________________
૩૧૮
શ્રી આત્મપ્રબંધ “હે ગુણવંત મુનિ! લાખો ભવે કરીને દુલભ અને જન્મ, જરા, મરણરૂપ સમુદ્રને ઉતારનાર એવા યતિધર્મમાં ક્ષણમાત્ર પણ પ્રમાદ કરીશ નહિ, કારણ કે તે માટા અનાથના હેતુરૂપ છે. કહ્યું છે કે
" सेणावई मोहनिवस्स एसो, सुहाण जं विग्धकरो दुरप्पा । __ महारिउ सव्वजियाण एसो, कयाविकज्जो न तओ पमाओ ॥ १॥"
જે કારણ માટે આ દુરાત્મા પ્રમાદ મહારાજાને સેનાપતિ છે, તે કારણે તે મોક્ષાદિક સુખમાં વિન કરનાર છે અને તે વિગ્ન કરનાર હોવાથી સર્વ જીવોને મહાન રિપુ છે, તેથી જેણે પરમાર્થને જાણેલે છે, એવા મુનિએ કઈ કાલે પણ એ પ્રમાદને કરવો નહીં. ૧ વળી કહ્યું છે, કે
“थोवो वि कय पमाओ जइणो संसारवड्ढणो भणिओ।
जह सो सुमंगलमुणी पमायदोसेण पयबद्धो ॥ १॥" “પતિને થડ પણ પ્રમાદ સંસારની વૃદ્ધિ કરનારે કહે છે, તેવા થોડા પ્રમાદના દોષથી સુમંગલમુનિ ચામડાથી પગે બંધાયા હતા. ૧
સુમંગળમુનિનો વૃત્તાંત આ ભરતક્ષેત્રને વિષે સુમંગળ નામે એક આચાર્ય પાંચસે શિષ્યોથી પરિવૃત હતા. તેઓ અપ્રમત્ત થઈ સર્વદા શિષ્યોને વાચન દેતા હતા. એક વખતે વાતવ્યાધિવડે આચાર્યની કટીમાં વેદના થઈ આવી. તેથી તેઓ વાચના દેવાને અશક્ત થઈ ગયા. તે વખતે તેમણે પોતાના શિષ્યોને કહ્યું. “હે શિષ્યો! તમે કઈ ગૃહસ્થના ઘરમાંથી યોગપટ્ટ લાવે.” તે વખતે એક શિષ્ય ગુરુની ભક્તિથી ચેપ લાવી ગુરુને આપે. ગુરુએ તેને કટી પ્રદેશમાં સ્થાપન કર્યો અને તેના યોગથી પલંઠી વાળી એટલે તેઓ અતિસુખ પામ્યા. પછી આચાર્ય તે ગપટ્ટને એક ક્ષણવાર મુક્તા ન હતા. તેવી રીતે કેટલાક દિવસે પછી શિષ્યોએ આચાયને કહ્યું. “ભગવન્! આપને શરીરે હવે આરામ થઇ ગયે છે, તેથી તમારે ગૃહસ્થને યોગપટ્ટ પાછો આપવો જોઈએ, અને આપે આ પ્રમાદના સ્થાનનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે થોડા પણ પ્રમાદથી સંસારની વૃદ્ધિ થાય છે.”
આચાર્યે કહ્યું—“શિષ્યો! આ ગપટ્ટ ધારણ કરવામાં શું પ્રમાદ થાય છે? આ યોગપટ્ટ તે મારા શરીરને સુખ કરનાર છે. તે પ્રમાદનું કારણ નથી.” ગુરુનાં આવાં વચન સાંભળી તે વિનીત શિષ્યો મૌનનું અવલંબન કરીને રહ્યા હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org