________________
go
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર / શ્લોક-૧૨ રજોહરણ-મુખવસ્ત્રિકાવાળો જન્મે છે. આથી જ રજોહરણાદિ પાંચને શાસ્ત્રમાં યથાજાતપણું કહેવાયું છે અને તે પ્રમાણે તેનો પાઠ છે.
“પાંચ યથાજાત છે. ૧. ચોલપટ્ટો, ૨. રજોહરણ, ૩. ઉષ્ણીખોભિઅ, ૪. નિશ્રિતયુગલ=ઊનનું અને સુતરાઉ બે કપડાં (આજકાલ ઓઘા પર વીટાતું સુતરાઉ નિસેથિયું અને ઊનનું ઓઘારિયું) અને પ. મુહપત્તિ.” Iળા
યથાકાત છે આને તે યથાજાત તેવા પ્રકારનો થયેલો જ વંદન કરે છે, એથી વંદન પણ યથાકાત છે. અને બાર આવર્ત-ગુરુચરણમાં વ્યસ્ત છે હસ્ત અને મસ્તકની સ્થાપના રૂપ કાયચેષ્ટા વિશેષ જેમાં તે દ્વાદશાવર્ત અને અહીં દ્વાદશાવર્ત વંદનમાં વાંદણામાં, પ્રથમ પ્રવિષ્ટને “અહોકાયં' ઈત્યાદિ સૂત્રના ઉચ્ચારણગર્ભ છ આવર્તે છે. વળી, નિષ્ક્રમણ કરીને પ્રવિષ્ટને પણ તે જ છ આવર્ત છે. એથી ૧૨ આવર્ત છે. ચાર મસ્તક છે જેમાં તે ચતુશિર. કઈ રીતે ચાર મસ્તકોનું નમન છે ? તે સ્પષ્ટ કરે છે. પ્રથમ પ્રવેશમાં ક્ષમણાકાલમાં શિષ્ય-આચાર્યનું નમતું શિરોદ્વય છે અર્થાત્ શિષ્ય આચાર્યને નમસ્કાર કરે છે અને આચાર્ય પણ મસ્તક નમાવીને નમન કરે છે. નિષ્ક્રમણ કરીને ફરી પ્રવેશમાંકબીજા વાંદણાના પ્રવેશમાં, શિરોદ્વય છે. એથી ચાર શિરનમન છે. ત્રણ ગુપ્ત – મન-વચન-કાયાના કર્મ વડે ગુપ્ત=વંદનકાલમાં મન-વચન-કાયાને સ્થિર કરીને વંદન કરાય છે. તેથી ત્રણ ગુપ્તિ છે અને પ્રથમ અનુજ્ઞાપન કરીને પ્રવેશ છે. બીજો વળી નીકળીને પ્રવેશ છે એ રીતે બે પ્રવેશ છે જેમાં, તેવું વંદન તે દ્વિપ્રવેશવાળું વંદન છે. એક નિષ્ક્રમણ - આવશ્યકીથી નીકળતાને જેમાં એક નિષ્ક્રમણ છે તે એક નિષ્ક્રમણ=ગુરુના અવગ્રહમાંથી નીકળતાને જેમાં એક નિષ્ક્રમણ છે તે એક નિષ્ક્રમણ, અને છ સ્થાન શિષ્યનાં છે.
“અને ૧. ઇચ્છા, ૨. અનુજ્ઞાપના, ૩. અવ્યાબાહ, ૪. યાત્રા, ૫. યાપના અને ૬. અપરાધની સામણા પણ છ સ્થાન વંદન દેનારને હોય છે.” III (આવશ્યકનિર્યુક્તિ-૧૨૧૮, ગુરુવંદનભાષ્ય-૩૩) ગુરુવચન પણ છ જ છે. “૧. છંદથી=ઈચ્છાથી, ૨. અનુજાનામિ, ૩. તે પ્રમાણે જ, ૪. તને પણ વર્તે છે, ૫. એ રીતે, ૬. હું પણ તને ખમાવું . વંદનયોગ્ય ગુરુના છ આલાવા છે.” IIના (આવશ્યકનિર્યુક્તિ-૧૨૨૪, ગુરુવંદનભાષ-૨૪, પ્રવચનસારોદ્વાર-૧૦૧)
આ બંને પણ=વંદનયોગ્ય ગુરુના આલાવા-૬ અને શિષ્યનાં સ્થાનો- એ બંને પણ, યથાસ્થાન સૂત્ર વ્યાખ્યામાં બતાવાશે. વળી આ ગુણો છે=વંદનથી થતા આ ગુણો છે.
“૧. વિનયનો ઉપચાર, ૨. માનની ભેજના, ૩. ગુરુજનની પૂજા, ૪. તીર્થંકરની આજ્ઞા, ૫. શ્રતધર્મની આરાધના, ૬. અક્રિયા.” I૧i (આવશ્યકનિર્યુક્તિ-૧૨૨૯, પ્રવચનસારોદ્ધાર-૧૦૦, વિચારસાર-૭૧૮)
છ ગુણો સ્પષ્ટ કરે છે. વિનય જ ઉપચાર છે=ભક્તિ વિશેષ છે તેનાથી=વિજયરૂપ ભક્તિથી, માનનું ભંજન છે=અહંકારનું ભંજન છે. ગુરુજતની પૂજતા છે. અને તીર્થકરોની આજ્ઞા છે. શ્રતધર્મની આરાધના છે. અક્રિયા છે=યોગનિરોધને અનુકૂળ પ્રક્રિયા છે=સર્વ ક્રિયાના વિગમતથી શીઘ મોક્ષ વંદનથી થાય છે.