________________
३४४
શ્રી આત્મપ્રબોધ સમાન સ્વરૂપવાળી સ્ત્રીઓ અને દેવતુલ્ય સ્વરૂપવાળા પુરુષો તેમાં સ્થાપિત કર્યા. પછી અભયકુમારે પેલા રોહિણેય ચેરને બેલાવીને કહ્યું. “ ભાઈ ! મારા જેવા મૂખ માણસને ધિક્કાર હો. તમે તે ભક્તિ કરવા લાયક પુરુષ છે. તમેને મેં અતિશય હેરાન કર્યા, ક્ષમા કરે. હવે એક વાર મારા મહેલમાં આવે, જેથી હું ત્યાં તમારી ભક્તિ કરી મારા અપરાધને દૂર કરું.”
અભયકુમારનાં આવાં કપટ ભરેલાં વચનનો મર્મ તે ચેરના સમજવામાં આવ્યો નહીં. તે તેની સાથે મહેલમાં ગયે. ત્યાં તેને પ્રથમ મિષ્ટ આહાર આપી તૃપ્ત કર્યો. પછી અભયકુમારે તેને મદિરાપાન કરાવી ઊંચી જાતના દિવ્ય વસ્ત્રો પહેરાવી એક સુંદર પલંગ ઉપર સુવાડ્યો. તે ચેર તે દિવ્ય મંદિરમાં રહી જાણે પોતે સ્વર્ગમાં રહ્યો હોય તેમ માનવા લાગ્યો. - શયન કર્યા પછી તે જાગૃત થયે, એટલે અભયકુમારની આજ્ઞાથી કેટલાક સામંત અને નરનારીઓને સમહ ત્યાં હાજર રહેલ, તે “જય જય નંદા ઇત્યાદિ માંગલિક શબ્દોનો ઉચ્ચાર કરતાં તેના સાંભળવામાં આવ્યા. આ દેખાવ જોઈ તે મદિરાથી મત્ત થયેલ પિતાના આત્માને ભૂલી ગયો.
પેલા હાજર રહેલા લોકો તેની પાસે આવી આ પ્રમાણે કહેવા લાગ્યા. “ભદ્ર ! પૂર્વના સુકૃત્યવડે તમે આ સ્વગના વિમાનમાં પ્રગટ થઇ તેના સ્વામી થયા છે. અને આ અમે સર્વે તમારા સેવક છીએ” આ પ્રમાણે કહી તેમણે નાટક કરવાનો આરંભ કર્યો.
તે પછી અભયકુમારની સૂચનાથી જેના હાથમાં સુવર્ણદંડ રહેલો છે એવો એક પુરૂષ આવ્યો. તેણે આવી નાટક કરનારાઓને કહ્યું કે- “હાલ નાટક બંધ કરે, હું આ દેવને તેની દેવસ્થિતિનું ભાન કરાવું.” આ પ્રમાણે કહી તેણે રૌહિણેયને કહ્યું. “હે નવાદેવ ! પિતાના પૂર્વોપાર્જિત એવા જે તમારા પુણ્ય અને પાપ હોય તે નિવેદન કરે અને તે પછી સુખ ભેગ.”
તે પુરૂષનાં આ વચન સાંભળી તે રૌહિણેય વિચારમાં પડશે. “શું આ સાચું સ્વર્ગ હશે ? અથવા મારે માટે અભયકુમારે પ્રપંચ તો નહીં એ હોય?" આ પ્રમાણે ચિતવી તે ધીરબુદ્ધિવાલા ચારે કંટક કાઢતી વેલાએ સાંભળેલી દેવના સ્વરૂપના વર્ણનવાલી પ્રભુની વાણી (શનિમિસનાળા, ઈત્યાદિ) સંભારી તત્કાલ તેણે પિતાની આગળ રહેલા લેકેને પૃથ્વી ઉપર લાગેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org