Book Title: Atmprabodh
Author(s): Vijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 370
________________ તૃતીય પ્રકાશ ૩૫૧ જીવિતની આશા તથા મરણના ભયથી રહિત, ઉગ્ર તપસ્વી, દીસ તપસ્વી, ઘેર બ્રહ્મચર્યના ધારક, બહુશ્રત, પાંચ સમિતિ વડે સમિત, ત્રણ ગુપ્રિ વડે ગુપ્ત, નિષ્પરિગ્રહી, નિરહંકારી, કમલની જેમ નિલેપ, શંખની જેમ નિરંજન, આકાશની જેમ નિરાશ્રય, વાયુની જેમ પ્રતિબંધરહિત, કાચબાની જેમ ગુદ્રિય, પક્ષીની પેઠે વિપ્રમુક્ત, ભાડની જેમ પ્રમાદરહિત, પૃથ્વીની જેમ સર્વ સહન કરનારા, જિનવચનનો ઉપદેશ કરવામાં કુશલ, એકાંતે પરોપકાર કરવામાં તત્પર, વિશેષ શું કહેવું ? પણ જેઓ 'કુત્રિકોપણ જેવા છે, એવા જિનેશ્વરની આશાના આરાધક, શ્રમણ–તપસ્વી મુનિઓ પિતાને ચરણ વડે આ પૃથ્વીતલને પવિત્ર કરતા વિચરે છે.” આવા સાધુજન પ્રમુખ ઉત્તમ પુરુષને આરાધના કરવા યોગ્ય એવા સર્વોત્તમ ધર્મની દુલભતા દર્શાવે છે "जह चिंतामणिरयणं सुलहं न होइ तुच्छविहवाण । ___गुणविहववज्जियाणं जियाण तह धम्मरयणं ति ॥ १ ॥" “પશુપાલની પેઠે તુચ્છ વૈભવવાળા અને થોડા પુણ્યવાળા ને જેમ ચિંતામણિરત્ન સુલભ હોય નહીં, તેમ સમ્યક્ત્વાદિ ગુણરૂપ વૈભવથી રહિત એવા જીવોને ધર્મરત્ન સુલભ હોતું નથી. તેઓ જયદેવકુમારની જેમ જે અતુલ ગુણવાન હોય છે, તેને મણિની ખાણરૂપ એવી મનુષ્યગતિમાં ચિંતામણિલ્ય ઉત્તમધમને પામે છે.” પશુપાલ અને જયદેવનું દષ્ટાંત હસ્તિનાપુરનગરમાં નાગદેવ નામે એક શેઠ રહેતા હતા. તેને વસુંધરા નામે એક સ્ત્રીના ઉદરથી જયદેવ નામે એક પુત્ર ઉત્પન્ન થયા. તે જયદેવે બાર વર્ષ સુધી રત્નની પરીક્ષાનો અભ્યાસ કર્યો હતે. આથી શાસ્ત્રને અનુસરે તે ચિંતામણિને મહાન પ્રભાવવાળું પાણી બાકીના રત્નને પાષાણ તુલ્ય સમજતો હતો. આથી તે ચિંતામણિરત્ન ઉપાર્જન કરવા માટે આખા હસ્તિનાપુરમાં દરેક દુકાને અને ઘેર ઘેર ફર્યો, તે પણ કોઈ સ્થળે તેને ચિંતામણિરત્ન મલ્યું નહીં. આથી ખેદ પામી તેણે પોતાના માતા પિતાને કહ્યું-“પૂજ્ય ! મારું ચિત્ત ચિંતામણિરત્નને માટે લાગેલું છે, મેં ઘણી શેાધ કરી પણ તે રત્ન અહીં પ્રાપ્ત થયું નહીં, તેથી જે આશા આપે તે હું અહીંથી બીજે સ્થળે જાઉં” ૧ શાસ્ત્રમાં કહેલ દેવતાધિષ્ટિ દુકાનની જેમ-અર્થાત તેમની પાસેથી જે જોઈએ તે મળી શકે તેવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408