________________
२८४
શ્રી આત્મપ્રબોધ
માતા પિતાએ કહ્યું : “પુત્ર! તારા પૂર્વજ–વડીલેની પરંપરાથી આવેલ વિસ્તીર્ણ ધન, સુવર્ણ, રત્ન, મણિ, મોતી શંખરત્ન, પ્રવાલાં પ્રમુખ સ્વાધીન પ્રધાન દોલત છે અને તે સાત પેઢી સુધી ગરીબ પ્રમુખને આપતાં છતાં ક્ષય પામે તેવું નથી, એવા દ્રવ્યનો સ્વેચ્છા પ્રમાણે ઉપભેગા કરી અને તારી મનેવૃત્તિ પ્રમાણે ચાલનારી અને તારી સમાન રૂપ-લાવણ્યવાળી ઘણી રાજકન્યાઓને પણ તેમની સાથે આશ્ચર્યકારક સાંસારિક સુખ ભેગવી તે પછી તું દીક્ષા ગ્રહણ કરજે.”
અતિમુક્તકુમાર બે -“હે પૂજય માતા-પિતા! તમેએ જે દ્રવ્યાદિકનું સ્વરૂપ કહ્યું, તે દ્રવ્ય નિો કરીને અગ્નિ, જળ, ચોર, રાજા અને ભાગીદાર પ્રમુખ ઘણાઓને સાધારણ છે અને પરિણામે અધવ છે તેથી તે પણ પહેલા અથવા પછી અવશ્ય ત્યાગ કરવા યોગ્ય થશે. જે મનુષ્ય સંબંધી કામગે છે, તે પણ અશુચિ અને અશાશ્વત છે. અહિં કામગ શબ્દથી વાતપિત્તાદિકના આધારભૂત એવા સ્ત્રી-પુરુષના શરીરે જાણવા. વળી તે અમનેશ તથા દુગંછા ઉત્પન્ન કરનારા મૂત્ર અને નિષ્ઠાથી પરિપૂર્ણ વિશ્વાસ અને ઉચ્છવાસથી દુર્ગધી અને અજ્ઞાનજનોએ સેવિત છે. સંસારને વધારનાર હોવાથી સાધુજનને નિંદનીય છે. તેનાં ફળ ઘણાં કટુ છે, તેથી તેવાઓને માટે કે પોતાના જીવિતને નિષ્ફળ કરે?”
પુત્રનાં આ વચન સાંભળી તેના માતા-પિતા વિચારમાં પડી ગયા. તેમણે વિષયને અનુકૂળ એવાં ઘણાં વચનોથી તેને લોભાવ્યો, તે પણ તે જરા પણ ડગ્યો નહીં, પછી તેને લેભાવાને અશક્ત થયેલા માતા-પિતાએ વિષયને પ્રતિકુળ અને સંયમના ભયને બતાવનારાં વચનો આ પ્રમાણે કહ્યાં
વત્સ! નિગ્રંથ સંબંધી જે પ્રવચન છે, તે સત્ય છે, સર્વોત્કૃષ્ટ છે. શુદ્ધ છે, કર્મરૂપી શિલ્યને તેડનાર છે, મોક્ષમાર્ગનું દશક છે અને સર્વ દુઃખને નાશ કરનાર છે. એ પ્રવચનને વિષે સ્થિત એવા જ સિદ્ધિપદને પામે છે, પરંતુ એ પ્રવચન લોઢાના ચણા ચાવવા જેવું અત્યંત દુષ્કર છે. રેતીના કેળીયા જેવું સ્વાદરહિત છે અને ભુજાવડે મહાસમુદ્રને તરવા જેવું દુષ્કર છે. વળી તે પ્રવચન ખડગની ધાર ઉપર ચાલવા જેવું, દોરડે બાંધેલી મહાશિલાને હાથે ધારણ કરવા જેવું છે.
વત્સ ! વળી સાધુને આધાકમ, ઉદેશિક આદિભેજન ક૫તું નથી, તે તારા જેવા સ્વાદિષ્ટ ભોજન લેનારાને શી રીતે રુચિકર થશે? પુત્ર ! તું સદા સુખમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org