Book Title: Atmprabodh
Author(s): Vijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 407
________________ ૩૮૮ શ્રી આત્મબોધ રત્નશેખરસૂરિજી આવશ્યચૂર્ણના અન્ય પાઠને આગળ કરી આ પ્રમાણે કહે છે " सव्वेसु कालपव्वेसु पसत्थो जिनमतए तवो जोगो । अट्ठमी चउद्दस्सी सुनियमेण हविज पोसहिओ ॥ ભાવાર્થ – “સવ કાળ અથવા સવ પર્વોમાં પ્રશસ્તજિનમતને વિષે તપરોગ છે, પરંતુ અષ્ટમી આદિ તિથિને વિષે નિયમથી પૌષધશ્રત હોય છે. આ ઉપરથી સમજવાનું કે- પૌષધવત અન્ય દિવસોમાં ન થઈ શકે એવો અર્થ કદાપિ નીકળતો નથી, પરંતુ પર્વદિવસમાં તેની અવશ્ય કરણીયતા સમજવી એ ભાવાર્થ છે. ૩ ખરતરગચ્છીય આચાર્યો પિતાની સમાચારમાં ચાર તિથિઓને પર્વતિથિ તરીકે માને છે, પરંતુ તપગચ્છીય આચાર્યો તેને માટે આ પ્રમાણે " बीया पंचमी अट्ठमी एगारसी चउद्दसी पण तिहिओ । एयाओ सुतिहिओ गोयमगणहारिणा भणिया । ગૌતમ ગણધર મહારાજે આ પાંચ તિથિ-બીજ, પાંચમ, આઠમ, એકાદશી અને ચતુર્દશી એમ કહેલ છે. વળી શ્રી મહાવીર પ્રભુએ કહ્યું છે કે " भयवं ! वीयपमुहासु पंचसु तिहिसु विहियं धम्माणुट्ठाणं किं फलं होइ ? गोयमा ! बहुफलं होइ । હે ભગવન! બીજ પ્રમુખ પાંચ તિથિઓમાં વિધાન કરેલા ધર્માનુષ્ઠાનનું ફળ શું હોય ? હે ગૌતમ ! બહુ ફલ હોય. તે સિવાય સેનપ્રશ્નમાં પૂર્ણિમા અને અમાવાસ્યા મલી બાર તિથિઓ કરેલ છે. જ સમાપ્ત ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 405 406 407 408