________________
૬૪
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૨ વંદન ૩૨ દોષોથી પરિશુદ્ધ કૃતિકર્મ કરવું જોઈએ.” (૧-૫) (આવશ્યકનિર્યુક્તિ ૧૨૨૧-૫, પ્રવચનસારો. ૧૫૦-૧૫૪)
આની વ્યાખ્યા=ઉદ્ધરણના બત્રીસ(૩૨) દોષોની વ્યાખ્યા (૧) અનાદત=સંભ્રમ રહિત વંદન=નિરાદર વંદન એ પ્રકારનો અર્થ છે..(તદ્દોષથી દુષ્ટ છે=અનાદંત દોષથી દુષ્ટ છે એમ સર્વત્ર યોજન કરવું.) (૨) સ્તબ્ધ-મદઅષ્ટથી વશીકૃતનું વંદન સ્તબ્ધ છે. દેહ અને મનના સ્તબ્ધપણાથી ચર્તુભંગી છે. (૩) પ્રવિદ્ધ-વંદન આપતાં જ પલાયન થાય=મત્થએણ વંદામિ ઇત્યાદિ કરે કે તરત જ અન્યત્ર જાય તે પ્રવિદ્ધ વંદન છે. (૪) પરિપિંડિત-ઘણા બધાને એક સાથે વંદન. અથવા કુક્ષિની ઉપરમાં હાથને સ્થાપન કરીને પરિપિંડિત કરચરણવાળાનું અવ્યક્ત સૂત્રોચ્ચારપૂર્વકનું વંદન પરિપિંડિત વંદન છે. (૫) ટોલગન્તિ તીડની જેમ કૂદકા મારી-કૂદકા મારીને વિસંસ્થુલ વંદન. (૬) અંકુશ-અંકુશથી ગજની જેમ ઉપકરણ, ચોલપટ્ટક, વસ્ત્રાદિ વિષયમાં, હસ્તના વિષયમાં અવજ્ઞાથી સમાકર્ષણ કરીને=ખેંચીને ઊર્ધ્વસ્થિત=ઊભા રહેલા એવા આચાર્યને, અથવા શયિત=સૂતેલા એવા આચાર્યને અથવા પ્રયોજનાંતરમાં વ્યગ્ર એવા આચાર્યને વંદન માટે આસનમાં બેસાડવા એ અંકુશદોષ છે. =િજે કારણથી, પૂજ્યો ક્યારેય પણ આકર્ષણને યોગ્ય નથી. નું=આકર્ષણ અવિનયપણું છે. અથવા રજોહરણને અંકુશની જેમ કરદ્વયથી ગ્રહણ કરીને વંદન અંકુશદોષ છે અથવા અંકુશથી આક્રાંત હાથીની જેમ શિરનમનઉન્નમન કરનારાનું વંદન અંકુશદોષવાળું છે. (૭) કચ્છપરિંગિત-ઊર્ધ્વસ્થિતને ‘તેત્તીસળવરા’ ઇત્યાદિ સૂત્રને ઉચ્ચારતાનું અથવા બેઠેલાનું ‘અહોકાયં કાય' ઇત્યાદિ સૂત્રને ઉચ્ચારતાનું અગ્રથી અભિમુખ અને પશ્ચાત્થી અભિમુખ કરતાનું=આમતેમ જોતાનું વંદન (૮) મત્સ્યઉર્ત :- પાંણીમાં માછલાની જેમ ઊભો થતો કે બેસતો, ઉર્તન કરે છે=ડૂબકી મારે છે જેમાં તે, મત્સ્યઉર્ત દોષ છે=વંદન કરતી વખતે એકદમ ઊભો થાય કે એકદમ બેસે તે મત્સ્યઉર્ત દોષ છે. અથવા એકને વંદન કરીને બીજા સાધુને શીઘ્ર, બીજી બાજુથી રેચક આવર્તનથી મત્સ્યની જેમ પરાવર્તમાનનું વંદન મત્સ્યઉર્તન વંદન છે=ત્વરાથી એક સાધુને વંદન કરીને તરત બીજી બાજુ બીજા સાધુને વંદન કરે એ રીતે શીઘ્ર પરાવર્તન કરનારાનું વંદન મત્સ્યઉર્તન દોષવાળું છે. (૯) મનથી પ્રદુષ્ટ-શિષ્ય કે તત્સંબંધી ગુરુ વડે કંઈક પરુષ=કઠોર વચન, કહેવાયેલું જ્યારે થાય ત્યારે મનનું દૂષિતપણું થવાથી મતથી પ્રદુષ્ટ છે. અથવા વંદ્ય કોઈક ગુણથી હીન છે. તેથી હું આવા પ્રકારનાને પણ વંદન આપવા માટે આરબ્ધ છે. એ પ્રમાણે ચિંતન કરતાનું વંદન મનથી પ્રદુષ્ટ છે. (૧૦) વેદિકાબદ્ધ-જાનુ ઉપરમાં બે હાથનો નિવેશ કરીને અથવા નીચે અથવા પાછળ=બે બાજુમાં અથવા ખોળામાં અથવા એક જાનુ કરદ્વયના અંદરમાં કરીને એ પ્રમાણે પાંચ વેદિકાથી અભિબદ્ધ=યુક્ત, વંદન વેદિકાબદ્ધ દોષવાળું છે. (૧૧) ભય પામતો=સંઘથી, કુલથી, ગચ્છથી અથવા ક્ષેત્રથી મને કાઢી મૂકવામાં આવશે એ પ્રકારના ભયથી વંદન કરે. તે બિભ્યત દોષ છે. (૧૨) ભજમાન-સેવામાં પડેલા આચાર્ય મારો આશ્રય કરશે અથવા મને આગળમાં ભજન કરશે=ઠપકો આપશે. આથી હું પણ વંદન સંબંધી નિહોરકનો નિવેશ કરું=વંદન સંબંધી ક્રિયા કરું એ બુદ્ધિથી વંદન કરે. (૧૩) મૈત્રીથી-મારા મિત્ર આચાર્ય છે એથી વંદન કરે. અથવા