________________
પ્રથમ પ્રકાશ
૧૩૯
વગેરે છ કારણેને લઈને તે ભક્તિરહિત દ્રવ્યથી આરાધે તે પણ તે સમ્યગ્દષ્ટિ હોવાથી પોતાના સમ્યકત્વનું ઉલ્લંઘન કરતા નથી, એમ જાણવું. આ છે આગા–અપવાદ જે અલ્પ સત્તવાળા છે, તેમને માટે કહેલા છે પરંતુ જેઓ મહા સત્ત્વવંત છે તેમને માટે આ પ્રમાણે કહેલું છે.
" न चलंति महा सत्ता सुभिजमाणाओ सुद्ध धम्माओ ।
इयरेसिं चलणभावे पइन्नभंगो न एएहिं ॥ १ ॥" મહાસત્ત્વવાળા પુરૂષો જે તેમના શુદ્ધ ધર્મને કોઈ ભેદવા આવે તો પણ તેઓ ચલાયમાન થતા નથી. અને જેઓ અપ સત્ત્વવાળા છે, તેઓ કદિ ચલાયમાન થાય તે તે સ્વભાવને લઈને તેમની પ્રતિજ્ઞાનો ભંગ થતો નથી.”
. તે ઉપર ટીકાકાર લખે છે કે, “મહાસત્તવંત પુરુષે કદિ કઈ રાજાદિ તેમને તેમના ધર્મથી ચલિત કરવા તત્પર થાય તે પણ તેઓ મોટા સત્ત્વવાળા હોવાથી ચલિત થતા નથી. પણ જેઓ અલ્પ સવવાળા છે, તેઓ ચલિત થવાના સ્વભાવવાળા છે, એટલે તેઓ રાજાદિકના અભિયોગના કારણથી ચલાયમાન થઈ જાય છે, તેથી તેમને માટે આઠ આગાર કહેલા છે, તેથી કરીને તેમની પ્રતિજ્ઞાન ભંગ થતો નથી.
છ ભાવના. હવે છ ભાવનાની વ્યાખ્યા કરે છે. એ જ ભાવના ભાવવાથી સમ્યકત્વ દઢ થાય છે.
પહેલી ભાવના. આ સમ્યકત્વ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત–એ બાર ત્રતાનું અને પાંચ મહાવ્રતરૂપ ચારિત્રનું મૂળ કારણ છે. એમ શ્રી તીર્થકરેએ તથા ગણધરાદિકાએ કહેલું છે. જેમ મૂળ વગરનું વૃક્ષ તીવ્ર પવનથી કંપાયમાન થઈ પડી જાય છે, તેમ સમ્યક્ત્વરૂપ મૂળવાળું ધમરૂપી વૃક્ષ કે જે અતિ દઢ અને મજબૂત છે, તે ધમવૃક્ષ સમ્યક્ત્વ રહિત હોય તો કુતીર્થ-કુમતરૂપી તીવ્ર પવનથી ચલાયમાન થઈ જાય છે, તે સ્થિરતાને પામતું નથી; તેથી સખ્યકુત્વને ધર્મવૃક્ષનું મૂળ કહેલું છે. જે મૂળ દૃઢ હોય તે વૃક્ષને કોઈ જાતિની હાનિ થતી નથી. એ પહેલી ભાવના જાણવી.
બીજી ભાવના, આ સમ્યક્ત્વ ધમરૂપ નગરમાં પ્રવેશ કરવાનું દ્વારરૂપ છે, જેમ નગર ચારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org