________________
ચૌદ ગુણસ્થાન
છેલ્લા-ચરમ-૫દૂગલપરાવર્તમાં પ્રવેશ્યા કહેવાય. અને જે છ હજી પણ છેલ્લા પુદ્ગલપરાવર્તાના કાળમાં પ્રવેશી ગયા નથી તે બધા જ અચરમ–પુદ્ગલપરાવર્તામાં રહેલા કહેવાય.
પ્રશ્ન : જે છ કદી મેક્ષે જવાના જ નથી તેમને અભવ્ય કે જાતિભવ્ય કહ્યા છે. શું આ છે જ્યારે પણ ચરમ-પુદ્ગલપરાવર્તામાં પ્રવેશવાના ખરા ?
ઉત્તર : પૂર્વોક્ત વિચાર સારી રીતે સમજાયું ન હોય તે જ આ પ્રશ્ન થાય. આપણે કહી ગયા કે, “જેઓને મુક્તિપદ પામવા -હવે એક પુદ્ગલપરાવર્તકાળ બાકી હોય તેમને જ ચરમપુગલપરાવર્તકાળમાં પ્રવેશ્યા કહેવાય. હવે અભાવે કે જાતિભવ્ય તે કદાપિ મુક્તિપદ પામવાના જ નથી તે તેની અપેક્ષાએ જ ગણાતે ૧ પુદુગલપરાવર્તકાળ તેમને ક્યાંથી ઘટે ? અર્થાત્ તેઓ તે હંમેશ અચ. રમપુદ્ગલ-પરાવર્તામાં જ હેય.
પ્રશ્ન : મુક્તિમાં અવશ્ય જનારા જીવ ચરમ-પુદ્ગલપરાવર્તનાકાળમાં શી રીતે પ્રવેશ કરતા હશે? શું તેઓ અચરમ-પુદ્ગલ પરાવર્તના. કાળમાં એ કઈ જબર સાધના કરતા હશે કે જેથી તેમને મુક્તિ ગમનકાળ ફક્ત એક જ પુદ્ગલપરાવર્ત જેટલે રહે?
ઉત્તર : ના. ચરમ–પુદ્ગલપરાવર્તાકાળમાં આવી જવા માટે તે જીવને ભવ્યત્વ સ્વભાવ અને કાળ એ જ કારણ છે. ત્યાં કર્મ–ભાગ્ય કે ઉદ્યમ કશું જ કરી શકતા નથી.
અચરમ પુણલપરાવર્તના કાળમાં વર્તતા જીવોને મુક્તિને આશય જ નથી હોતું એટલે મુક્તિની જમ્બર સાધનાની તે વાત --જ કયાં રહી? જેમ પેટમાં પુષ્કળ મળ-દોષ હોય ત્યારે સારામાં -સારું પકવાન પણ અરુચિકર બને છે તેમ એ આત્મામાં સહજ ભાવ-મળનું એવું જોર હોય છે કે તેથી તેમને મુક્તિને આશય જ જગતે નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org