________________
પ૭
ધર્મસંગ્રહ ભાગ-૫) દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨ સ્વશરીર-કુટુંબાદિ સાધ્ય એવી ચૈત્યની ચિંતા દુષ્કર છે. તેથી જેનું જ્યાં જે પ્રમાણે સામર્થ્ય છે તે શ્રાવક, ત્યાંeતે કૃત્યમાં, તે પ્રકારે=પોતાના સામર્થ્ય પ્રમાણે વિશેષથી પ્રવર્તે. ત્યાં પણ સ્વલ્પ સમય સાધ્ય એવી ચિંતા=ચૈત્યની ચિંતા બીજી વૈધિકીથી પૂર્વે તેને કરે. વળી, શેષ કાર્યોની ચિંતાને પાછળથી પણ યથાયોગ્ય કરે અને આ જ ગૃહસ્થપણાનો સાર છે ચૈત્યોનાં કાર્યોની ચિંતા કરે તે. ગૃહસ્થજીવનનો સાર છે અને તે રીતે કહે છે.
“તે જ્ઞાન છે, તે વિજ્ઞાન છે, તે કલામાં કૌશલ્ય છે, તે બુદ્ધિ છે અને તે પુરુષાર્થ છે. જે દેવનાં કાર્યોથી ચૈત્ય સંબંધી કાર્યોથી, પસાર થાય છે.” “તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
અને જીર્ણોદ્ધાર કરવામાં મહાફલ છે, જેને કહે છે. “આત્મા ઉદ્ધરણ કરાયો જ છે અને તે પ્રમાણે તેના વડે પોતાનો વંશ ઉદ્ધરણ કરાયો છે. વળી જિનભવનની અનુમોદના કરતાં અન્ય ભવ્યજીવો ઉદ્ધરણ કરાયા છે. તેના વડે નીચગોત્ર ક્ષપિત કરાયું છે અને ઉચ્ચગોત્ર બંધાયું છે. કુગતિનો પથ નિઠવિત છે દૂર કરાયો છે, તે પ્રમાણે સુગતિનો પથ અર્જન કરાયો છે. આ લોકમાં કીર્તિ પ્રાપ્ત કરાઈ છે અને જિનભવનના ઉદ્ધરણ કરતા પુરુષ વડે સપુરુષોનો માર્ગ અન્ય ભવ્ય જીવોને બતાડાયેલો થાય છે.
તે જ ભવ વડે કેટલાક સિદ્ધ થાય છે ઇંદ્ર જેવા કેટલાક વળી દેવના સુખને અનુભવીને સિદ્ધપણાને પામે છે.” (શ્રાદ્ધદિનકૃત્ય ગા. ૧૦૧-૪) તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
આ રીતે ધર્મશાળા, ગુરુ, જ્ઞાનાદિની પણ યથાઉચિત ચિંતામાં સ્વશક્તિથી યત્ન કરવો જોઈએ. દિ જે કારણથી, દેવ-ગુરુ આદિની ચિંતા કરનાર શ્રાવકને છોડીને અન્ય કોઈ નથી. હવે જિનપૂજાદિ રૂપ કાર્યાનતરકરણીયને કહે છે.
“પ્રત્યારાને ત્યાદિ શ્લોકનું પ્રતીક છે. ગુરુની=દેવવંદન માટે આવેલ ધર્માચાર્યની, સ્નાત્રાદિના દર્શન અને ધર્મદેશનાદિ માટે ત્યાં જ રહેલા ગુરુની અથવા વસતીમાં રહેલા ગુરુની ચેત્યની જેમ વૈષેલિકી ત્રણ, અધિગમ પંચકાદિ યથાયોગ્ય વિધિથી જઈને ધર્મદેશનાની પૂર્વે અથવા પશ્ચાત્ પચ્ચખાણ કરવું જોઈએ એમ અત્રય છે. તેમની પાસેaઉચિત એવા સમીપમાં, અને ઉચિતપણું શું છે? તે સ્પષ્ટ કરે છે સાડા ત્રણ હાથ પ્રમાણ ક્ષેત્રથી બહિરઅવસ્થાન ઉચિત છે, તે પ્રકારે ઉચિત સમીપમાં રહીને વિનયપૂર્વક=આગળમાં કહેવાશે એવા વંદનકાદિ રૂપ વિનય તપૂર્વક=વંદનને આદિમાં કરીને, દેવ સમીપ કરાયેલા પ્રત્યાખ્યાનનું અથવા તેનાથી વિશિષ્ટ પ્રત્યાખ્યાનનું પૂર્વમાં કરાયેલા પ્રત્યાખ્યાનથી વિશિષ્ટ પ્રત્યાખ્યાનની ક્રિયાનું કરણ=ગુરુમુખથી સ્વીકાર અને આ વિશેષથી ગૃહીધર્મ છે એમ અવય છે. હિં=જે કારણથી, ત્રિવિધ પ્રત્યાખ્યાનનું કરણ છે. ૧. આત્મસાક્ષીક, ૨. દેવસાક્ષીક, ૩. ગુરુસાફીક. એથી ગુરુ પાસે પ્રત્યાખ્યાન કરવું જોઈએ અને કહેવાયું છે.
જે પ્રત્યાખ્યાન હતું તેને=પ્રત્યાખ્યાનને, ગુરુસાક્ષીએ કરે છે. સાથ અથવા વિશેષથી ગ્રહણ કરે છે. આ ગુરુસાક્ષીક ધર્મ છે.” પ્રત્યાખ્યાન પરિણામની ગુરુસાક્ષીપણામાં દઢતા થાય છે. “ગુરૂસાક્ષીક ધર્મ છે.” એ પ્રકારે