________________
ચૌદ ગુણસ્થાન
ભૌતિક સુખની શુદ્ર લાલસાથી જ કરતા હોય. તદ્દન નિઃસ્પૃહભાવનું ઔચિત્ય–પાલન તેમનામાં ન હોય.
ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજા ચરમાવવિંશિકામાં સહજ મળ અંગે જણાવે છે કે ફેરફુદડી ફરતે બાળક ફેરફુદડીની ક્રિયા કરતાં બધું વિપરીત પણે જુએ છે તેમ તે કિયાથી નિવૃત્ત થયા પછી પણ, એ કિયાથી ઉત્પન્ન થયેલી ભ્રમણશક્તિ રહે ત્યાં સુધી બધું વિપરીતપણે જ જુએ છે, તેમ સહજ મળને લીધે ઉત્પન્ન થયેલી શક્તિને લીધે હેયમાં ઉપયતાની અને ઉપાદેયમાં હેયતાની વિપરીત બુદ્ધિ જીવને થયા જ કરે છે. ચરમાવર્તમાં પ્રવેશ્યા પછી જ એ શક્તિ નષ્ટ થતાં એ વિપરીત બુદ્ધિ નષ્ટ થાય છે. જે પછી હિંસાદિ હેય છે. તેને હેય તરીકે અને જે અહિંસા ક્ષમાદિ ઉપાદેય છે તેને ઉપાય તરીકે જ તે માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org