________________
શ્રી આત્મપ્રબંધ છે. તે ચૈત્યમાં તે તે ગચ્છના આચાર્યદિકનો તેમાં પ્રતિષ્ઠા પ્રમુખ કાર્યો કરવાને અધિકાર હોય છે. બીજા ગચ્છના આચાર્યો બીજ ગચ્છ સંબંધી ચૈત્યમાં પ્રતિષ્ઠા કરાવી શકતા નથી.
ઉપર કહેલ નિશ્રાકૃત્યથી વિપરીત ભાવવાળું ચૈત્ય અનિશ્રાક્ત ત્ય કહેવાય છે. તે ચેત્યને વિષે સર્વ ગચ્છોના આચાર્યો પ્રતિષ્ઠા કરાવી શકે છે. માલારોપણ વગેરે ચૈત્યસંબંધી સર્વ કાર્યો કરવાનો અધિકાર સર્વ ગચ્છના આચાર્યોને હોય છે. શત્રુંજયગિરિ ઉપર આદીશ્વર ભગવાનનું ચૈત્ય અનિશ્રાક્ત ચૈત્ય છે, તે ટૂંકમાં સર્વ ગચ્છના આચાર્યો પ્રતિષ્ઠાદિ કરાવી શકે છે. ત્યાં સવા મજીના દેરાસરમાં દેવાશ્યતાને નામે ઓળખાતા તિવમાં તેની માલીકી ધરાવી તેમાં પ્રતિષ્ઠાદિ કરાવે છે, તે નિશ્રાકૃત ચૈત્ય કહેવાય છે.
પાંચમું સિદ્ધચૈત્ય તે સિદ્ધાયતનના નામથી આલેખાય છે અને તેને શાશ્વતજિન ચૈત્ય પણ કહે છે.
બીજી રીતે ચૈત્યના પાંચ પ્રકાર (૧) નિત્યચૈત્ય, (૨) દ્વિવિધચત્ય, (૩) ભક્તિકૃતચંત્ય, (૪) મંગલક્તચૈત્ય અને (૫) સાધર્મિકઐય. જે દેવલોકને વિષે શાશ્વતચૈત્ય છે, તે નિત્યચૈત્ય કહેવાય છે.
બે પ્રકારે ભક્તિએ કરેલા નિશ્રાકૃત અને અનિશ્રાકૃત (ભરતાદિકે જેમ કરાવ્યા હતા તેવા) એ બે પ્રકારના ચૈત્ય તે ત્રિવિધ ચૈત્ય કહેવાય છે. તે બીજા અને ત્રીજો ભેદ સમજો. મથુરાનગરીની જેમ મંગળને અથે ગૃહદ્વારના મધ્ય ભાગે કાષ્ટ (ઉત્તરાંગ) ઉપર કરેલ ચિત્ય તે મંગલચૈત્ય સમજવું. જે કોઈના નામથી દેવગૃહમાં પ્રતિમા કરાવી સ્થાપે તે સાધર્મિક ચૈત્ય કહેવાય છે. વાર્તાક મુનિના પુત્ર પિતાના રમણીય દેવગ્રહને વિષે પિતાના પિતાની મૂર્તિ સ્થાપી હતી. તે સાધર્મિક ચૈત્ય કહેવાયું છે.
વાર્તાક મુનિની કથા વાક નામના નગરને વિષે અભયસેન નામે રાજા હતા. તેને સદ્દબુદ્ધિના ભંડારરૂપ વાક નામે મંત્રી હતો.
એક વખત તે મંત્રી પિતાના ઘરના દીવાનખાનામાં બેઠો હતો, તેવામાં કોઈ પરગામથી યજમાન આવ્યો. મંત્રી તેને માન આપી તેની સાથે વાર્તાલાપ કરવા લાગ્યો. તેવામાં ધમધેષ નામના મુનિ તેને ઘેર ભિક્ષા લેવાને આવ્યા. મુનિને ભિક્ષા માટે આવેલા જાણી વાતકની સ્ત્રી ઘી, ખાંડથી મિશ્રિત એવું એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org