રત્યનીક-આહારાદિ કાલમાં વંદન કરે જેને કહે છે. વ્યાક્ષિપ્તમાં, પરાક્ષુખમાં (આવશ્યકનિવૃત્તિ ૧૨૧૨) ઇત્યાદિ. (૧૮) રાષ્ટ-ક્રોધથી અધમાત=ક્રોધથી અકળાયેલા એવા ગુરુને વંદન કરે. અથવા પોતે ક્રોધથી વંદન કરે તે દુષ્ટ દોષ છે. (૧૯) તજિત-અવશ્વમાન કોપ કરશે નહિ અથવા વંદન કરાતો અવિશેષજ્ઞપણાને કારણે મારા ઉપર પ્રસાદ કરશે નહિ એ પ્રમાણે નિર્ભર્લ્સના કરતો વંદન કરે અથવા બહુજનમાં મને વંદન અપાવતો રહેશે. એકાકી એવા તમારું મારા વડે જણાશે ત્યારે હું કહીશ એ બુદ્ધિથી તર્જની આંગળી વડે અથવા મસ્તકથી તર્જન કરતો વંદન કરે. (૨૦) શાક્યથી વિશ્રષ્ણ માટેગુરુના વિશ્વાસ માટે વંદન કરે. અથવા ગ્લાનાદિ વ્યપદેશ કરીએ=હું ગ્લાસ છું ઈત્યાદિ વ્યપદેશ કરીને સમ્યફ વંદન કરે નહિ. (૨૧) હીલિત-હે ગણિ ! હે વાચક ! તમને વંદન કરવા વડે શું? ઈત્યાદિ કથન દ્વારા અવજ્ઞા કરતો વંદન કરે. (૨૨) વિપરીતકુંચિત=અર્ધવંદિત જ દેશાદિ કથાને કરે. (૨૩) દાદષ્ટ-અંધકારમાં રહેલ કોઈક વસ્તુથી અંતરિત જ બેસે. વળી દષ્ટ વંદન કરે=અંધકારમાં રહેલો હોવાથી અને કોઈક વસ્તુની અંતરિત રહેલો હોવાથી અદષ્ટ છે અને સન્મુખ હોવાથી દષ્ટ છે એ રીતે વંદન કરે તે દાદષ્ટ વંદનનો દોષ છે. (૨૪) શૃંગ="અહોકાયં કાય” ઈત્યાદિ આવર્તને ઉચ્ચારણ કરતો લલાટના મધ્યદેશને નહિ સ્પર્શ કરતો મસ્તકના ડાબા અને જમણા શૃંગને સ્પર્શ કરતો વંદન કરે તે શૃંગ દોષ છે. (૨૫) કર-કરની જેમ રાજાને આપવા યોગ્ય ભાગ રૂપે કરવી જેમ, અહપ્રણીતને વંદન રૂપ કર અવશ્ય આપવો જોઈએ એ બુદ્ધિથી વંદન કરે તે કર દોષ' છે. (૨૬) મોચન-લૌકિક કરથી અમે મૂકાયા=સંસારમાં સાધુપણું લીધું માટે લૌકિક કરથી અમે મૂકાયા, વંદનના કરથી અમે મૂકાયા નથી એવી બુદ્ધિથી વંદન કરે તે મોચન દોષ છે. (૨૭) આશ્લિષ્ટઅનાશ્લિષ્ટ - આમાં=આશ્લિષ્ટ-અનાશ્લિષ્ટ દોષમાં, ચતુર્ભગી છે. અને તે ચતુર્ભગી ‘અહોકાયં કાય’ એ પ્રકારના આવર્તકાલમાં થાય છે. ૧. રજોહરણનો અને મસ્તકનો બે હાથથી આલેષ ૨. બે હાથથી રજોહરણનો આશ્લેષ અને મસ્તકનો આશ્લેષ નહિ. ૩. બે હાથથી મસ્તકનો આશ્લેષ અને રજોહરણનો આશ્લેષ નહિ. ૪. બે હાથથી રજોહરણનો આશ્લેષ નહિ, વળી મસ્તકનો આશ્લેષ નહિ. આમાં=ચાર ભાંગામાં પ્રથમ શુદ્ધ છે, શેષ અશુદ્ધ છે. (૨૮) જૂન-વ્યંજન અભિલાપતા આવશ્યક વડે અપરિપૂર્ણ વંદન કરે તે ચૂત દોષ છે. (૨૯) ઉત્તરચૂડ=વંદન આપીને મોટા શબ્દથી