________________
તૃતીય પ્રકાશ
૩૨૧
આ સાંભળી લેકે વિસ્મય પામી ગયા પછી જ્યારે સાધુઓ પડિલેહણા તથા પ્રતિક્રમણ કરતા ત્યારે કેટલાએક લેકે આવી તેમને પૂછવા લાગ્યા કે
તમે આ શું કરે છે?” સાધુઓ બેલ્યા, “અમે નૃત્ય સંબંધી પરિશ્રમ કરીએ છીએ” તે સાંભળી લોકો પોતાના સ્થાને ચાલ્યા ગયા.
લેકના મુખથી વૃત્તાંત નગરમાં ફેલાયે. તે રાજાના સાંભળવામાં આવ્યા. તે સાંભળી વિસ્મય પામેલે રાજા તેમનું સ્વરૂપ જેવાને માટે ઉદ્યાનમાં આવ્યો. તેણે આવી સાધુઓને પૂછયું, “તમે કોણ છો? કયાંથી અને શા પ્રયજનને માટે તમે અહીં આવ્યા છો?” - આચાર્યે કહ્યું, “અમે નટ છીએ, તમોને અમારી કલા દેખાડવાને માટે દૂરથી આવ્યા છીએ.” રાજાએ કહ્યું, “ત્યારે તમારું નૃત્ય મને બતાવો
સાધુઓ બેલ્યા” દેવાનુપ્રિય ! જે સંગીત-કલામાં નિપુણ હોય તેની આગળ અમે નાટક કરીએ છીએ” ત્યારે રાજાએ કહ્યું, “મારે પુત્ર દઢરથે એ સર્વ જાણે છે” ગુરુ બોલ્યા, “તેમને અહીં સત્વર બેલાવો.” - આ ઉપરથી રાજાએ રાજકુમાર દઢરથને બેલાવા એક પુરુષને મેકલ્યો. તે પુરુષ રાજકુમારને તેડવા ગયે. રાજકુમાર પાલખીમાં બેસીને ત્યાં આવ્યો. તેણે આવી સાધુઓને કહ્યું, “તમે સંગીતશાસ્ત્રમાં કુશલ હો તો પ્રથમ સંગીતના ભેદો બેલ” તે વખતે આચાર્ય શ્રુતના બલથી સંગીતના બધા ભેદે કુમારની આગળ કહી સંભળાવ્યા. - તે સાંભળી કુમાર અત્યંત વિસ્મય પામી ગયો અને મનમાં વિચારવા લાગે કે-“અહો! આ તો સંગીતશાસ્ત્રમાં પ્રવીણ લાગે છે. આના જેવો બીજો કઇ નટાચાર્ય નથી, માટે તેની નૃત્યકલા હમણું જ જોઈએ.” આ પ્રમાણે ચિતવી તેણે સાધુને આ પ્રમાણે કહ્યું કે-“નટો ! તમે નૃત્ય કરો, જેથી તમારી નૃત્યકલાની પરીક્ષા કરી શકાય. ત્યારે આચાર્યે કહ્યું કે–પ્રથમ નૃત્યના ઉપકરણો મંગાવો. ત્યારે કુમારે પોતાના માણસો મેકલી નૃત્યના સર્વ ઉપકરણે મંગાવ્યાં, તે પછી આચાર્યો વારિત્રનો વનિ કરતાં પહેલા મધુર સ્વરે કરી તેવા પ્રકારનો આલાપ કર્યો. જે સાંભળી સર્વ શ્રોતાઓ ચમત્કાર પામી ગયા. અને જેમ ચિત્રમાં આલેખેલા હોય, તેમ સ્તબ્ધ થઈ ગયા.
આ વખતે આચાર્ય નૃત્યના આરંભમાં આ ધ્રવપદ ભણ્યા હતા.
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org