________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨
પ૧
ત્યાં પાંચ આશાતનામાં જિનગૃહ વિષયક અવજ્ઞા આશાતના, પલહસ્થીઅ–પગ ઉપર પગ ચઢાવીને બેસવું, ભગવાનને પૂંઠ કરવી, અવાજ કરવો, અપયપ્રસારણ=જેમતેમ ચાલવું, પગનું પ્રસારણ કરવું, દુખાસનનું સેવન કરવું.” રા.
જેવા તેવા પ્રકારનો વેશ, જે-તે પ્રકારે અને જે-તે કાળમાં પૂજા કરે, સુઘ=શૂન્યમનસ્ક પૂજા કરે. આ અનાદર આશાતના છે.” Imail.
“ભોગ-તંબોલાદિ કરતો જિનગૃહમાં વાસ કરે. જ્ઞાનાદિના લાભનું સાધન છેઃનાશ છે. તે કારણથી તેનેeતંબોલાદિ ભોગવે, અહીં જિનભવનમાં, વર્જન કરે.” iાજા
રાગથી અથવા દ્વેષથી અથવા મોહથી દૂષિત મનોવૃત્તિ દુષ્પણિધાન કહેવાય છે. જિનભવનમાં તેને કરવું જોઈએ નહિ.” iાપા.
“ધરણ કોઈક પાસેથી ઉઘરાણી લેવા માટે જિનભવનમાં ધારણ કરવું. રણ=પરસ્પર કલહ કરવો. રુદન-વિકથા કરવાં, તિરિબંધણ=તિર્યંચોને બાંધવાં, રંધણાઈ=રાંધવાદિની ગૃહસ્થની ક્રિયા, ગાલી=ગાળો આપવી, વિજ્જ=વૈદ્યની પ્રવૃત્તિ કરવી ઔષધાદિનું કોઈકને સૂચન કરવું વણિજ્જાઈ–વેપારાદિની વાતો કરવી. ચૈત્યમાં વચનની અનુચિત પ્રવૃત્તિ છે.” us (સંબોધપ્રકરણ ૮૦-૮૫)
અત્યંત વિષયવાળા સતત અવિરત એવા દેવો પણ દેવગૃહાદિમાં આશાતનાઓને સર્વથા વર્જન કરે છે. જે કારણથી કહેવાયું છે.
“દેવમંદિરમાં દેવો વિષયવિષથી વિમોહિત પણ ક્યારેય પણ અપ્સરાઓ સાથે હાસ્યાદિ ક્રીડાને પણ કરતા નથી.” (શ્રાદ્ધદિનકૃત્ય ગા. ૧૨૪) અને આ આશાતનાઓ જિનાલયમાં કરાતી કેવલ ગૃહસ્થોને જ નિષિદ્ધ નથી, પરંતુ યથાસંભવ સાધુઓને પણ નિષિદ્ધ જ છે એ-પ્રમાણે જાણવું. જે કારણથી કહેવાયું છે.
“આશાતના ભવભ્રમણનું કારણ છે એ પ્રમાણે વિભાજન કરીને યતિઓ મલથી મલિનપણું છે એથી જિનમંદિરમાં વસતા નથી એ પ્રમાણે સમય છે શાસ્ત્ર છે=શાસ્ત્રમર્યાદા છે.” (પ્રવચનસારોદ્ધાર-૪૩૭) ગુરુ આશાતના :
ગુરુ આશાતના પણ ત્રણ પ્રકારની છે. ત્યાં ગુરુ આશાતનાના ત્રણ પ્રકારમાં, ૧. ગુરુને પગ આદિ વડે સંઘઢનાદિમાં જઘન્ય આશાતના છે. ૨. થોડા શ્લેખ, ઘૂંકના સ્પર્શનાદિમાં મધ્યમ આશાતના છે. ૩. ગુરુના આદેશના અકરણ, વિપરીતકરણ કે કઠોર ભાષણાદિમાં ઉત્કૃષ્ટ આશાતના છે અને સંખ્યાથી ગુરુવંદન અધિકારમાં વસ્યમાણ તેત્રીશ(૩૩) આશાતના છે.
સ્થાપનાચાર્યની આશાતના પણ ત્રણ પ્રકારની છે. ૧. તેનું=સ્થાપનાચાર્યનું, આમતેમ ફેરવવુંપાદવા સ્પર્શનાદિમાં જઘન્ય આશાતના છે. ૨. ભૂમિ પર પાડવું, અવજ્ઞાથી મૂકવું, આદિમાં મધ્યમ આશાતના છે. ૩. સ્થાપનાચાર્યના નાશ અને ભંગાદિમાં ઉત્કૃષ્ટ આશાતના છે. આ રીતે જ્ઞાનના ઉપકરણની જેમ દર્શનચારિત્રના ઉપકરણ રૂપ રજોહરણ-મુખવસ્ત્રિકા-દાંડાદિતી પણ “અથવા જ્ઞાનાદિ ત્રિક" એ પ્રકારના વચનથી ગુરુસ્થાનમાં સ્થાપ્યપણું હોવાથી વિધિના વ્યાપારણથી અધિક=અધિક